જલ્સા કરોને જેંતીલાલ

કમાલનો છે આ ઉપાય, લાખો લોકોએ આ ઉપાયથી કર્યા સફેદ વાળને કાળા

આજકાલ દરેક લોકો સ્કીનની સાથે સાથે વાળની સુંદરતાને પણ મહત્વ આપી રહ્યા છે. તેમ છતાં વ્યસ્ત લાઈફસ્ટાઈલ, જંકફૂડ અને પ્રદૂષણના કારણે તમારા વાળ પર તેની અસર થતી હોય છે. અનેક પ્રકારની પ્રોડક્ટ્સના ઉપયોગથી તમારા વાળ થોડા સમય બાદ ફરીથી સફેદ થઈ જાય છે. અને ફરીથી તમારે કલરનો ઉપયોગ કરવો પડે છે. વાળની દેખરેખ વ્યક્તિના વાળના પ્રકાર પર અસર કરે છે. દરેક વ્યક્તિના વાળ એક સરખા હોતા નથી. કોઈના વાળ કડક હોય છે તો કોઈના સિલ્કી, કોઈના શુષ્ક અને કોઈના કર્લી તો કોઈના વાળ ઓઈલી હોય છે. આ દરેક પ્રકારના વાળ માટે અલગ અલગ ટ્રીટમેન્ટની જરૂર રહે છે. એકસરખી ટ્રીટમેન્ટથી વાળને તમે સારા રાખી શકશો નહીં.

image source

આજકાલ ઉંમરમાં ટાલિયાપણું અને સાથે જ વધારે પડતા વાળ ખરવાની સમસ્યા આવી રહી છે. ટાલિયાપણાના કારણે કોઈ પમ વ્યક્તિ પોતાની ઉંમરથી વધારે મોટો દેખાય છે. આ સાથે એક વાર વાળ ખરવાનું શરૂ થાય છે તો પછી તેને રોકવાનું કામ મુશ્કેલ બને છે.

image source

વાળને સુંદર બનાવવા માટે અનેક લોકો ખાસ પ્રકારના વિવિધ હેર બ્યૂટી પ્રોક્ટનો ઉપયોગ કરે છે. ટાલિયાપણાના કારણે કોઈ પણ વ્યક્તિ પોતાની ઉંમરથી મોટો દેખાય છે અને સાથે શરમમાં પણ મૂકાય છે. ક્યારે હેર બ્યૂટી પ્રોડક્ટ્સ અને હેર જેલનો ફાયદો પણ જોવા મળે છે. આજે વાત કરી રહ્યા છીએ સફેદ વાળની સમસ્યાની. પહેલાં 40-45ની ઉંમરે વાળ સફેદ થવાનું શરૂ થતું હતું અને તે થોડોઘણે અંશે પ્રાકૃતિક પણ હતું. પરંતુ હવે તો વાળનું સફેદ થવું એ એક સમસ્યા બની છે.

આજકાલ તો 20-25 વર્ષના વ્યક્તિના માથામાં પણ તમને સફેદ વાળ જોવા મળે છે. પણ આ હવે શરમનો વિષય રહ્યો નથી. આ સફેદ વાળને છૂપાવવા માટે લોકો ડાઈ કે કલરની મદદ લેવા લાગ્યા છે. આ એકમાત્ર વિકલ્પ પણ બની ચૂક્યો છે. કેટલાક ઘરેલૂ નુસખાની મદદથી પણ તમે તમારા સફેદ વાળને કાળા કરી શકો છો. તેનાથી તમને પ્રોડક્ટ્સની સરખામણીએ નુકસાન થવાનો ડર ઓછો રહે છે. તો જાણો કયા ખાસ ઘરેલૂ ઉપાયો છે જેની મદદથી તમે જાતે જ ઓછા ખર્ચે સફેદ વાળને કાળા કરી શકો છો.

image source

કાચું પપૈયું લો અને તેને પીસીને તેની પેસ્ટ બનાવી લો. અઠવાડિયામાં 2-3 વાર તેને વાળ પર લગાવો. દસથી પંદર મિનિટ સુધી આ પેસ્ટ લગાવેલી રાખો. આ પછી તેને ઘોઈ લો. આ ઉપાયથી વાળ ખરતા બંધ થાય છે અને વાળમાં ડેન્ડ્રફ પણ થતું નથી અને સફેદ વાળ કાળા થવા લાગે છે.

image source

આ સિવાય તલનું તેલ વાલ માટે સારું માનવામાં આવે છે. તેનું સેવન પણ લાભદાયી રહે છે. ભોજનમાં તમે આ તલના તેલનો ઉપયોગ કરો છો તો પણ તમારા વાળ કાળા રહે છે. આ સિવાય તમે આ તેલને થોડું હૂંફાળું ગરમ કરીને તેને વાળના મૂળમાં લગાવો. તેનાથી તમારા વાળને કાળા કરવામાં તમને સફળતા મળશે. આ સિવાય તમારા વાળનો ગ્રોથ પણ સારો રહે છે અને વાળ ઓછા ખરે છે.

image source

સફેદ વાળને કાળા કરવા માટે તમે કાળા મરીનો પણ ઉપયોગ કરી શકો છો. આ માટે કાળા મરીને પાણીમાં ઉકાળી લો અને તે પાણીને ઠંડું થવા દો. આ પાણીથી વાળ ધોઈ લો. અઠવાડિયામાં 2-3 વાર આવું કરવાથી સફેદ વાળ કાળા થવા લાગે છે.

તો હવેથી તમે જ્યારે પણ સફેદ વાળને કાળા કરવા કલર કરવાનું વિચારો છો તો તમારે આ ઘરેલૂ ઉપાયો અજમાવી લેવા. તેમાં તમે ઓછા ખર્ચે અને સાઈડ ઈફેક્ટ વિના તમારા વાળને સરળતાથી કાળા કરી શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ

Exit mobile version