આ અભિનેત્રીને તમે આ અવતારમાં ક્યારેય નહિ જોઈ હોય, દમદાર પાત્ર ભજવવા માટે કરી રહી છે તડામાર તૈયારી..

ફિલ્મી અભિનેત્રીઓએ પણ અનેક કષ્ટો વેઠીને પાત્રો ભજવવા પડે છે, જયલલિતાના જીવન પર આધારિત આગામી ફિલ્મની તૈયારી રૂપે જુઓ કંગનાએ શું કર્યું… જુઓ, જયલલિતા બનવા માટે કંગના રનૌતને કેટલી તકલીફો સહન કરવી પડે છે…

image source

બોલિવૂડની ક્વિન અભિનેત્રી કંગના રનૌત દક્ષિણના દિવંગત નેતા જયલલિતાના જીવ પર આધારિત બાયોપિક ‘થલાઈવી’માં કામ કરી રહી છે. કંગના આ ફિલ્મ માટે સખત મહેનત કરી રહી છે. ફિલ્મમાં પોતાના પાત્રને વધુ સશક્ત બનાવવા માટે કંગના ભરતનાટ્યમની તાલિમ લઈ રહી છે અને તમિલ ભાષા પણ શીખી રહી છે. આખી રસપ્રદ વાત વિગતવાર જાણીએ.

image source

કંગના અને તેની ટીમ કરે છે બહુ મહેનત…

અભિનેત્રી કંગના રનૌત દિવંગત નેતા જયલલિતાની બાયોપિકની તૈયારીમાં આજકાલ ખૂબ જ વ્યસ્ત છે. તેની થોડા સમય પહેલાં આવેલી ફિલ્મ ‘જ્યુડિશિયલ હૈ ક્યા’ ફ્લોપ થયા બાદ હવે, કંગના તેની નવી ફિલ્મ પર સખત મહેનત કરી રહી છે. તાજેતરમાં જ કંગનાની એક તસવીર સોશિયલ મીડિયા પર બહુ વાયરલ થઈ રહી છે. આ તસવીરોને જોઈએ, તો ખ્યાલ આવશે કે તે ફિલ્મમાં પોતાના પાત્રને યોગ્ય ન્યાય આપવા કંગના પોતે અને તેના સહાયકો કેટકેટલી સમસ્યાઓનો સામનો કરી રહ્યાં છે.

આર્ટિફિશીયલ મેકઅપ થેરાપીનો થયો છે, આ ફિલ્મમાં ઉપયોગ…

image source

આ તસવીરો જોઈને ખબર પડે છે કે કંગના કૃત્રિમ મેકઅપની મદદથી જયલલિતાનો ગેટઅપ લેશે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી કંગના રાનૌતની આ તસવીરમાં તે પ્રોસ્થેટિક મેકઅપ કરતી જોવા મળી રહી છે. આ લુક ટેસ્ટ માટે કંગના બે દિવસ પહેલા લોસ એન્જલસ જવા રવાના થઈ હતી. કંગના રાનૌતના આ ખાસ પ્રકારના મેકઅપ પરથી અંદાજ લગાવી શકાય છે કે તે આ ફિલ્મ પ્રત્યે કેટલી ગંભીર છે.

કંગના હોલિવુડના મેકઅપ આર્ટિસ્ટ પાસે તેનો ટેસ્ટ કરાવવા પહોંચી…

image source

જો તમે તસવીરો જોશો તો તેના પરથી ખ્યાલ આવે છે કે તેના આખા ચહેરા પર લીલો રંગ લગાવાયો છે, જેના કારણે તેને શ્વાસ લેવામાં પણ તકલીફ થઈ રહી છે. હોલીવુડના મેકઅપ આર્ટિસ્ટ જેસન કોલિન્સ કંગનાની લુક ટેસ્ટ કરી રહ્યા છે. હોલીવુડના મેકઅપ આર્ટિસ્ટ જેસન કોલિન્સએ ઘણી મોટી ફિલ્મોમાં પોતાની કળાનું કૌશલ્ય બતાવ્યું છે. તેમણે હોલીવુડની જાણીતી ફિલ્મ કેપ્ટન માર્વેલ અને બ્લેડ રનર ૨૦૪૯ જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

શું છે આ બાયો પિક ‘થલાઈવી’?

image source

અત્યાર સુધીના મળેલા સમાચારો અનુસાર, જયલલિતાનાની બાયોપિક ‘થલાઈવી’નું શૂટિંગ દિવાળીની આસપાસ મૈસુરમાં શરૂ થશે. આ ફિલ્મમાં જયલલિતાનું પાત્ર ભજવવા કંગના ભરતનાટ્યમ અને તમિલ ભાષા પણ શીખી રહી છે. જયલલિતાની બાયોપિક ‘થલાઈવી’ તમિલ, તેલુગુ અને હિન્દી એમ ત્રણ ભાષાઓમાં તૈયાર કરવામાં આવી રહી છે. એવી માહિતી પણ છે કે કંગનાએ આ ફિલ્મમાં અભિનય કરવા માટે લગભગ ૨૦ કરોડ રૂપિયા લીધા છે.

image source

તાજેતરમાં એક કાર્યક્રમ દરમિયાન કંગનાએ કહ્યું હતું કે મને લાગે છે કે જયલલિતાના પાત્રને પડદા પર ભજવવું ખૂબ જ સારો અનુભવ રહેશે. અહીં આપને જણાવીએ કે દક્ષિણ ભારતીય કદાવરનેતા જયલલિથા, રાજનીતિમાં આવવા પહેલાં અભિનેત્રી હતાં. તેમની રાજનૈતિક અને અંગત જીવનને વણી લઈને બનાવવામાં આવતી આ ફિલ્મમાં તેમના જીવનના ઘણા જાણીતા તેમજ અજાણ્યા સ્વરૂપો જોવા મળશે એવું પણ અંદાજો લગાવી શકાય છે.

આ ફિલ્મમામ કંગનાનો ચહેરો દેખાશે જ નહીં…

image source

એક ઇન્ટરવ્યૂમાં કંગનાએ જણાવ્યું કે પ્રથમ વખત હું મારા દેખાવને સંપૂર્ણપણે અલગ રીતે બદલવા જઈ રહી છું. કંગનાએ વધુ વાતને આગળ વધારતાં કહ્યું હતું કે આવું પહેલીવાર બન્યું હશે કે જ્યારે હું કોઈ ફિલ્મ કરીશ પણ તેમાં મારો ચહેરો નહીં દેખાતો હોય. જે લોકો મારા પાત્રને પસંદ કરે છે, જ્યારે તેઓ ફિલ્મ જોશે, ત્યારે તેઓ મને પસંદ નહીં કરે, એવું મને લાગે છે. મારા માટે, તે ખૂબ જ અલગ અનુભવ હશે. અહીં ઉલ્લેખનીય છે કે કંગના પહેલા બોલીવુડના ઘણા કલાકારો કૃત્રિમ મેકઅપ કરી ચૂક્યા છે. આ કૃત્રિમ મેકઅપ પા, ૧૦૨ નોટઆઉટ, બદલા, ૨.૦ અને ફેન જેવી ફિલ્મોમાં પણ અગાઉ વપરાઈ ચૂક્યો છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ