કારેલા – માનવીનો સર્વશ્રેષ્ઠ મિત્ર ! શિયાળો આવે છે ત્યારે આટલું ધ્યાન રાખજો…

 

 

અસંયમિત ખાન-પાન અને દિનચર્યાને લીધે કે અશુદ્ધ પાણી પીવાથી કે અન્ય કારણોથી વર્તમાન સમયમાં પથરીના દર્દીઓ અને મેદસ્વી વ્યક્તિઓની સંખ્યા વધતી જઈ રહી છે. પથરી એક એવી બીમારી છે જેમાં દર્દીને અસહનીય દર્દ સહન કરવું પડે છે. સામાન્ય રીતે પથરી દરેક ઉંમરના લોકોમાં જોવા મળે છે પરંતુ તેમ છતાં આ બીમારી મહિલાઓની સરખામણી કરતા પુરુષોમાં વધુ તકલીફ આપનારી હોય છે.

કારેલાનો સ્વાદ ભલે તમારી જીભને ભાવે કે ન ભાવે પરંતુ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ તેના ફાયદા વજન ઘટાડવાથી લઈને ડાયાબિટિસ, કિડનીની પથરી વગેરે રોગોમાં સંજીવની બૂટીનું કામ કરે છે. આવો જાણીએ, ડાયટમાં કારેલા સામેલ કરવાથી તમે સ્વાસ્થ્ય સાથે જોડાયેલી કંઈ સમસ્યાઓને દૂર રાખી શકો છો અને તેને ડાયાબિટીક ભોજન સમજવાને બદલે અન્ય ફાયદાઓ ઉપર પણ તમારે ધ્યાન આપવું જોઈએ.1545067_226991360806712_1221298117_n

આગળ વાંચો પથરી અને સ્થૂળતા બન્ને માટે રામબાણ છે કરેલા :

લિવર સાથે જોડાયેલા રોગોમાઃ-

-કારેલા લિવરના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તે લિવરને સાફ કરે છે અને તેની કોશિકાઓના નિર્માણમાં મદદ કરે છે. તેનાથી લિવર લાંબા સમય સુધી સ્વસ્થ્ય રહી કામ કરે છે ને તેની સાથે જોડાયેલા અન્ય રોગો પણ દૂર રહે છે.

ડાયાબિટીસઃ-

-ટાઈપ-2 ડાયાબિટીસવાળા લોકો માટે કારેલા ખૂબ જ ફાયદાકારક છે. તે લોહીમાં સુગરના સ્તરને નિયંત્રિત કરે છે અને ઈન્સ્યુલિન બનાવવામાં મદદ કરે છે.

વજન ઘટાડવામાં મદદરૂપઃ-

-કારેલા પાચનક્રિયાને સ્વસ્થ રાખે છે. તેમાં મોજુદ એન્ટીઓક્સીડેન્ટ મેટાબોલિક રેટ વધારે છે. જેનાથી કેલેરી ઝડપથી બર્ન થાય છે. તે સિવાય તેમાં કેલેરી ખૂબ જ ઓછી હોય છે. વજન ઘટાડવા માટે પોતાન ડાયટ પ્લાનમાં જરૂર સામેલ કરો.

કેન્સરથી બચાવઃ-

-કેન્સરની શોધમાં સાબિત થયું છે કે કારેલા કેન્સર સામે લડવામાં ઘણા મદદરૂપ થાય છે. તે કેન્સરની કોશિકાઓને વધતા અટકાવે છે અને શરીરની મદદ કરે છે. સાથ જ તે શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ પણ વધારે છે.

કિડની સ્ટોનઃ-

-કિડની સ્ટોનના દર્દીઓ માટે કારેલા ખૂબ જ ફાયદાકારક છે. આયુર્વેદમાં પણ એવું માનવામાં આવે છે કે તેના સેવનથી પથરી તૂટીને મૂત્ર માર્ગે બહાર નિકળી જાય છે. અર્થાત્ કિડનીમાં પથરીની સમસ્યા હોય તો ડાયટમાં કારેલા જરૂર સામેલ કરો.

ખીલથી છુટકારોઃ-

-કારેલામાં એન્ટી ઈન્ફ્લામેટ્રી ગુણ હોય છે જે ત્વચામાંથી ટોક્સિન દૂર કરે છે જેનાથી ચહેરા ઉપર ખીલ-મુહાસાની સમસ્યા નથી થતી.

શ્વાસ સંબંધી સમસ્યાઓઃ-

-નિયમિત રીતે કારેલાના સેવનથી દમ અને બ્રોન્કાઈટિસ જેવી શ્વાસ સંબંધી ગંભીર બીમારીઓમાં પણ આરામ મળી શકે છે.

– રતાંધળાપણું-કારેલાના રસમાં મરી ઘસીને રાત્રે આંખે અંજન કરવાથી આંખના ખીલ કે રતાંધળાપણું તથા જાળા-ફુલા મટે છે. – મલેરિયા-કારેલાના ૩-૪ પાન તથા મરીના ૩ દાણા વાટીને દર્દીને આપવા તથા કારેલીના પાનનો રસ શરીરે લગાવવાથી ફાયદો થાય છે.

-રકતવિકાર-કારેલાનો રસ ૩૦ ગ્રામ, લીમડાના પાનનો રસ ૨૦ ગ્રામ, સૂંઠ ૫ ગ્રામ, હળદર ૧૦ ગ્રામ, કાળામરી ૫ ગ્રામ , સાકર૧૦ ગ્રામ તથા મધ૧૦ ગ્રામ પહેલા કારેલા તથા લીમડાના રસમાં લઇ, બાકીની દવાનું ચૂર્ણ મેળવીને રોજ પી જવું તેથી ગૂંમડા, અળાઇઓ, લોહી વિકારો, દાદર, ખસ, ખરજવું જેવા રોગોમાંથી મુકિત મળે છે.

માહિતી વધુમાં વધુ શેર કરી જન ઉપયોગી બનાવીએ !!

સૌજન્ય : દીપેન પટેલ