આ ૮ લકી વસ્તુઓ ઘરમાં હશે તો દુર થશે પૈસાનો અભાવ અને આવશે સકારાત્મક ઉર્જા…

વાસ્તુ શાસ્ત્રમાં, પૈસાના અભાવને દૂર કરવા કેટલાક ઉપાયો આપવામાં આવ્યા છે. હંમેશાં ઘરમાં સકારાત્મક ઉર્જા ભરેલું વાતાવરણ ઊભું કરવામાં પણ વસ્તુ શાસ્ત્રમાં સૂચનો આપ્યાં છે. વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે આ પગલાં લઈને, સુખ, સંપત્તિ અને સમૃદ્ધિ આવે છે. જેમાં કેટલીક એવી વસ્તુઓ છે જેને ઘરમાં રાખવી ખૂબ આવશ્યક છે. જે તમારા દરેક કામમાં ગુડલક લાવે છે.


૧ પાણીની દિશા : વાસ્તુ શાસ્ત્રમાં, ઉત્તર દિશાને પાણીની દિશા તરીકે ગણવામાં આવે છે. આ દિશામાં, પાણીથી ભરેલું માટલું રાખવું જોઈએ. તેમજ દરરોજ એ ઘડાનું પાણી બદલવું પણ જોઈએ.

૨ મની પ્લાન્ટ : તમારા ઘરમાં મની પ્લાન્ટનો છોડ લાવીને મૂકો. વાસ્તુ વિજ્ઞાન અનુસાર, દક્ષિણપૂર્વને મની પ્લાન્ટ વાવવા માટે શુભ માનવામાં આવે છે.


૩ વાસ્તુ ફોટો : ઘરમાં વાસ્તુ પુરુષનું ચિત્ર અથવા મૂર્તિ લાવીને મૂકો અને નિયમિત રીતે ઘી અને કપૂરનો દીવો કરીને તેમની પૂજા કરો. વાસ્તુ પુરુષના સ્થાપનથી તેઓ પોતે જ કોઈપણ નકારાત્મક ખામીથી થયેલ તકલીફો કે અશુભ ઊર્જાની અસરથી બચાવ કરે છે.

૪ પિરામિડ : તમારા ઘરમાં 9 પિરામિડનું ચિન્હ રાખવાથી ઘરની પ્રગતિ અને સંપત્તિમાં વધારો થાય છે. તેને અચૂક ઘરમાં રાખો; આ ૯ પિરામિડ ઘરની દરેક દિશામાં વાસ્તુની ખામી હશે તો તે દૂર કરશે. જો તેવું ન કરવું હોય તો તે ભાગમાં પિરામિડ રાખો જ્યાં ઘરમાં લોકો સૌથી વધુ સમય વિતાવે છે.


૫ સ્વસ્તિક : ઘરના મુખ્ય પ્રવેશદ્વાર પર સ્વસ્તિક ચિહ્ન બનાવો અથવા સ્વસ્તિકનું સ્ટીકર લગાવો. ગૃહપ્રવેશે લાગેલા આ શુભ ચિન્હને જોઈને, ગણેશજી પ્રસન્ન થાય છે અને તેઓ શુભ ફળદાયી આશીર્વાદ આપે છે.

૬ ધનલક્ષ્મી : ઘરના પૂજા સ્થાનકમાં લક્ષ્મી માતા સાથે કુબેરજીની મૂર્તિ રાખવી જોઈએ. તેમની સાથે જો કુબેર યંત્ર રાખવામાં આવે તો સમૃદ્ધિ માટે ખૂબ જ શુભ મનાય છે.


૭ શંખ : ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મી સાથે શંખ રાખવો જોઈએ. જો જમણી તરફનો શંખ હોય તો વધુ સારું રહેશે.

૮ નારિયેળ : ઘરમાં પૂજા કરવાના સ્થાન પર લાલ રંગના કપડામાં લપેટીને શ્રી ફળ એટલે કે સૂકું નારિયેળ મૂકવું પણ ખૂબ શુભ માનવામાં આવે છે.

ઘરમાં જો આ વસ્તુઓ હોય તો હંમેશાં રિદ્દિ – સિદ્ધિ રહે છે અને સુખ – શાંતિ સાથે હકારાત્મક ઊર્જા પણ રહે છે.