જાદુઈ છે આ રસ્તો, દિવસમાં બે વાર ગાયબ થઈ જાય છે…

શું તમે કોઈ એવા રસ્તા વિશે જાણો છો, જે દિવસમાં બે વાર નજર નથી આવતો. તમે વિચાર કરતા હશો કે, બાકીના સમયમાં તે ક્યાં જતો રહે છે. તો અમે તમને બતાવી કે, સમુદ્રની લહેરો બાકીના સમયમાં તેને પોતાના બાહોમાં સમાવી લે છે. સમુદ્રની વચ્ચોવચ બનેલા આ રસ્તાને જોવા માટે વર્ષ ભરમાં મોટી સંખ્યામાં મુસાફરો આવે છે. આ રસ્તા પર આવવું મુસાફરો માટે કોઈ રોમાંચથી ઓછું નથી. તો હવે તમે વિચારશો કે, આ રોડ ક્યાં આવેલો છે.હકીકતમાં, ફ્રાન્સમાં બનેલો આ રસ્તો મેનલેન્ડના નોઈરમૌટીયરને જોડે છે. તેને પૈસેજ ડુ ગોઈસ કહેવામાં આવે છે. દિવસમાં બે વાર નજર આવતો આ રસ્તો પાણીની 13 ફીટ નીચે જતો રહે છે. જોવામાં બહુ જ સુંદર લાગતો આ રસ્તો હકીકતમાં બહુ જ ખતરનાક પણ છે.

જોવામાં એકદમ સાધારણ જેવો લાગતો આ રસ્તો હકીકતમાં બહુ જ ખતરનાક છે. તેની બંને તરફ સ્પેશિયલ પેનલ્સ છે, જે બતાવે છે કે, આ રસ્તા પરથી પસાર થઈ શકાય છે કે નહિ. આ પેનલ્સ લગાવવામાં આવેલી હોવા છતાં અનેકવાર ભરતી આવવાને કારણે મુસાફરો રસ્તા પર ફસાઈ જાય છે. અહી એવા જ લોકો ફસાય છે, જે રોમાંચના ચક્કરમાં રસ્તા પર રહે છે. આવા લોકો માટે આખા રસ્તા પર રેસ્ક્યુ ટાવર બનાવવામાં આવ્યા છે. જેના પર ચઢીને તેઓ પોતાનો જીવ બચાવી શકે છે.

જોકે, રોમાંચ પસંદ કરનારા લોકોને તે બહુ જ આકર્ષે છે. અહીં આવીને મુસાફરો આ રસ્તા પર ગાડી ચલાવીને એડવેન્ચરનો આનંદ લે છે.

વર્ષ 1701ના વર્ષમાં આ રસ્તો શોધવામાં આવ્યો હતો. 1701માં પહેલીવાર આ રસ્તો દુનિયાના નક્શામાં જોવા મળ્યો હતો. 1840ના દાયકામાં આ રસ્તાને પાર કરવા માટે કાર અને ધોડાની સર્વિસ શરૂ કરવામાં આવી હતી. આ રસ્તા પર જ્યારે પણ સમુદ્રની લહેરો આવે છે, તો તે 13 ફીટ ઊંડા પાણીમાં ગરકાવ થઈ જાય છે. આ રસ્તા ક્યાં છે તે માલૂમ પડે તે માટે ત્યાં પાકા રસ્તાનું નિર્માણ કરવામાં આવ્યું હતું.

4.5 કિલોમીટર લાંબા આ રસ્તા પર અનેકવાર કાર રેસ પણ આયોજિત કરવામાં આવી છે. ટુરિસ્ટ્સ અહીં આવીને કિનારા પરથી આ રસ્તાને ડૂબતો જોવાનો લ્હાવો લે છે.આ રસ્તો દિવસમાં માત્ર બે વાર જ નજર આવે છે, તેથી તેના પરથી માત્ર થોડા કલાકો સુધી જ પસાર થઈ શકાય છે. તેના બાદ તે ફરીથી પાણીમાં સમાઈ જાય છે.

વર્ષ 1986 બાદ અહીં અનોખી કાર રેસ આયોજિત કરવામાં આવે છે. વર્ષ 1999માં આ અનોખા રોડનો ઉપયોગ ટુર દે ફ્રાન્સ (ફ્રાન્સની બહુચર્ચિત બાઈસિકલ રેસ) માટે પણ કરવામાં આવ્યો હતો.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ આવી અનેક અદ્ભુત માહિતી વાંચો ફક્ત અમારા પેજ પર.

ટીપ્પણી