જો તમારી કંપની તમને જ સેલેરી નક્કી કરવાનું કહે તો ? આ કંપની કંઈક આમ જ કરે છે

દર માર્ચ મહિનો આવે એટલો નોકરિયાત વર્ગ પોતાનો કેટલો પગાર વધશે તેની અટકળો ચાલુ કરી દે છે. કોઈ એવું વિચારે છે કે તેમનું આખા વર્ષું પર્ફોમન્સ સારું રહ્યું માટે તેમને અમુક ટકા પગાર વધારો તો મળવો જ જોઈએ તો વળી કોઈ બોસની ચમચાગીરી કરીને પગાર વધારી લેતું હોય છે. ગમે તે હોય એક નોકરિયાત વ્યક્તિનું લક્ષ તો હંમેશા પગાર વધારાનું જ હોય છે.

image source

પણ વાસ્તવિકતા તો એ છે કે નોકરિયાત વ્યક્તિ ગમે તે કરી લે તેની મરજી મુજબ પગાર વધારે નથી થતો. અને આ સ્થિતિ માત્ર ભારતની જ નહીં પણ દુનિયાના દરેક ખૂણાની છે. તમારી કંપનીએ પોતાના એમ્પ્લોયી માટે પગારને લગતી કેટલીક પોલીસીઓ નક્કી કરેલી હોય છે અને તેના દાયરામાં જ તમારા પગારનો વધારો થતો હોય છે. આ ઉપરાંત કંપની કેટલો નફો રળી રહી છે તેના પર પણ તમારા પગાર વધારાનો મોટો આધાર રહેલો હોય છે.

image source

પણ દુનિયાની આ કંપની વિષે જાણી તમને પારાવાર લાલચ થશે કે તમે આ કંપનીમાં જોબ કેમ નથી કરતાં. આ કંપની બ્રીટેનમાં આવેલી છે. તેની ખાસીય એ છે કે અહીં કંપની તેમના એમ્પ્લોયીને જ પોતાનો પગાર નક્કી કરવા દે છે અને નોકરી કરનાર કહે તે પ્રમાણે જ તેના પગારમાં વધારો થાય છે.

image source

આ કંપનીનું નામ છે ગ્રાન્ટ ટ્રી અને અહીં કર્મચારીઓને જ તેમના પગાર નક્કી કરવા તેમજ વધારવા માટેની ખુલી છૂટ આપવામાં આવેલી છે. આ એક ફંડીંગ કંપની છે જે બિઝનેસ સેક્ટરમાં વિવિધ કંપનીઓને સરકારી ફંડ અપાવવામાં મદદ કરે છે. આ કંપનીનો સ્ટાફ માત્ર 45 કર્મચારીઓનો જ છે. અને આ 45 કર્મચારીઓ જાતે જ પોતાના પગાર નક્કી કરે છે અને વધારે છે. અને પોતાના પર્ફોમન્સના આધારે તેમના પગારમાં વધારો ઘટાડો કરે છે.

image source

જો કે મોટે ભાગે તો કર્મચારી પર જ વિશ્વાસ કરીને બધું છોડી દેવામા આવે છે તેમ છતાં કંપની એટલું ધ્યાન તો ચોક્કસ રાખે છે કે અન્ય કંપનીઓ આ જ પ્રકારનું કામ કેટલા રૂપિયા આપીને કરાવવામાં આવે છે. અને કર્મચારીની પોતાની પણ એ જવાબદારી રહે છે કે તે પોતાના પર્ફોમન્સ પ્રમાણે જ પગારની ડીમાન્ડ કરે. તેમજ કંપની પણ તેમનો પગાર ચૂકવી શકે છે તે પણ તેમણે વિચારવાનું રહે છે. પોતાના પગાર વધારાવડાવતા પહેલા કર્મચારીઓ પોતે પણ પોતાના સાથી કર્મચારીઓના ઓપિનિયન પણ લેતા હોય છે અને બધા જ પાસાઓનો વિચાર કર્યા બાદ જ પગાર ફાઈનલ કરવામાં આવે છે.

તાજેતરમાં જ 2019ની એ કંપનીઓનું લીસ્ટ બહાર પાડવામાં આવ્યું જે તેમના કર્મચારીઓ માટે સ્વર્ગ સમાન છે. તો જાણી લો કઈ છે આ કંપનીઓ.

સાઉથ વેસ્ટ એરલાઇન્સ

image source

આ એક અમેરિકન ટ્રાન્સ્પોર્ટેશન કંપની છે જેનું લક્ષ તેમના ગ્રાહકોને સમર્પિત થઈને તેમને ઉચ્ચ ક્વોલોટીની ગ્રાહક સેવાઓ પ્રદાન કરવાનું છે આ કંપનીને 4.4નુ રેટીંગ મળ્યું છે.

લુલુ લેમન

image source

આ કંપની વસ્ત્રોની કંપની છે. જે 1998માં કેનેડામાં સ્થાપિત કરવામાં આવી હતી. આ એક એથલેટિક એપેરલ કંપની છે જેમાં યોગા, એક્સરસાઇઝ, દોડ, વિવિધ જાતની રમતોની ટ્રેનીંગ વખતે પહેરવામાં આવતા વસ્ત્રોનું ઉત્પાદન કરવામાં આવે છે. તેને પણ 4.4નું રેટીંગ આપવામાં આવ્યું હતું.

ગુગલ

image source

ગુગલ શું કરે છે તે દુનિયાનો બચ્ચો બચ્ચો જાણે છે માટે તેની કોઈ ઓળખ આપવાની જરૂર નથી. ગુગલને પણ 4.4નું રેટીંગ આપવામાં આવ્યું છે.

ફેસબુક

image source

ફેસબુક આપણે જાણીએ છીએ તેમ એક સોશિયલ મિડિયા એપ્લીકેશન અને વેબસાઇટ છે. તે દુનિયામાં અબજો સભ્યો ધરાવે છે અને તે દ્વારા સેંકડો કરોડોની કમાણી કરે છે. ફેસબુકમાં કામ કરવું એટલે કોઈ સ્વર્ગમાં કામ કરવા જેવો અનુભવ છે. તેને 4.5નું રેટીંગ આપવામાં આવ્યું છે.

બેઈન એન્ડ કંપની

image source

આ એક મેનેજમેન્ટ કન્સલ્ટીંગ કંપની છે. અહીંના કર્મચારીઓને તેમના ગ્રાહકો પર પારદર્શક પ્રભાવ પાડવા માટે ટ્રેઈન કરવામા આવે છે. એક કર્મચારી તરીકે આ કંપની દુનિયાની સૌથી ઉત્તમ કંપની છે. જેને 4.6નું રેટીંગ આપવામાં આવ્યું છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ