આ 5 હીરોઈનોના અસલી હીરો નીકળ્યા તેમના જ ફિલ્મ નિર્દેશકો, શૂટિંગ વખતે જ થયો પ્રેમ અને કર્યા લગ્ન…

શૂટિંગ દરમિયાન જ ફિલ્મના ડાયરેક્ટર્સને પ્રેમ કરી બેઠી હતી આ હીરોઈન, જાણો હેપ્પી એન્ડિંવાળી એકદમ ફિલ્મી લવ સ્ટોરી… આ ૫ હીરોઈનોના અસલી હીરો નીકળ્યા તેમના જ ફિલ્મ નિર્દેશકો, શૂટિંગ વખતે જ થયો પ્રેમ અને કર્યા લગ્ન… હીરોઈન્સની રીયલ લાઈફ સ્ટોરી છે, ફિલ્મી સેટ પર જ ડાયરેક્ટર સાથે થઈ ગયો પ્રેમ, આજે તેમની પત્ની છે…

આપણે ફિલ્મોમાં હંમેશા જોતાં હોઈએ છીએ કે એક વિલન હોય જે હીરોઈનને ઉપાડી જાય અને હીરોની એન્ટ્રી પડે જે તેને વિલનથી ઢીશૂમ ઢીશૂમ કરીને બચાવીલે… રસ્તામાં બંનેને પ્રેમ થઈ જાય અને ફિલ્મને અંતે તેમના લગ્ન થાય… આવી ફિલ્મી સ્ટોરી બની છે કેટલીક અભિનેત્રીઓની પણ જેમને ફિલ્મના સેટ પર શૂટિંગ દરમિયાન જ પ્રેમ થયો અને પાછળથી તેમની સાથે લગ્ન પણ થયા. પરંતુ રસપ્રદ વાત એ છે કે આ હીરોઈનોને તેમના ફિલ્મના હીરો સાથે નહીં પણ જેણે આખી ફિલ્મનો કારભાર સંભાળ્યો હોય તેવા ફિલ્મ ડાયરેક્ટર્સના પ્રેમમાં પડી છે. જી હા, આ એક ખરેખર નવાઈ લાગે તેવું છે. કેમ કે પડદા પર આપણે હીરો – હીરોઈનના રોમાંન્ટિક સીન જોતાં હોઈએ ત્યારે તેમને આ બધું સમજાવતા અને ફ્રેમમાં ગોઠવતા નિર્દેશકો વિશે જાણતાં પણ નથી હોતા. હકીકતે તો ફિલ્મોના ખરા હીરો તો આ નિર્દેશકો હોય છે. વધુમાં તેમનું સ્ટેટ્સ, ઇન્કમ અને લાઈમ લાઈટ લાઈફ પણ ફિલ્મી હીરો – હીરોઈનથી ઓછા નથી હોતા.

જેઓ રીયલ હીરોથી કમ નથી તેવા દિગ્દર્શકો સાથે અભિનેત્રીઓની લવ સ્ટોરી કહીએ. આજે, અમે તમને એવી કેટલીક ફિલ્મી નાયિકાઓ વિશે જણાવીશું જેમણે દિગ્દર્શકો સાથે લગ્ન કર્યા છે.

રાની મુખર્જી અને આદિત્ય ચોપરા

 

View this post on Instagram

 

A post shared by 💘 Rani Mukherjee Chopra 👸🏾 (@ranimukherjeefp) on

બૉલીવુડની ૯૦ના દશકના અંતે સુપરસ્ટાર તરીકે લોકપ્રિય થયેલ રાની મુખર્જીએ દિગ્દર્શક સાથે પ્રેમલગ્ન કર્યા છે. રાનીના વર્ષ ૨૦૧૪માં યશ રાજ ફિલ્મ્સના માલિક આદિત્ય ચોપરા સાથે લગ્ન થયાં હતાં. બંનેને ઘણા વર્ષોથી પ્રેમ સંબંધ હતો, પરંતુ તેઓએ ખુલ્લી રીતે ક્યારેય પ્રેમસંબંધની વાત કરી નહોતી, અને તેઓ ક્યારેય એકસાથે મળીને કોઈપણ ફંકશનમાં હાજર નહોતા રહેતાં. એક દિવસ અચાનક તેઓએ દરેકને આશ્ચર્યજનક રીતે પોતાના લગ્નની જાહેરાત કરી. રાની અને આદિત્યએ ઇટાલીમાં ગુપ્ત રીતે લગ્ન કર્યા હતા. તેમની એક પુત્રી પણ છે. તેનું નામ આદિરા રાખ્યું છે જે બન્નેનું નામ જોડીને રખાયું છે.

કલ્કી કોચલીન અને અનુરાગ કશ્યપ

 

View this post on Instagram

 

A post shared by Kalki (@kalkikanmani) on

કલ્કીની ફિલ્મ કારકિર્દી સાથે, તેમના અંગત જીવનમાં નોંધપાત્ર ફેરફાર થયો હતો. ૩૦મી એપ્રિલ, ૨૦૧૧ના રોજ, કલ્કીએ ‘દેવ ડી’ ના ડિરેક્ટર અનુરાગ કશ્યપ સાથે લગ્ન કર્યા. આ ફિલ્મના શૂટિંગ દરમિયાન બંને નજીક આવ્યા હતાં. પરંતુ આ સંબંધ લાંબા સમય સુધી ચાલ્યો ન હતો. બે વર્ષમાં બંને અલગ થયાં. આ અનુરાગના બીજાં અને કલ્કીના પ્રથમ લગ્ન હતાં. બંને નવેમ્બર ૧૩, ૨૦૧૩ના, જાહેર વિધાન રજૂ કર્યું, “અમે એકબીજાનો સાથ છોડીએ છીએ કે જેથી અમને પરિસ્થિતિ અને અણબનાવના કારણો સમજાય, પરંતુ અમે છૂટાછેડા નથી લઈ રહ્યાં. અમે મીડિયાને અમારી અંગત જિંદગીમાં દખલ ન કરવા આદરપૂર્વક વિનંતી કરીએ છીએ.”

સોનાલી બેન્દ્રે અને ગોલ્ડી બહલ

 

View this post on Instagram

 

A post shared by Sonali Bendre (@iamsonalibendre) on

સોનાલી બેન્દ્રે પણ તે હિરોઇનોની યાદીમાં શામેલ છે જેણે એક દિગ્દર્શક સાથે લગ્ન કર્યાં. સોનાલીની લગ્ન દિગ્દર્શક ગોલ્ડી બહેલથી થયા છે. બંનેની મુલાકાત વર્ષ ૧૯૯૪માં ફિલ્મ ‘નારાજ’ના સેટ પર થઈ હતી. બન્નેને પાસે ગોલ્ડી બહેલની બહેનને મળાવ્યાં હતાં. સોનેલીને જોયા જ ગોલ્ડી બહલ તેમને દિલ દઈ બેઠા, પરંતુ ચાર વર્ષ સુધી તેઓએ સોલાલીને કશું કહ્યું નહિ. ત્યારબાદ તેઓ ફિલ્મ ‘અંગારે’ના શૂટિંગ દરમિયાન ગોલ્ડીને તે તક મળી, જેના દ્વારા તે સોનાલીને પોતાની હમસફર બનાવવા પ્રપોઝ કર્યું હતું અને આજે તેઓને એક દીકરો પણ છે.

ઉદિતા ગોસ્વામી અને મોહિત સૂરી

 

View this post on Instagram

 

For all the memories and more to come ! I love you @uditaagoswami ! #happyanniversary baby

A post shared by mohitsuri (@mohitsuri) on

પાપ અને ઝહર જેવી ઓફબીટ તેમ છતાં હિટ ફિલ્મો આપનારી સુંદર આંખોવાળી હીરોઈન ઉદિતા ગોસ્વામીએ પણ એક ફિલ્મ ડાયરેક્ટર સાથે લગ્ન કર્યાં છે. તેઓ અને ફિલ્મ નિર્દેશક મોહિત સૂરી એકબીજાંને ૯ વર્ષથી ઓળખતાં હતાં અને ડેટ પણ કરતાં હતાં. વર્ષ ૨૦૧૩માં તેઓ લગ્ન બંધને બંધાઈ ગયાં.

મહેશ ભટ્ટ અને સોની રાજદાન

 

View this post on Instagram

 

A post shared by Mahesh Bhatt (@maheshfilm) on

એક્ક્ટ્રેસ સોની રજદાન પણ આ લીસ્ટમાં છે. તેમણે બોલિવૂડના જાણીતા દિગ્દર્શક મહેશ ભટ્ટ સાથે લગ્ન કર્યાં છે. મહેશ ભટ્ટ સોની રજદાનના પ્રેમમાં એટલી હદે પાગલ હતા કે પહેલાથી જ લગ્ન સંબંધે જોડાયેલા હોવા છતાં તેમણે સોનીથી લગ્ન કર્યા હતાં. જોકે બીજા લગ્ન માટે તેમણે પ્રથમ બીવીને તલાક આપ્યો નથી. તેમની દીકરી એટલે આજની મોસ્ટ ફેવરિટ અભિનેત્રી આલિયા ભટ્ટ.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ