જલ્સા કરોને જેંતીલાલ

આ બોલીવૂડ અભિનેતાએ અત્યારસુધીમાં સમાજકલ્યાણ હેતુએ 97 કરોડ રૂપિયાનું દાન કર્યું છે ! જાણો તેના પૂણ્ય કાર્યો વિષે !

તાજેતરમાં અક્ષયકુમારે આસામના પૂરપિડિતોને રાહત આપવા માટે રૂપિયા બે કરોડનું દાન કર્યું હતું. જેના કારણે તેને સોશિયલ મિડિયા પર ખુબ બિરદાવવામાં આવ્યો. પણ બીજો પણ એક સ્ટાર છે જે અત્યાર સુધી ચુપચાપ દાન કરતો આવ્યો છે અને લોકોને તેની ખબર પણ નથી.

આ અભિનેતા બીજુ કોઈ નહીં પણ કરોડો લોકો જેના દિવાના છે તે સલમાન ખાન છે. આપણે બધા સારી રીતે જાણીએ છીએ કે સલમાન ખાન બિંગ હ્યુમન નામની સંસ્થા ચલાવી રહ્યો છે. આ ટ્રસ્ટ હેઠળ તેણે અત્યાર સુધીમાં રૂપિયા 97 કરોડનું દાન કર્યું છે અને ટુકં જ સમયમાં આ આંકડો 100 કરોડને પાર કરી જવાનો છે. તો ચાલો જાણીએ કે સલમાને અત્યાર સુધીમાં ક્યાંક્યાં દાન કર્યું છે.

સ્વાસ્થ્ય ક્ષેત્રે

સલમાન ખાને 2007માં બીંગ હ્યુમન નામની સંસ્થા સ્થાપી હતી અને ત્યારથી તે દર વર્ષે પોતાની કમાણીમાંનો મોટાભાગનો હિસ્સો આ સંસ્થામાં ફાળવે છે જે લગભગ દર વર્ષે 5 કરોડથી માંડીને 20 કરોડ સુધીનો હોય છે. આ સંસ્થા દ્વારા તે સમાજ કલ્યાણના ઘણાબધા અભિયાનો ચલાવે છે. આ સંસ્થા કેન્સરની જીવલેણ બિમારીઓના દર્દીઓની સારવારમાં મદદ કરે છે. આ ઉપરાંત હૃદય રોગ ધરાવતા બાળકોને પણ આ સંસ્થા દાન કરે છે.

આ ઉપરાંત તેણે ફ્રી આઈ કેમ્પ્સ પણ લગાવ્યો હતો જેથી કરીને આંખના ઓપરેશનમાં મદદ થઈ શકે તેમજ તેણે અગાઉ બોન મેરો ડોનરનો રજિસ્ટ્રેશન કેમ્પ પણ મુંબઈમાં શરૂ કર્યો હતો. 2010માં તેણે પોતે પણ બોન મેરો ડોનેટ કર્યો છે.

શીક્ષણ ક્ષેત્રે

સલમાન ખાન માટે શીક્ષણનું એક આગવું મહત્વ છે તે પોતાની આ સમાજ કલ્યાણ સંસ્થા દ્વારા દર વર્ષે 700થી 800 બાળકોને મફત શીક્ષણ પુરુ પાડે છે. તે જરૂરિયાત મંદ બાળકોને ભણાવીને તેમનું ભવિષ્ય ઉજ્જ્વળ બનાવવા માગે છે.

એક વખત રાત્રે જ્યારે પાર્ટીમાંથી તે ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે તેણે રસ્તાઓ પર કેટલાક બાળકોને કલરીંગ બૂક્સ વેચતા જોયા હતા. પણ તે વખતે તની પાસે ક્રેડીટ કાર્ડ સિવાય કંઈજ ન હોવાથી તેણે પોતાના બોડીગાર્ડ પાસેથી રૂપિયા લઈને આ બધા જ બાળકોના પુસ્તકો ખરીદી લીધા હતા અને તે દરેકના અભ્યાસ માટે તેની સંસ્થાએ તે બાળકોને સ્પોન્સર પણ કર્યા હતા.

કુદરતી હોનારત ક્ષેત્રે

આજે સમગ્ર ભારતમાં દર વર્ષે ક્યાંકને ક્યાંક તો અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિ થતી જ રહે છે. ગયા વર્ષે પણ કેરાલામાં પૂર આવ્યું હતું જેના કારણે કેરાલાને કરોડો રૂપિયાનું નુકસાન થયું હતું અને કંઈ કેટલાએ જીવનો ભોગ આપવો પડ્યો હતો. આ પૂરપિડિતોને પણ સલમાન ખાને રૂપિયા 12 કરોડનું દાન કર્યું હતું.

વિકલાંગો માટે

સલમાન ખાન બાળકોને શિક્ષણ તો પુરુ પાડે જ છે પણ તે વિકલાંગો માટે પણ કોઈ મસીહાથી કમ નથી. તેની સંસ્થાએ અત્યાર સુધીમાં 3500 વિકલાંગોને ટ્રેનીંગ આપી છે. તેમાંથી લગભગ 3000 વિકલાંગોને તો નોકરી પણ મળી ગઈ છે. તેની આ યોજનાને વીર પહેલ નામ આપવામાં આવ્યું છે.

બિંગ હ્યુમન વસ્ત્રોના વેચાણની આવકતો ઉપયોગ

તમને જણાવી દઈએ કે બિંગ હ્યુમન બ્રાન્ડના જે વસ્ત્રોનું વેચાણ સલમાન ખાન કરે છે તેમાંથી મળતા નફામાંથી મોટા ભાગની રકમનુ તે દાન કરે છે. થોડા સમય પહેલાં સલમાન ખાનને કપડા વેચીને નફો કમાવવા માટે સોશિયલ મિડિયા પર ટ્રોલ કરવામાં આવ્યો હતો પણ તે લોકો તે નહોતા જાણતા કે 2016માં બિંગ હ્યુમન મર્ચન્ડાઈઝમાંથી થયેલી 300 કરોડની આવકનો ઉપયોગ સદ્કાર્યમાં થયો હતો.

આ ઉપરાંત પણ સલમાનખાન અવારનવાર નાના મોટા દાન કરે છે જેમ કે દુકાળ દરમિયાન તેણે મહારાષ્ટ્રમાં પણ ઘણી મદદ કરી હતી તો વળી કાશ્મિરમાં જ્યારે પૂર આવ્યું ત્યારે ત્યાં પણ સેંકડો બ્લેન્કેટનું દાન કર્યું હતું.

સલમાનખાનના સતકાર્યોનું લિસ્ટ તો અનનંત છે. પણ તમને જણાવી દઈએ કે સલમાનખાનને રૂપિયામાં કંઈ ખાસ રસ નથી. તેની બહેન અલવિરા ખાને એક ઇન્ટવ્યુમાં જણાવ્યું હતું, “સલમાનને પોતાને નથી ખબર કે તેની પાસે કેટલી સંપત્તિ છે. તેણે પોતાના માટે એટર્નીઓની એક ટીમ હાયર કરી છે અને તે લોકો જ સલમાન ખાન વતિ ચેક સાઈન કરે છે. કારણ કે તે રૂપિયાની બાબતથી દૂર રહેવા માગે છે.”

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ

Exit mobile version