જ્યારે પણ કોઈ છોકરી કોઈ છોકરા સાથે લગ્ન કરે છે તો તેની કોશિશ આ જ રહે છે કે તે પોતાના માટે એક પરફેક્ટ જીવનસાથી પસંદ કરે .દરેક છોકરીનાં મગજમાં આ પરફેક્ટ છોકરાની ઈમેજ પહેલાથી જ હોય છે .જોકે ઘણીવાર તમારા મન મુજબ છોકરો મળવો મુશ્કેલ પણ થઈ જાય છે.પછી તમે જે છોકરાને પસંદ કરો તેને પણ તમે પસંદ આવવા જોઈએ .આવામાં પરફેક્ટ છોકરાની શોધ ખૂબ મુશ્કેલ થઈ જાય છે .આજ વાતનાં ચાલતા એક છોકરીએ ખૂબ અજીબ અને અનોખો પ્રકાર કાઢ્યો છે.આ છોકરી પોતાનાથી લગ્ન કરનાર છોકરાને દહેજમાં સોનાની કાર અને એક હજાર કરોડ રૂપિયા આપવા તૈયાર છે.