આ અભિનેતાએ પોતાની ફિલ્મના 400 કર્મચારીઓને આપી સોનાની વીંટી ! જાણો આ દિલદાર અભિનેતાને !

સાઉથ ઇન્ડિયન ફિલ્મના રસિયાઓ આ અભિનેતાને સારી રીતે જાણતા હશે. તેનું નામ છે વિજય ચંદ્રશેખર. તે સાઉથનો સુપર સ્ટાર છે. હાલ તે એક ફિલ્મ પર કામ કરી રહ્યો છે જેનું નામ છે બિજિલ. તાજેતરમાં જ આ ફિલ્મનું શુટિંગ પૂર્ણ થયું હતું અને આ પ્રસંગે વિજયે પોતાની ફિલ્મના ક્રૂ મેમ્બર્સને સોનાની વીંટી ભેટરૂપે આપી છે જેના પર ફિલ્મનું નામ ઇંગ્લીશમાં કોતરવામાં આવ્યું છે.

તેની આ ભેટથી ફિલ્મના એક એક ક્રુ મેંમ્બરના મોઢા ચમચી ઉઠ્યા છે. એમ પણ કેમ ન ચમકે સોનાની ભેટ વળી કઈ વ્યક્તિને ન ગમે. સામાન્ય રીતે કોઈ સ્ટાર આવી ભેટો નથી આપતાં. ખાસ કરીને આટલા બધા લોકોને તો આપી હોય તેવું સાંભળવામાં નથી આવ્યું.

તમને જણાવી દેઈએ કે વિજયે માત્ર 18 વર્ષની ઉંમરમાં જ ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કરી દીધું હતું. તેના પિતા તમિલ ફિલ્મોના પ્રોડ્યુસર હતા. વિજયના નામે એક રેકોર્ડ છે કે તેની બધી જ ફિલ્મો હીટ ગઈ છે એક પણ ફ્લોપ નથી રહી.

આ ફિલ્મનું શુટિંગ 13મી ઓગસ્ટે પુર્ણ થયું હતું એટલે કે એક્ટર વિજયના ભાગનું શુટિંગ જ પૂર્ણ થયું છે હજું તો બીજુ શુટિંગ બાકી છે, પોસ્ટ પ્રોડક્શન બાકી છે આમ ફિલ્મને રિલિઝ થવાને તો હજુ વાર છે. જો કે વિજય પોતાની ફિલ્મના ક્રૂ મેમ્બરનો આભાર માનવા માગતો હતો અને તેના માટે તે કોઈ અનોખી રીત અપનાવવા માગતો હતો. અને તેણે આભાર માનવા માટે ક્રૂ મેમ્બર્સને સોનાની વીંટી ભેટ આપવાનું નક્કી કર્યું.

ફિલ્મના ઘણા બધા ક્રૂ મેમ્બર્સે વિજય દ્વારા આપવામાં આવેલી આ વીંટીની તસ્વીરો પોતાના સોશિયલ મિડિયા અકાઉન્ટ પર શેયર કરી છે.

આ ફિલ્મનું વિજયના ભાગનુ શુટિંગ તો પૂર્ણ થઈ ગયું છે અને હવે ફિલ્મની રિલિઝને બહુ વાર નથી. ફિલ્મને ઓક્ટોબરમાં રિલિઝ કરવાનું આયોજન છે. તમને જણાવી દઈએ કે આ ફિલ્મમાં બોલીવૂડ સ્ટાર જેકી શ્રોફ પણ મહત્વની ભુમિકા ભજવી રહ્યા છે. તેમજ ફિલ્મમાં એ આર રહેમાનના મ્યુઝિકને પણ ખુબ પસંદ કરવામાં આવ્યું છે. ફિલ્મનું એક ગીત તો પહેલેથી જ હીટ છે.

સામાન્ય રીતે તો સ્ટાર્સ પોતાના સ્ટાફને પ્રસંગોપાત ભેટો આપતા રહે છે પણ આટલી મોટી સંખ્યામાં આજ સુધી કોઈએ ભેટ નથી આપી. તમને જણાવી દીએ કે ગઈ દિવાળીના અવસર પર આલિયા ભટ્ટે પોતાના ડ્રાઈવર અને પોતાના ઘરમાં ઘરકામકરતી બાઈને મુંબઈમાં ઘર લેવા માટે 50 લાખ રૂપિયા ભેટ તરીકે આપ્યા હતા.

ઓપ્રા વિન્ફ્રેએ પણ પોતાન સ્ટાફને લાખોની ગિફ્ટ આપી હતી

ઓપ્રા વિન્ફ્રેએ પોતાની મેગેઝીન Oની દસમી જ્યંતિ પર સ્ટાફના દરેક સભ્યને એક આઈપે઼, ચામડાની એક બેગ, અને 10,000 ડોલર એટલે કે લગભગ રૂપિયા 7 લાખ નો ચેક થેંક્યુ ગીફ્ટ તરીકે આપ્યો હતો.

આ ઉપરાંત સેલિબ્રિટિ એકબીજાને પણ ઘણી ઘણી મોંઘી થેંક્યુ ગિફ્ટ આપતા રહેતા હોય છે.

ફિલ્મ ચેન્નેઈ એક્સપ્રેસનું નિર્માણનું કાર્ય પુર્ણ થયા બાદ શાહરુખ ખાને રોહિત શેટ્ટીને થેંક્યુ ગિફ્ટ તરીકે રૂપિયા 15 લાખની બાઈક ભેટ સ્વરૂપે આપી હતી.

હેરી પોર્ટર પુસ્તક સિરિઝની રાઈટરને આ પુસ્તકો પરથી ફિલ્મ બનાવતા સ્ટુડિઓએ થેંક્યુ ગીફ્ટ તરીકે 40 ડાયમન્ડવાળું બ્રેસલેટ ભેટ આપ્યું હતું જેની કીંમત લાખો ડૉલરની હતી.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ