જલ્સા કરોને જેંતીલાલ

એક ભારતીય મૂળની દીકરી, કરશે પાકિસ્તાનના ક્રિકેટર સાથે નિકાહ… જાણો કોણ છે આ જોડું…

સાનિયા મીર્ઝા પછી વધુ એક પાકિસ્તાની ક્રિકેટરની દુલ્હન બનશે ભારતની દીકરી… જાણો કોણ છે તે ફાસ્ટ બોલર અને કેવી છે નિકાહની તૈયારી… ફ્લાઈટ ઇન્જિનિયર એક ભારતીય મૂળની દીકરી, કરશે પાકિસ્તાનના ક્રિકેટર સાથે નિકાહ… જાણો કોણ છે આ જોડું…

ભારતના ભાગલા પડ્યા બાદ છેલ્લાં ૭૫ વર્ષમાં કેટલાંય પરિવારો સરહદ ઓળંગીને બે દેશો વચ્ચે વહેંચાઈ ગયાં છે. એક એવો ઇતિહાસ આપણી પેઢી જોઈ રહી છે, જેમાં પોતાના જ વતનના બે ભાગ પડતાં જોયા છે. સરહદી તણાવોની વચ્ચે ભારત – પાક વચ્ચે ક્રિકેટ મેચનો ક્રેઝ પણ બંને દેશોની જનતાને માટે ખૂબ જ મહત્વનું બની રહેતું હોય છે. આજની તારીખે પણ માહોલ એવો હોવા છતાં બંને દેશો વચ્ચે કેટલાય સગાં સંબંધીઓ સાથે સંપર્કમાં પણ રહેતાં હોય છે જેઓ વાર પ્રસંગે કે તહેવારના આવવા માટેની અરજીઓ પણ કરતાં હોય છે. આજે પણ ભારતમાંથી દીકરીઓ દેવાનો વ્યવહાર પણ છે. એવા જ એક સમાચાર હાલમાં આવ્યા છે, પાકિસ્તાની ક્રિકેટર સાથે ભારતીય પરિવારની દીકરીના લગ્ન થવા જઈ રહ્યા છે.


ફાસ્ટ બોલર હસન અલી કરશે હરિયાણવી દીકરી સાથે નિકાહ…

મળેલ રીપોર્ટ મુજબ ફાસ્ટ બોલર હસન અલી સાથે આગામી ૨૦મી ઓગસ્ટે હરિયાણાના નૂંહ વિસ્તારના રહેવાસી પરિવારની દીકરી શામિયા આરઝૂના નિકાહ નક્કી થયાં છે. આ વિવાહ પ્રેમ લગ્ન નથી પરંતુ કૌટુંબિક ગોઠવણ સાથે જ નક્કી થયાં છે.

કઈરીતે થયાં આ નિકાહ નક્કી જાણો…

શામિયા આરઝૂના પિતાનું કહેવું છે કે દીકરીના લગ્ન કરવા પાછળ અમને ખુશી છે. પછી તે ભારતમાં થાય કે પાકિસ્તાનમાં અમને ફરક નથી પડતો. તેમણે વધુમાં જણાવ્યું કે ભાગલા બાદ બંને દેશોમાં સગા વહાલાં છે જ અને તેઓ સંપર્કમાં પણ રહેતાં હોય છે. તેમણે જણાવ્યું કે આ નિકાહ પણ તેમણે પારિવારિક સહમતિ અને ગોઠવણથી જ નક્કી કર્યાં છે. આગળ વાત કરતાં તેમણે ખાનગી મીડિયાને જણાવ્યું હતું કે પાકિસ્તાનના રહેવાસી અને ત્યાંના પૂર્વ સાંસદ અને પાકિસ્તાન રેલવે બોર્ડના ચેરમેનના હોદ્દે રહી ચૂકેલ સરદાર તુફૈલ ઉર્ફે ખાન બહાદુર અને તેમના દાદા બંને સગા ભાઈઓ છે. તેમનો પરિવાર હાલમાં પણ પાકિસ્તાનના કસૂર જિલ્લાના કચ્ચી કોઠી નઇયાકીમાં રહે છે… આ નિકાહનો સંબંધ તેમના દ્વારા જ ગોઠવાયો છે. શામિયા આરઝૂના પિતા લિયાકત અલી ભૂતપૂર્વ બીડીપીઓ રહી ચૂક્યા છે.


શામિયા આરઝૂએ મેળવી છે એરોનોટિકલની ડિગ્રી…

જેની સીધી સરખામણી હાલમાં સાનિયા મીર્ઝા જેવી ટેનિસ સ્ટાર સાથે થઈ રહી છે એવી શામિયા આરઝૂ પણ ખૂબ જ પ્રતિભાશાળી છે. સાનિયા મીર્ઝાના લગ્ન શોએબ મલિક કે જે પણ પાકિસ્તાની બોલર છે, તેની સાથે પ્રેમ લગ્ન થયાં હતાં. જ્યારે આ નિકાહ એરેંજ મેરેજ હશે. ત્યારે આપને શામિયા આરઝૂ વિશે પણ જણાવીએ. તે એર અમીરાતમાં ફ્લાઇટ એન્જિનિયર છે અને તેણે માનવ રચના યુનિવર્સિટીથી બિટેક (એરોનેટિકલ)ની ડિગ્રી લીધી છે. તેમના વિવાહ આ ઓગસ્ટ મહિનાની ૨૦મી તારીખે ન તો ભારતમાં કે ન તો પાકિસ્તાનની ધરતી પર પરંતુ ગલ્ફમાં થવા જઈ રહ્યા છે, જાણો કેવી છે તૈયારીઓ…

નિકાહ થશે, દુબઈની આલિશાન હોટેલમાં…

શામિયાના પિતા લિયાકત અલીએ મીડિયાને માહિતી આપતાં જણાવ્યું છે કે તેમના પરિવારના લગભગ ૧૦ જેટલા જ સભ્ય્પ ૧૭મી ઓગસ્ટે દુબઈ જશે. આ નિકાહ ૨૦મીએ દુબઈ ખાતે એટલાંટિસ પામ જુબેરા હોટલમાં આલિશાન રીતે આયોજન થશે. પાકિસ્તાની બોલર હસન અલી મૂળ પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં જન્મેલ છે અને ભારતીય મૂળની આ દીકરી શામિયા આરઝૂ નૂંહના ચંદેની રહેવાસી છે. તેમના નિકાહની ધામધૂમથી દુબઈમાં તૈયારીઓ ચાલી રહી છે.

સાનિયા મીર્ઝા બાદ હસન અને શામિયા એવું બીજું એવું જોડું હશે, જેમાં ભારતીય દીકરીનો પતિ પાકિસ્તાની ક્રિકેટર અને એ પણ બોલર હશે.


આ લગ્નને લઈને સોશિયલ મીડિયા ઉપર થઈ રહેલ વાઈરલ પોસ્ટને જોતાં જ હાલમાં જ એવી એક પોસ્ટ આવી છે જે હસન અલીના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પરથી પોસ્ટ થઈ છે. તેમાં તેમણે આપ્યું છે ચોંકાવનારું નિવેદન. તેમના ઇન્સ્ટાગ્રામ પ્રોફાઈલ પર ટ્વીટર પોસ્ટ મૂકેલ છે. જેમાં લખ્યું છે કે મારે સ્પસ્ટીકરણ કરવું છે કે અમારા લગ્ન વિશેની માહિતી હજુ નક્કી નથી. અમારું પરિવાર મળશે અને તેની પુષ્ટિ કરશે. આમારા લગ્ન વિશેની માહિતી ઇન્સા અલ્હા અમે જાહેર જલ્દી જ કરીશું.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Exit mobile version