કરો આ ૩ યોગાસન અને લાવો પેટ, સાથળ અને હીપ્સને શેઈપમાં…

આ ત્રણ યોગાસનો તમારા શરીરના પેટ, થાઈ અને હિપ્સની ચરબીને માખણની જેમ બાળી નાખશે, આ ત્રણ યોગાસનો તમને તમારા પેટ, થાઈ અને હિપ્સની ચરબી ઘટાડવામાં મદદ કરશે

આજની આધુનિક અને અસ્વસ્થ લાઇફ સ્ટાઇલના કારણે માનવજાતિ નિતનવા રોગોથી પિડાઈ રહી છે. જેમાં ઓબેસિટી એટલે કે મેદસ્વીપણાનો પણ સમાવેશ થાય છે. શરીરમાં ચરબીઓના થર વધવાથી શરીરને માત્ર જાડાપણાથી થતી તકલીફો જ નથી ભોગવવી પડતી પણ આંતરિક રીતે પણ શરીર નબળુ પડતું જાય છે. આ સમસ્યા વિશ્વના ઘણા બધા લોકોને નડી રહી છે પણ આજે આપણે માત્ર મહિલાઓ પર જ કેન્દ્રીત રહીશું. અને આજના આ લેખ દ્વારા અમે તમને જણાવીશું કે કયા યોગાસન દ્વારા તમે તમારા શરીરની ચરબી અને ખાસ કરીને કમર, પેટ, થાઈ અને હીપ્સની ચરબી ઘટાડી શકો છો.

image source

આ યોગાસનના નિયમિત અભ્યાસથી તમે ક્યારેય સ્વપ્ને પણ નહીં વિચાર્યું હોય તેવા સુડોળ સુંદર શરીરના માલિક બની જશો. જે માત્ર દેખાવે જ સુંદર નહીં હોય પણ આંતરિક રીતે સ્વસ્થ પણ હશે. જો આજની મહિલાઓને લાંબુ અને સ્વસ્થ અને સાથે સાથે માણવા લાયક જીવન જીવવું હોય તો તેમણે પોતાના શરીરનો ખ્યાલ જાતે જ રાખવો પડશે અને તેના માટે સતત સજાગ રહેવુ પડશે.

image source

પહેલાના સમયમાં મેદસ્વીપણાની સમસ્યા ઘણી ઓછી હતી કારણ કે લોકો શારીરિક શ્રમ ખુબ ઉઠાવતા હતા. સ્ત્રીઓ સવારે વહેલા ઉઠીને વલોણા કરવાથી માંડીને ઘઉં દળવાથી માંડીને ગાયોને દોવાથી માંડીને અનેક શારીરિક શ્રમ આપતા કામો કરતી હતી માટે તેમને ક્યારેય ચરબી વધવાની સમસ્યાઓ જ નહોતી રહેતી.

image source

પણ સમય બદલાયો લોકોનું જીવન બદલાયું, ટેક્નોલોજીના પ્રતાપે લોકો પરનો કામનો બોજો પણ હળવો થયો અને લાઇફસ્ટાઇલમાં બદલાવ આવ્યો અને આ જ લાઇફસ્ટાઇલના પ્રતાપે માનવ શરીરે શારીરિક શ્રમ કરવાનું ઓછું કરી દીધું. તેના બદલે પોતાના શરીરને અનુકુળ ન હોય તેવા ડાયેટ તેમજ તેવો વ્યાયામ કરીને શરીરને તંદુરસ્ત બનાવવાનું નહીં પણ ઓર વધારે નબળુ બનાવવામાં આવી રહ્યું છે.

પરણ આજે અમે તમને તમારા શરીરને સ્વસ્થ, સુંદર અને સુડોળ રાખતા સરળ આસનો જણાવવા જઈ રહ્યા છે જે તમારી કમર, પેટ, થાઈ અને હીપ્સ પર જામેલા ચરબીના થરને માખણની જેમ ઓગાળી દેશે.

ચરબી ઘટાડવા માટે બાલાસનનો યોગાભ્યાસ કરો

image source

બાલાસનને ઇંગ્લીશમાં ચાઇલ્ડ પોઝ પણ કહેવામાંઆવે છે. આ આસન કરવામાં ઘણું સરળ છે. તેને કરવામા તમારા શરીરને કોઈ વધારે તકલીફ નથી આપવી પડતી. અને તમારા પેટની અને હીપ્સની ચરબી ઓગળવા લાગે છે તેમજ તમને કબજીયાત તેમજ વાયુની સમસ્યા હોય તો તે પણ દૂર થાય છે.

બાલાસન કેવી રીતે કરવું

image source
 • સ્ટેપ 1 – બાલાસન કરવા માટે તમારે સૌ પ્રથમ વજ્રાસનની સ્થિતિમાં બેસી જવું.
 • સ્ટેપ 2 – વજ્રાસનમાં બેસતી વખતે તમારે તમારી કમર તદ્દ્ન ટટ્ટાર રાખવાની છે.
 • સ્ટેપ 3 – હવે વજ્રાસનમાં બેસ્યા બાદ તમારે ઉંડો શ્વાસ લેવો અને તેની સાથે સાથે જ તમારા શરીરને આગળ તરફ નમાવવું.
 • સ્ટેપ 4 – શરીરને આગળની તરફ નમાવ્યા બાદ તમારા બન્ને હાથને પાછળની તરફ રાખવા અને તમારા માથાને જમીન પર અડાડવાનો પ્રયાસ કરવો.
 • સ્ટેપ 5 – હવે આજ સ્થિતિમાં તમારાથી બને તેટલું રહેવાનું છે. પણ તે માટે તમારે તમારા શરીર સાથે બળજબરી નથી કરવાની. આ આસન નિયમિત કરવાથી ધીમે ધીમે તમે આ સ્થિતિમાં લાંબો સમય ટકી શકશો.
 • સ્ટેપ 6 – હવે શ્વાસ છોડીને તમારે તમારા શરીરને ઉપર લઈ લેવું અને ફરી પાછું વજ્રાસનની સ્થિતિમાં આવી જવું. હવે આજ પ્રક્રિયાને તમારે વારંવાર રિપિટ કરવાની. શરૂઆતમા તમે આ આસન પાંચ વાર કરી શકો છો અને જેમ જેમ તમે તેનાથી ટેવાઓ તેમ તેમ તેની સંખ્યા વધારી શકો છો.

પેટ – થાઈ અને હીપ્સની ચરબી ઘટાડવા કરો ત્રિકોણાસનનો યોગાભ્યાસ

image source

ત્રિકોણાસનને સંસ્કૃતમાં ત્રિભુજાસન કહેવાય છે. આ આસન કરતી વખતે તમારા શરીરની સ્થિતિ ત્રિકોણાકાર બની જાય છે. આ યોગનો નિયમિત અભ્યાસ કરવાથી તમારું પેટ, કમર, થાઇ, હીપ્સની ચરબી ઘટવા લાગે છે. આ ઉપરાંત આ આસનથી તમારા પગના હાડકાં મજબુત થાય છે અને તમને સાંધાના દુઃખાવાની સમસ્યા પણ નથી રહેતી. તેમજ તેનાથી શરીરનું બ્લડ પ્રેશર સંતુલિત રહે છે અને ડાયાબિટિસમાં પણ રાહત રહે છે.

image source

ત્રિકોણાસાન કેવી રીતે કરવું

 • સ્ટેપ 1 – સૌ પ્રથમ તમારે એક યોગા મેટ પર સીધા ઉભા રહી જવું. ત્યાર બાદ તમાર બન્ને પગ વચ્ચે 2-3 ફુટનું અંતર રહે તે રીતે તેને પહોળા કરી લેવા.
 • સ્ટેપ 2 – હવે તમારા બન્ને બાવડાને પણ પહોળા કરી લો. એટલે કે તમારા હાથને ફેલાવો.
 • સ્ટેપ 3 – હવે આ જ સ્થિતિમાં રહીને તમારે ધીમે ધીમે જમણી બાજુ તરફ ઝુકવું. તેના માટે શરીરને વધારે કષ્ટ ન આપવો પણ શરૂઆતમા તમારાથી થાય તેટલું તમે જુકો ધીમે ધીમે તમે વધારે નમતા થઈ જશો.
 • સ્ટેપ 4 – હવે આવી રીતે ઝુકીને જમીનને અડવાનો પ્રયાસ કરો. જો તમે જમીનને ન અડી શકતાં હોવ તો ચિંતા ન કરવી. આ આસનને નિયમિત રીતે કરવાથી ધીમે ધીમે તમારા હાથ જમીનને અડતા થઈ જશે. જમીનને હાથ અડાતી વખતે તમારી નજરો ઉપર છત પર રહેવી જોઈએ.
 • સ્ટેપ 5 – હવે તમારા ડાબા હાથને નીચે કરો અને ફરી પાછા પહેલાની સ્થિતિમાં આવી જાઓ. આ જ પ્રક્રિયા તમારે તમારી ડાબી બાજુ સાથે પુનરાવર્તિત કરવાની છે. આ યોગાસનને તમે પાંચથી સાત વાર કરી શકો છો અને જો તમે આ યોગાસનમાં કંફર્ટેબલ અનુભવો તો તમારી સંખ્યા વધારી શકો છો.

નૌકાસન દ્વાર ચરબીને દૂર કરો અને સાથે સાથે મસલ્સને બનાવો મજબૂત

image source

નૌકાસનને ઇઁગ્લિશમાં બોટપોઝ પણ કહેવામાં આવે છે. બોટ પોઝ કરવાથી તમારા શરીરના બધા જ અંગોને સંપુર્ણ કસરત મળી રહે છે. જો કે અન્ય બે પોઝ કરતાં આ પોઝ થોડો અઘરો છે. અને ખાસ કરીને નૌકાસન પોઝની સ્થિતિમાં ટકી રહેવું અઘરું છે જે ધીમે ધીમે અભ્યાસ કરીને તમે શીખી શકો છો.

નૌકાસનથી તમારા નર્વસ, હાડકા તેમજ મસલ્સ પણ મજબુત બને છે. અને તેના નિયમિત અભ્યાસથી તમારી કમરથી નીચેના ભાગની ચરબી પણ માખણની જેમ ગળવા લાગશે.

image source

નૌકાસન કેવી રીતે કરવું

 • સ્ટેપ 1 – સૌ પ્રથમ યોગા મેટ પર સીધા જ આડા પડી જાઓ.
 • સ્ટેપ 2 – હવે તમારા ખભા તેમજ માથાને ઉંચા ઉઠાવો.
 • સ્ટેપ 3 – હવે ખભા અને માથાને ઉપર ઉઠાવ્યા બાદ તમારા પગને પણ ઉપર ઉઠાવો. પણ તમારા પગ વળે નહીં તેનું ખાસ ધ્યાન રાખો. પગ ઉઠાવતી વખતે તે ટટ્ટાર જ રહેવા જોઈએ.
 • સ્ટેપ 4 – આ સ્થિતિમાં તમારા હાથ, પગ અને ખભા એક જ સમાંતર રેખામાં હોવા જોઈએ.
 • સ્ટેપ 5 – હવે આ જ સ્થિતિમાં તમે જ્યાં સુધી સહન કરી શકો ત્યાં સુધી તમારે ટકી રહેવું. આ સ્થિતિમાં ટકવું અઘરું જે તમે નિયમિત અભ્યાસ દ્વારા કરી શકશો.
 • સ્ટેપ 6 – આ જ પ્રક્રિયાને તમારે 4-5 વાર પુનરાવર્તિત કરવાની છે અને ધીમે આ સંખ્યાને વધારતા જવાની છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ