આ ચાર સવાલના જવાબ હશે તમારી પાસે તો તમને સફળ થતા કોઈ રોકી નહિ શકે…

વર્તમાન સમયમાં તમે લોકોએ તો જોયું જ હશે વધારે ભાગનાં લોકો પૈસા કમાવવાનાં ચક્કરમાં ખૂબ તનતોડ મહેનત કરે છે પરંતુ એ લોકોને પોતાની મહેનત પ્રમાણે ફળની પ્રાપ્તિ નથી થઈ શકતી વ્યકિતને અમુક કામમાં સફળતા તો પ્રાપ્‍ત થઈ જાય છે પરંતુ અમુક કામમાં તેને અસફળતાનો સામનો કરવો પડે છે જો તમે ઈચ્છો છો કર તમારી સફળતાનાં ટકા વધી જાય તો આજ અમે તમને આચાર્ય ચાણક્યજી દ્વારા જણાવવામાં આવેલી અમુક એવી નિતીઓ વિશે જાણકારી આપવાનાં છીએ જેનું ધ્યાન રાખીને તમે તમારા વધારેભાગનાં કામમાં સફળતા મેળવી શકો છો જો તમે તમારા કાર્યમાં સફળ થઇ જશો તો સામાન્ય વાત છે કે તમને પૈસા સંબંધિત લાભ પણ પ્રાપ્‍ત થશે આ પ્રકાર તમે ધનનો સંચય કરવામાં સફળ રહેશો.


આચાર્ય ચાણક્યજી પોતાના જમાનામાં ખૂબ જ સારા નિતીકાર થયા કરતા હતા તેમને જે વાતો પોતાની નિતીમાં જણાવી છે તે વર્તમાન સમયમાં સત્ય પુરવાર થઈ રહી છે જે માણસ તેના દ્વારા જણાવેલી નિતી પર અમલ કરે છે તો તેને ક્યારેય પણ પરાજયનો સામનો નથી કરવો પડતો અા એજ ચાણક્ય હતા જેમને એક સામાન્ય બાળકને મગધનાં રાજા બનાવી દીધા હતા આ બાળકનું નામ ચંદ્રગુપ્ત હતું.

આવો જાણીએ વ્યકિતને ક્યા પ્રશ્નોનાં જવાબ ખબર હોવા જોઈએ

૧. આ સમય કેવો છે


આચાર્ય ચાણક્યજીનું એમ કહેવું છે કે તેજ વ્યકિત સમજદાર અને સફળ હોય છે જેને આ પ્રશ્નનો જવાબ ખ્યાલ રહે છે કે આ સમય કેવો છે? દરેક સમજદાર વ્યકિત આ વાતને સારી રીતે જાણે છે કે વર્તમાન સમય કેવો ચાલી રહ્યો છે અત્યારનો સમય સુખનો છે કે પછી દુ:ખનો છે?સમજદાર માણસ આના આધાર પર કામ કરે છે જો વ્યકિતનાં જીવનમાં સુખનાં દિવસો ચાલી રહ્યા છે તો તે સારા કાર્ય કરતો રહે છે હો વ્યકિતનાં જીવનમાં દુ:ખનાં દિવસો ચાલી રહ્યા છે તો તેને પોતાના કાર્યો સાથે સાથે ધીરજ જાળવી રાખવી જોઇએ જો વ્યકિત દુ:ખનાં દિવસોમાં ધીરજ ગુમાવી બેસે તો તેનું ખરાબ પરિણામ ભોગવવું પડી શકે છે.

૨ આપણો મિત્રો કોણ છે


આચાર્ય ચાણક્યજીનું કહેવું છે કે વ્યકિતને હમેંશા આ વાતની જાણકારી હોવી જોઈએ કે તેના સાચા મિત્રો કોણ કોણ છે અને મિત્રોનાં રૂપમાં શત્રુ કોણ છે કારણ કે વ્યકિત પોતાના શત્રુઓ થી સારી રીતે પરિચીત હોય છે અને તેનાથી બચીને પોતાના દરેક કાર્ય પૂરા કરે છે પરંતુ જો તમારો કોઈ શત્રુ મિત્રનાં રૂપમાં છે તો તેને ઓળખવો ખૂબ જ આવશક્યક છે જો તમે મિત્રનાં રૂપમાં શત્રુને નહિ ઓ ળખી શકો તો તમારા દ્વારા કરવામાં આવેલા બધા કાર્ય અસફળ રહેશે.

૩.આવક અને ખર્ચની સાચી જાણકારી


આચાર્ય ચાણક્યજીએ પોતાની નિતીઓ માં આ વાતનો ઉલ્લેખ કર્યો છે કે સમજદાર વ્યકિત તે જ હોય છે જે પોતાની આવક અને ખર્ચાની સાચી જાણકારી રાખે છે હમેંશા વ્યકિતએ પોતાની આવક પ્રમાણે જ ખર્ચ કરવો જોઈએ જે વ્યકિત આવકથી વધારે ખર્ચ કરે છે તેને પોતાના જીવનમાં મુશ્કેલીઓ જ મળે છે જો તમે પોતાની આવકથી ઓછો ખર્ચ કરશો તો થોડું થોડું જ ભલે પરંતુ તમારુ ધન એકત્રિત થતુ રહેશે જે તમને ક્યારેક ને ક્યારેક કામ જરૂર આવી શકે છે.

૪.આ દેશ કેવો છે


દરેક વ્યકિતને આ વાતની જાણકારી હોવી જોઈએ કે જે દેશમાં તે કામ કરી રહ્યો છે તે દેશ કેવો છે? એ સ્થાન,એ શહેર અને ત્યાંની હાલત કેવી છે?તેની સાથે કામ કરી રહેલા લોકો કેવા છર?જો તમે આ બધી વાતોનું ધ્યાન રાખતા પોતાનું કાર્ય કરશો તો તમને સફળતા જરૂર પ્રાપ્‍ત થશે.