જીવન સંગીની…. પતિને ખરા અર્થમાં મોતના મોંમાથી એટલે કે જ્વાળામુખીના મુખમાંથી બચાવી લાવી પત્ની

આપણે ભલે આપણી સંસ્કૃતિ આપણી સંસ્કૃતિનું રટણ કરતા રહીએ પણ વાસ્તવમાં પ્રેમની કોઈ સંસ્કૃતિ હોતી નથી. આપણે અહીં પત્નીને પતિની અર્ધાંગીની કહેવામાં આવે છે એટલે કે પતિનું અરધું અંગ અહીં આપણે શબ્દને નથી પકડવાનો પણ તેમાં રહેલા મર્મને સમજવાનો છે. અર્ધાંગિની એટલે પતિની ભાગીદાર, પતિના સુખ, પતિના દુખ બન્નેની ભાગિદાર એટલે અર્ધાંગિની.

આ ભલે આપણી ભારતીય સંસ્કૃતિનો શબ્દ હોય પણ આ શબ્દને સાર્થક બનાવ્યો છે આ વિદેશી પત્નીએ.

આ અમેરિકન પતિ-પત્નીનું નામ છે ક્લેટન ચેસ્ટેઇન અને એકિમી ચેસ્ટેઇન. ક્લે અને એકિમી છેલ્લા કેટલાક સમયથી એક બીજાને ડેટ કરી રહ્યા હતા અને ગયા વર્ષે ક્લેએ એકીમીને પ્રપોઝ કર્યું હતું. અને આ જુલાઈમાં જ બન્ને એક બીજા સાથે લગ્નગ્રંથીથી જોડાયા.

લગ્ન કર્યા બાદ તેમણે હનીમૂન માટે જવાનું નક્કી કર્યું. હનીમૂનમાં પણ તેમને તો સાહસ જ કરવું હતું. ક્લેને હાઈકીંગનો ભારે શોખ એકીમીને પણ હાઇકીંગ એટલે કે પહાડો ચડવાનો શોક છે પણ ક્લે તેના કરતાં થોડો વધારે ઉત્સાહિ.

બન્નેએ હનીમૂન માટે કેરેબિયનમાં આવેલા સેઇન્ટ્સ કીટ ખાતે ફરવા જવાનું નક્કી કર્યું. હનીમૂન દરમિયાન તેઓ અહીં આવેલા માઉન્ટ લિઆમુઇગા પર હાઈકીંગ કરવા ગયા. આ પર્વત પર એક જ્વાળામુકી પણ આવેલો છે. એકીમી તો પહાડ ચડીને થાકી ગઈ હતી તેણે થોડો આરામ કરવાનું નક્કી કર્યું. પણ ક્લે ભારે ઉત્સાહિ હતો. તેને તો જ્વાળામુખી જોવો હતો.

એકીમી એક જગ્યાએ પોરો ખાવા બેસી ગઈ અને ક્લે થોડો આગળ ગયો અને જ્વાળામુખીના મુખમાં ડોકીયું કર્યું તેને તેની નીચે ઉતરીને ત્યાંનો નજારો જોવાનું મન થયું. જ્વાળામુખીમાં ઉતરાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. પણ ત્યાં સામાન્યરીતે કોઈ ઉતરતુ નહોતું અને ત્યાં બાંધવામા આવેલા દોરડા પણ વર્ષો પહેલા બાંધવામાં આવ્યા હતા. પણ ક્લેટનને તો અંદર જાંખવું જ હતું તે ધીમે ધમે દોરડાના આધારે નીચે ઉતરવા લાગ્યો પણ તેણે જે દોરડાનો આધાર લીધો હતો તે છૂટી ગયું અને તે 40થી 70 ફૂટ ઉંડે ગબડી ગબડીને પડ્યો.

એકીમીએ નજર સામે પોતાના પતિને જ્વાળામુખીમાં પડતો જોયો. એક ક્ષણતો તેને કંઈ જ ન સૂજ્યું. આજુ બાજુ કોઈ જ નહોતું તે મદદ પણ કેવી રીતે મેળવે. ઉપરથી પહાડના આ વિસ્તારમાં સિગનલ પણ વીક હતું તે 911 પર ફોન કરીને પણ મદદ મેળવી શકે તેમ નહોતી.

હવે એકીમીએ સ્થિતિ પોતાના હાથમાં લેવાનું નક્કી કર્યું. અને નીચે ઉતરીને જાતે જ પતિને બચાવવાનું નક્કી કર્યું. ધીમે ધીમે તે ક્લે પાસે પોહંચી ગઈ. તેણે જોયું તો તો તેના આશ્ચર્ય વચ્ચે ક્લેનું એક પણ હાડકું નહોતું ભાંગ્યું. કારણ કે જ્વાળામુખીની અંદરની બાજુ જે વનસ્પતિ ઉગી હતી તે પોચી પોચી હતી જેના કારણે ક્લેનું એક પણ હાડકું નહોતું ભાંગ્યું.

જો કે તેણીને એટલો તો ખ્યાલ આવી જ ગયો હતો કે તે ગંભીર રીતે ઘવાયો હતો. કારણ કે તે ઉલટી કરી રહ્યો હતો. તેની આસપાસ શું થઈ રહ્યું હતું તેનું તેને જરા પણ ભાન નહોતું. તેમ છતાં તે ઉભો થઈ શકે તેવી હાલતમાં હતો તેટલી ભગવાનની મહેરબાની હતી.

પોતાના પતિને આ રીતે નિસહાય પડેલો જોઈ એકીમી હેબતાઈ ગઈ હતી. કારણ કે તે બન્ને તે જગ્યામાં સાવ જ એકલા હતા. મદદ મળવાની કોઈ જ આશા નહોતી. પણ તેણે જાતે જ પોતાના પતિને લઈને ઉપર ચડવાનું શરૂ કરી દીધું.

ક્લે અને એકિમિના બાંધામાં ઘણો તફાવત છે. ક્લે એક પડછંદ પુરુષ જ્યારે એકીમી નાજુક નમણી યુવતિ. તે ધીમે ધીમે પતિને ટેકો આપતી ઉપર ચડવા લાગી અને મદદ માટે એકધારી બૂમો પણ પાડતી રહી. બીજી બાજુ ક્લે બીચારો મહા પ્રયાસે પોતાની જાતને ભાનમાં રાખી શકતો હતો.

એકિમી ક્લેને એકધારું આશ્વાસન આપી રહી હતી કે આપણે ભગવાન પર વિશ્વાસ મુકવો પડશે અને અહીંથી બહાર નીકળવા માટે પ્રયાસ કરવો પડશે. છેવટે તેણી મહા પ્રયાસે પતિને ટેકો આપતી જ્વાળામુખીના મુખમાંથી બહાર લઈ આવી.

હજુ પણ તેમણે મેડિકલ હેલ્પ મેળવવાની હતી. ક્લેટને વચ્ચે લોહીની ઉલટી કરતાં એકિમી ગભરાઈ ગઈ હતી. તે ક્લેટનને થયેલી આંતરિક ઇજાની ગંભીરતા સમજી ગઈ હતી. અને છેવટે દોઢ એક કીલો મિટરના ઉતરણા બાદ તેણીને સિગનલ મળી ગયું. અને થોડાક જ સમયમાં ક્લેને દાક્તરી સારવાર મળી ગઈ.

એકિમી પોતાના આ અનુભવ વિષે જણાવે છે “આજે જ્યારે હું આ ઘટના વિષે વિચારું છું તો જાણે કોઈ ફિલ્મનો સિન હોય તેવુ લાગી રહ્યું છે. પણ મને ખુશી એ વાતની હતી કે ક્લે હોશમાં હતો કમસે કમ તે હલી શકે તેમ તો હતો જો કે તે શું કરી રહ્યો હતો તેનુ તેને કશું જ ભાન નહોતું. જો તેણે પ્રયાસ ન કર્યો હોત તો મને નથી લાગતું કે હું તેટલી મજબુત છું કે તેના 75 કીલોના ભારેખમ શરીરને હું તેટલું લાંબે સુધી ખેંચી શકી હોત. ખરેખર આ કોઈ ચમત્કાર જ હતો કે તે અભાન અવસ્થામાં પણ પોતાની જાતને આટલે સુધી ખેંચી શક્યો.”

ક્લે ધીમે ધીમે સાજો થઈ રહ્યો છે જો કે હજુ પણ તેને માથામાં દુખાવાની ફરિયાદ રહે છે અને તે તેની જમણા કાનની સાંભળવાની શક્તિ ખોઈ બેઠો છે. પણ આ ઘટનાએ બન્ને પતિ-પત્નીનો સંબંધ તો જાણે જન્મોજનમ માટે પાક્કો કરી દીધો છે.

ક્લેની સારવાર માટેના ખર્ચાને પહોંચી વળવા માટે એક નાનકડું ફંડ રેઇઝર કેમ્પેઇન પણ ચલાવવામાં આવ્યું જેમાં તેમના મિત્રો તેમજ કુટુંબીજનોએ 35000 ડોલર તેમને ભેગા કરી આપ્યા. જેના માટે તેમણે પોતાપોતાના ફેસબુક અકાઉન્ટ પર લોકોનો આભાર માનતી પોસ્ટ પણ શેયર કરી છે.

ક્લેટને પોતાના ફેસબુક અકાઉન્ટ પર હોસ્પિટલના બિછાનેથી લોકોને તેના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરવ બદલ આભાર માનતી પોસ્ટ શેયર કરી છે. “તેણે પોસ્ટમા પોતાની પત્નીનો આભાર માન્યો છે. સાથે સાથે ભગવાનનો પણ આભાર માન્યો છે કે તેને વધારે ઇજાઓ નથી થઈ.”

જ્યારે તેની પત્ની એકિમી ચેસ્ટેઇને પણ પોતાના ફેસબુક અકાઉન્ટ પર એક પોસ્ટ શેયર કરી છે. તેણીએ તેમાં પતિને સંબોધતા લખ્યું છે “હું તને ખુબ પ્રેમ કરું છું, અને આ એક ઉત્તમ વસ્તુ છે જે હું હંમેશા કરતી રહીશ…

પણ મહેરબાની કરીને હવે ક્યારેય મને તને જ્વાળામુખીમાંથી ખેંચવા માટે મજબૂર ન કરતો, ક્લેટન.”

તેણીએ વધારામાં પોતાના મિત્ર તેમજ કુટુંબજનો અને અજાણ્યા લોકો કે જેમણે ક્લેટનને સપોર્ટ કર્યો છે અને તેના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી છે તેમનો ખુબ આભાર માન્યો છે.

છેને એકિમી સાચ્ચા અર્થમાં ક્લેટનની અર્ધાંગીની !

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ