અચૂક વાંચો : ગુજરાતી મુસ્લિમ શાયરે ગીતાજીનું કર્યું ભાવાનુવાદ

2340_thamb૭૧ વર્ષીય નિવૃત્ત ઇજનેર અને મોરબીના શાયર કાયમ સાહેબનો પાક પ્રયત્ન

‘આ જગતમાં કોઇ પણ વાતને સહેલી બનાવવી એ સૌથી વધું અઘરું કામ છે. છતાં પણ કૃષ્ણ સહજ ભાવ, પ્રેમ અને પ્રેરણાથી ગીતાજીના આ જ્ઞાનનો શલ્ય એટલી સરળતા અને સહજતાથી સમજાવવાનો પ્રત્યત્ન કર્યો છે.’આ સરળ અને રસાળ વાક્ય ગીતાજીના બીજા અધ્યાયના અંતમાં લખાયેલું છે. પરંતુ આ વાક્ય લખ્યું છે ગીતાજીનો ભાવાનુંવાદ કરનાર મોરબીમાં વસતા ૭૧ વર્ષિય નિવૃત્ત ઇજનેર, મુસ્લિમ બિરાદર અને ગુજરાતના શાયર જનાબ ‘કાયમ’હઝારીએ ‘કાયમ’સાહેબ સામાન્ય લોકોને ગીતાજી સમજાય અને અને વધુંમાં વધું લોકો ભગવત ગીતાજી સુધી પહોંચી ગીતાજીનું જ્ઞાન ગ્રહણ કરે તે હેતુથી ગીતાજીનો સરળ ભાવાનુવાદ કરી રહ્યા છે.

સાહિત્યમાં તથા વાંચનમાં ખૂબ રુચી દાખવનાર ‘કાયમ’સાહેબે ૨૫ વર્ષ પહેલા સૌ પ્રથમ ગીતાજી વાંચ્યા હતા. પરંતુ તે વખતે ગીતાજીના જ્ઞાન સંબંધે ખાસ કંઇ સમજણ પડી ન હતી. એક કવિ જીવ હોવાથી કોઇ પણ વિષયમાં વધું જાણવાની જિજ્ઞાસા અને સાથો સાથ જ્ઞાનીજનોના પ્રવચનો, ચર્ચાઓ, સત્સંગ, યોગશિબિરો વગેરેમાં પ્રવૃત્ત રહેવાના શોખને લીધે સમયાંતરે તેઓ ગીતાજીને સમજતાં થયા. ત્યાર બાદ વધુ રસ પડતા તેઓએ અનેક વિદ્વાન વિવેચકો દ્વારા થયેલ ગીતાજીના ભાવાનુવાદનું પણ અધ્યયન કર્યું. આ અધ્યયન પછી તેઓને એમ લાગ્યું કે જો ગીતાજીને હજુપણ વધુ સરળ ભાષામાં લખવામાં આવે તો લોકોને તે સરળતાથી સમજાશે. પરિણામે વધુ ને વધુ લોકો તેને સમજતા અને અનુસરતા થશે.

સિંચાઇ વિભાગમાંથી સેવા નિવૃત્ત થયા બાદ પુત્રોને વ્યવસાય ક્ષેત્રે ગોઠવવાની જવાબદારીઓના લીધે થોડો સમય લેખન વાચનથી દૂર રહેવું પડ્યું પરંતુ ત્યારબાદ વ્યવસાિયક જવાબદારીઓનો ભાર હળવો થતાં સામાન્ય લોકોને સમજાય તેવા ફોર્મેટમાં ગીતાજીનો ભાવાનુવાદ લખવાનું ભગીરથ કાર્ય શરૂ કર્યું. ગીતાજીના બધા જ શ્લોકનો સંપૂર્ણ સાર સરળ અને રસાળ ભાષામાં લખવા ઉપરાંત, આત્મા, સર્વધર્મ, કર્મળ્યોગ, જ્ઞાનયોગ, ભક્તિયોગ, સ્થુળ શરીર, સુક્ષમ શરીર, કારણ શરીર, સત્ય, રજસ, તમસ સહિત અનેક વિષયોની પણ છણાવટ કરવામાં આવી છે.

તેઓના માનવા મુજબ ગીતા એ માત્ર ધાર્મિક પુસ્તક નથી પરંતુ મનુષ્યને પોતાની જવાબદારીઓ, ફરજો અને કર્તવ્યોનું નિષ્ઠાપૂર્વક પાલન કરવાની, કર્મકાંડ થી કર્મળ્યોગ તરફ જવા માટેની સંકુચિતતાના વાડામાંથી બહાર નીકળી સકળ વિશ્વને ઉદાર દ્રષ્ટિથી જોવાની અને શોક તથા સંતાપ યુક્ત જીવનને આનંદમય બનાવવાની એક કલા અને એક વિદ્યા છે. ગીતાજી મનુષ્યને શું કરવું કે શું ન કરવું તેવો બોધ આપતા નથી પરંતુ જીવનમાં જે કંઇ કરીએ છીએ તે કેવા અભિગમથી, કેવા દ્રષ્ટિકોણથી કે કેવા ભાવથી કરીએ તો તે શ્રેષ્ઠતમ્ બને તેનું જ્ઞાન આપે છે.

તેઓના મિત્રો સ્નેહીઓએ આ ગીતાને ‘કાયમ ગીતા’નામ આપ્યું છે. પરંતુ કાયમ અલીના કહેવા મુજબ તેઓને નામ કે દામ કશુ ખપતું નથી. પ્રત્યેક ધર્મ પ્રત્યે સમભાવ રાખનાર મનુષ્યને તેઓ આ ગીતાજી સમર્પિત કરે છે.

વિશ્વના તમામ ધર્મ પ્રત્યે સમભાવ દાખવનાર ‘કાયમ’ સાહેબે હજ ઉમરો કરેલ છે. કરબલા, ઇરાન, ઇરાક, મક્કા, મદિના વગેરે ઇસ્લામના પાક સ્થળોની યાત્રા કરી છે. તેઓ ઇસ્લામ ધર્મના પ્રત્યેક અરકાન નમાઝ રોઝા, જકાત વગેરેને અનુસરે છે. તેઓ ઇસ્લામ ધર્મ વિશે પણ ઉંડો અભ્યાસ ધરાવે છે. સાથો સાથ તેઓને અનેક જગ્યાએ ગીતાજી પર પ્રવચન આપી ચૂક્યા છે.

પોતે કરી રહેલા ભાગવત ગીતાના ભાવાનુવાદ માટે આ મુસ્લિમ બિરાદરે અનેક પુસ્તકોનો ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો છે. જેમાં ગીતાની ભાગવતતા પરમ સુખ પ્રાપ્તિ, અષ્ટાવક્ર ગીતા, પ્રેરણાનું ઝરણા, જીવાત્મા જગતના કાયદાઓ, મૃત્યુ પછીની દુનિયા, જ્ઞાનેશ્વરી ગીતા, શંકર ભાષ્યગીતા, ગીતા મૃતમ, ગીતા પ્રવચનો, કર્મનો સિધ્ધાંત, જોની લાઇવ્ઝ એન્ડ મેની માસ્ટર્સ, યથાર્થ ગીતા, અંતિમ પ્રયાણ ફિલોસોફી ઓફ લાઇફ એન્ડ ડેથ સહિતના પુસ્તકોનો સમાવેશ થાય છે.

 

ટીપ્પણી