વિશ્વમાં આવી નોકરી કરનારા માત્ર 112 લોકો જ છે, કેવી છે આ નોકરી ?

આજે ભારતમાં લાખો કરોડો લોકો નોકરી કરે છે કેટલાક સરકારી નોકરીયાતો છે તો કેટલાક ખાનગી કંપનીઓ તેમજ પેઢી કે પછી નાના એકમેમાં નોકરીઓ કરે છે. અને તેમ છતાં હજુ પણ લાખો લોકો બેકાર ફરે છે. નોકરીઓ મળવી સરળ નથી રહી ખાસ કરીને એવી નોકરી જે તમારે લાયક હોય અને જેને તમે લાયક હોવ.

પણ કેટલીક નોકરીઓ એટલી રેર હોય છે કે તેના માટે માણસો શોધવા જવા પડે છે. આજે અમે તમને એવી જ નોકરી વિષે જણાવવા જઈ રહ્યા છીએ.

આ એક એવી ખાસ નોકરી છે કે જેને સમગ્ર વિશ્વમાં માત્ર 112 લોકો જ કરી રહ્યા છે. આ વ્યવસાય પાણીને ચાખવાનો છે. જેમ ઘણી બધી મોટી ખાદ્ય પદાર્થ ઉત્પન્ન કરતી કંપનીઓ પોતાની કંપનીના ખોરાકને ટેસ્ટ કરવા માટે લોકો રાખે છે તેવી જ આ નોકરી છે.

પણ અહીં તેણે કોઈ સોસ, પેસ્ટ્રી, કોલ્ડ ડ્રીંક જ્યુસ, વાઇન વિગેરે ટેસ્ટ નથી કરવાના પણ પાણીને ટેસ્ટ કરવાનું છે. આ એક નવું જ પ્રોફેશન છે. આજે શુદ્ધ પાણી એ વિશ્વની એક મોટી સમસ્યા છે અને તેનો લાભ લઈને કંઈ કેટલીએ કંપનીઓ પોતાના શુદ્ધ પાણીના પ્લાન્ટ લગાવી રહી છે.

ભારતમાં આવી માત્ર એક જ નોકરી છે. જેને ગણેશ ઐયર નામના વ્યક્તિ નિભાવી રહ્યા છે. ગણેશ ઐયર દેશના એકમાત્ર સર્ટિફાઈડ વૉટર ટેસ્ટર છે. જો કે તેઓ જણાવે છે કે નજીકના ભવિષ્યમાં આ ક્ષેત્રે બહોળી તકો ઉભી થવાની શક્યતા છે.

ગણેશ ઐયર વધારામાં જણાવે છે કે જ્યારે તેઓ લોકોને પોતાની નોકરી વિષે જણાવે અને એમ કહે કે તેમણે પાણી ટેસ્ટ કરવાનું કામ કરવાનું હોય છે તો લોકોને ખુબ આશ્ચર્ય થાય છે અને રમૂજ પણ ઉપજે છે. કારણ કે લોકોની કલ્પના બહારની આ જોબ છે.

તેઓ આ બાબતે પોતાની લાયકાત એટલે કે તેમણે જે સર્ટિફિકેટથી આ જોબ મેળવી હતી તે વિષે જણાવે છે કે તેમને તે વિષે 2010માં પહેલી વાર સાંભળવા મળ્યું હતું કે આવો પણ કોઈ કોર્સ અસ્તિત્વ ધરાવે છે. તેમને સૌ પ્રથમ તો કૂતુહલ થયું પણ ત્યાર બાદ તેમને તે કોર્સ કરવાનું મન થયું અને રસ પણ ઉત્પન્ન થયો અને તેમણે આ કોર્સ જર્મનીની Doemens academyin graefelfingમાં તેનો સર્ટિફિકેટ કોર્સ કર્યો.

પાણી આપણાં ઉપયોગમાં કહી શકીએ કે દિવસ દરમિયાન ઓછામાં ઓછા દર કલાકે આવે છે પણ ક્યારેય આપણે તેને આ નજરે નથી જોયું કે તેના વિષે વધારે વિચાર પણ નથી કર્યો પણ ગણેશ પાણીને સારી રીતે ઓળખે છે. તેઓ તેના વિવિધ ટેસ્ટ અને તે પ્રમાણેના તેના ફાયદાઓ વિષે જાણે છે.

તેમણે આ ક્ષેત્રે રોજગાર બાબતે જણાવ્યું હતું કે ભવિષ્યમાં એટલે કે 5-10 વર્ષમાં આ ક્ષેત્રે ઘણી મોટી સંખ્યામાં માંગ ઉભી થશે. હાલ ગણેશ ઐયર બેવરેજ કંપની veen ના ભારત તેમજ ભારતીય ઉપમહાદ્વીપના ઓપરેશન ડીરેક્ટર છે. જો તમારે પણ કેરિયર માટે એક નવો વિકલ્પ શોધવો હોય તો આ એક ઉત્તમ વિકલ્પ છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ