ઘરમાં અથવા આંગણામાં લગાવેલા આ 5 ઝાડ દૂર કરે છે દરિદ્રતા અને દુ:ખ…

ઘરમાં લગાવેલા ફુલ-છોડ ઘરની સુંદરતા વધારવાની સાથે ઘરમાં રહેતાં વ્યક્તિના ભાગ્યને પણ બદલવાની શક્તિ રાખે છે. પુરાણોમાં ઝાડ અને છોડને શુભતાના પ્રતીક માનવામાં આવ્યા છે. ઘરમાં તુલસીનો છોડ, આસોપાલવ, કેળ જેવા છોડ અને ઝાડ સકારાત્મકતા લાવે છે. એવા અનેક છોડ છે જેને ઘરમાં લગાડવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે.
માન્યતાઓ એવી પણ છે તે ઝાડમાં ભગવાનનો વાસ હોય છે. તેની પૂજા કરવાથી ભાગ્યવૃદ્ધિ થાય છે. તો ચાલો જાણીએ કે કયા ઝાડ ઘરમાં રાખવાથી ભાગ્ય પરિવર્તન થવા લાગે છે.
તુલસીનો છોડઃ

હિંદૂ ધર્મમાં તુલસીના છોડનું વિશેષ મહત્વ છે. તેની પૂજા નિયમિત કરવાનું વિધાન પણ શાસ્ત્રોમાં કરવામાં આવ્યું છે. ઘરની શોભા વધારતો આ છોડ નકારાત્મકતા અને જીવનના કષ્ટના સમયને ચમત્કારી રીતે દૂર કરી દે છે. તુલસીનો છોડ ઘરની પૂર્વ દિશામાં રાખવો જોઈએ. તેનાથી ધનલાભ પણ વધે છે.
કેળનું ઝાડઃ

તુલસીની જેમ જ કેળનું પણ શાસ્ત્રોમાં મહત્વ દર્શાવાયું છે. આ ઝાડ ઘરમાં રાખવાથી મન શાંત રહે છે અને ઘરમાં સમૃદ્ધિ આવે છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર કેળનું ઝાડ ઘરની ઉત્તર-પૂર્વ દિશામાં હોવું જોઈએ.
આંકડાનું ઝાડઃ

આંકડાના ફૂલની માળા હનુમાનજીને ચઢેલી તમે જોઈ હશે. પરંતુ ઘરની આસપાસ કે ઘરમાં આંકડો હોય તો સમજી લેજો કે તમે ટુંક સમયમાં ધનાઢ્ય થઈ જશો. ઘરની ઉત્તર-પૂર્વ દિશામાં આંકડો હોય તે શુભ ગણાય છે. આ ઝાડ તમારા દુશ્મનોને પરાજીત કરે છે અને દાંપત્યજીવનની સમસ્યાઓને પણ દૂર કરે છે.
આંબળાનું વૃક્ષઃ

જેમ પીપળાના ઝાડમાં દેવતાઓનો વાસ હોય છે તેવી રીતે આંબળાનું ઝાડ પણ શુભ ગણાય છે. એવી માન્યતા છે કે આ ઝાડ ઘરમાં હોય તો સમસ્ત પાપનો નાશ થાય છે અને મનની ઈચ્છાઓ પૂર્ણ થાય છે.

આસોપાલવનું વૃક્ષઃ

ઊંચા આકાશમાં ચડીને ઊગતાં હોય એવું લાગતું આ આસોપાલવનું ઝાડ દરેક ઘરના આંગણામાં હોવું જોઈએ. આ ઝાડ દરેક પ્રકારની નકારાત્મકતાને દૂર કરે છે.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ આવી અનેક ઉપયોગી માહિતી વાંચો ફક્ત આપણાં પેજ પર.