આ છે દુનિયાનું એવું શહેર કે જ્યાં રહેતાં દરેક વ્યક્તિ પાસે છે પોતાનું વિમાન! ગમે તે કામ હોય વિમાન લઈને જ જવાનું

માણસ ધીમેધીમે પોતાનાં રોજીંદા જીવનમાં ટેક્નોલજીનો ભરપૂર ઉપયોગ કરવા લાગ્યો છે. ટેક્નોલોજીના ઉપયોગથી વધારે સારી સુવિધાઓની મદદથી કામ પણ સરળતાથી થઈ શકે છે અને સમય પણ બચી શકે છે. આ વચ્ચે તાજેતરમાં ટેક્નોલોજીનો ભરપૂર ઉપયોગ કરતું એક શહેર ચર્ચામાં આવ્યું છે. કદાચ તમે એવા શહેર વિશે સાંભળ્યું હશે કે શહેરમાં રહેતાં દરેકની પાસે તેમની પોતાની કાર છે. પરંતુ શું તમે ક્યારેય એવું શહેર સાંભળ્યું છે કે જ્યાં રહેતા દરેક વ્યક્તિનું પોતાનું વિમાન હોય.

प्रतीकात्मक तस्वीर
image source

આનાથી પણ વધારે નવાઈની વાત એ છે કે આ શહેરના લોકો ઓફિસે જવાથી માંડીને સામાન્ય કામકાજ માટે પણ તેમના વિમાનનો ઉપયોગ કરે છે. આ સંભાળતા કદાચ તમને નવાઈ લાગશે કે આવું હકીકતમાં પણ શક્ય છે ખરું!!. અહીં જે શહેરની વાત થઈ રહી છે તે અમેરિકામાં આવેલું છે. આ શહેરને વિમાનોનું શહેર કહેવું કંઈ ખોટુ નથી. આ વિમાનોનું શહેર અમેરિકાના કેલિફોર્નિયામાં છે. આ શહેરમાં રહેતા મોટાભાગના લોકો પાયલોટ છે. આથી અહીંના દરેક વ્યક્તિ પાસે વિમાન હોવું સામાન્ય વાત બની ગઈ છે.

प्रतीकात्मक तस्वीर
image source

વાત કરીએ આ શહેર વિશે તો આ શહેરમાં ડોક્ટરો, વકીલો પાયલોટ વગેરે પ્રોફેશનલવાળા લોકો રહે છે. નવાઈની વાત એ છે કે આ બધા જ લોકો વિમાન રાખવાના શોખીન છે. જાણવા મળી રહ્યું છે કે આ શહેરમાં રહેતા લોકોને વિમાનોનો એટલો શોખ છે કે દર શનિવારે સવારે દરેક લોકો ભેગા થાય છે અને સ્થાનિક એરપોર્ટ સુધી જાય છે. અહીંના લોકો માટે વિમાન હોવું તે સામાન્ય વાત થઈ ગઈ છે. જે રીતે કારની માલિકી હોય તે રીતે ત્યાં વિમાનની માલિકી હોવી નજીવી વાત બની ગઈ છે.

घर के सामने खड़ा विमान
image source

આ શહેરના ફોટોમાં કોલોનીની ગલીઓમાં અને લોકોના ઘરની આગળ વિમાનો પડેલાં જોઇ શકાય છે. વિમાનની વેગન મૂકવામાં આવે છે તે જગ્યાને હેંગર તરીકે ઓળખાય છે. મળતી માહિતી મુજબ આ શહેરના રસ્તાઓ પણ ઘણાં પહોળા જોવા મળે છે. આના પાછળ પણ એક કારણ છે કે રસ્તા પહોળાં હોવાથી પાયલોટ તેનો ઉપયોગ રન-વે તરીકે કરી શકે. આ સિવાય આ શહેરમાં વિમાનોની પાંખોને નુકસાન ન થાય તે માટે રસ્તાના ચિહ્નો અને લેટરબોક્સેસ સામાન્ય કરતા ઓછી ઉચાઇએ રાખવામાં આવ્યા છે.

हैंगर में खड़े विमान
image source

તમને જાણીને આશ્ચર્ય થશે કે આ શહેરમાં શેરીનાં નામ પણ વિમાનોના નામ પરથી જ રાખવામાં આવ્યા છે. જેમ કે ત્યાંનાં એક રોડનું નામ બોઇંગ રોડ છે જે વિમાનો સાથે પણ સંકળાયેલ શબ્દ છે. આ શહેરની તસવીરોમાં જોઈ શકાય છે કે દરેક ઘરની આગળની બાજુએ મોટી જગ્યા છે જ્યાં એક વિમાન પડેલું છે. મળતી માહિતી મુજબ બીજા વિશ્વયુદ્ધ પછી યુ.એસ.એ વિમાનના સંચાલનને મોટો વેગ આપ્યો છે. આ કામગીરીના ભાગરૂપે આ માટે દેશમાં ઘણા વિમાનમથકો પણ બનાવવામાં આવ્યા છે.

प्रतीकात्मक तस्वीर
image source

વાત કરીએ અગાઉનાં આંકડાઓની તો 1939માં ત્યાં પાયલોટની સંખ્યા 34,000 હતી. આ પછી 1946 સુધીમાં વધીને 4,00,000 કરતા વધારે થઈ ગઈ હતી. આ રીતે યુ.એસ. નાગરિક ઉડ્ડયન ઓથોરિટીએ દેશમાં રહેણાંક વિમાની મથકોના નિર્માણની દરખાસ્ત કરી હતી. જાણવા મળી રહ્યું છે કે આ પાછળ તેમનો હેતુ નિવૃત્ત લશ્કરી પાયલોટનું આયોજન કરવાનું હતું. ચારે તરફ વિમાનોના આ શહેરનાં ફોટા જોઇને લોકો નવાઈ પામી રહ્યાં છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!