વાંચો કોરોનાને હરાવીને નવી જીંદગી જીવી રહેલા 92 વર્ષના સુમનદાદાની કહાની…

92 વર્ષિય વૃદ્ધે હરાવ્યો કોરોનાને – હૃદયની સારવાર પણ કરાવી ચુક્યા છે આ પહેલાં

કોરોના સામાન્ય રીતે જોવા જઈએ તો મોટા ભાગના લોકો માટે જીવલેણ બીમારી નથી. તે હાલ અસ્તિત્ત્વ ધરાવતી ઘણી બધી બિમારીઓ કરતાં ક્યાંય ઓછી ઘાતક છે. તેનું એક માત્ર નુકસાનકારક પાસુ એ જ છે કે તેનો ફેલાવો ઝડપથી થાય છે. પણ જો યોગ્ય સંભાળ લેવામાં આવે તો તેને સરળતાથી હરાવી પણ શકાય છે.

image source

અત્યાર સુધી એવું માનવામાં આવતું હતું કે જે લોકો ને પહેલેથી જ ગંભીર બીમારીઓ રહી હોય જેમ કે હૃદયની બીમારી, ડાયાબીટીસ વિગેરે તેમને આ વાયરસનું જોખમ વધારે રહે છે પણ તાજતેરમાં કેટલાક એવા કિસ્સા પણ જાણવા મળ્યા છે કે આવા લોકો પણ કોરોના વાયરસને માત આપીને સાજા થઈ રહ્યા છે. અને જો આ બાબતમાં સૌથી વધારે કંઈ મદદ કરી રહ્યું હોય તો તે છે તમારો આ બીમારીને હરાવવાનો આત્મવિશ્વાસ.

image source

અને ધીમે ધીમે એવું પણ માનવામાં આવી રહ્યું છે કે જ્યાં સુધી કોરોના વાયરસની રસ્સી ન શોધાય કે તેને મ્હાત આપતી કોઈ દવા ન શોધાય ત્યાં સુધી આપણે કોરોના વાયરસ સાથે જીવતાં શીખવું પડશે. નિવૃત્ત શિક્ષક એવા 92 વર્ષીય સુમન દાદાને છેલ્લા 35 વર્ષથી બ્લડ પ્રેશરની સમસ્યા છે. પણ તેમણે પોતાના આત્મવિશ્વાસથી કોરોના વાયરસ સામે લડત કરી અને છેવટે તેને હરાવીને પુનઃસ્વસ્થતા મેળવી લીધી છે.

અમદાવાદના 92 વર્ષિય વૃદ્ધ, સુમન ચંદ્ર વોરાએ કોરોના વાયરસને હરાવ્યો છે અને કદાચ એવું પણ કહી શકાય કે તેઓ કોરોનાને હરાવીને સ્વસ્થ થનાર સૌથી મોટી ઉંમરના વ્યક્તિ હોઈ શકે. તેમને છેલ્લા 35 વર્ષથી બ્લડ પ્રેશરની ફરિયાદ છે. તેમણે 86 વર્ષની ઉંમરે કાર્ડિયાકની સારવાર પણ કરાવી છે. અને એક વાર એન્જિયોપ્લાસ્ટી પણ કરાવી છે. અને તેમ છતાં તેમણે કોરોના સામે અડગ રહીને ફાઈટ આપી છે અને છેવટે ફરી પાછા સ્વસ્થ બન્યા છે.

image source

તેમને જ્યારે તેમના આ લડી લેવાના આત્મવિશ્વાસ વિષે પુછવામાં આવ્યું ત્યારે તેમણે જણાવ્યું કે તેમને શ્રીજી ભગવાનમાં ખૂબજ વિશ્વાસ છે. તેમને વિશ્વાસ હતો કે તે તેમને કશું જ નહીં થવા દે. બીજી બાજુ તેમને પોતાના પરિવારજનોનો પણ પૂર્ણ સપોર્ટ મળ્યો હતો. જેનાથી તેઓ માનસીક રીતે મજબૂત બન્યા હતા. અને સાથે સાથે તેઓ જે હોસ્પિટલમાં દાખલ થયા હતા તે એસવીપી હોસ્પિટલના સ્ટાફનો પણ આભાર માની રહ્યા છે. હોસ્પિટલના સ્ટાફે તેમની દીવસ-રાત સેવા કરી હતી.

કોરોનાને હરાવવા માટે પહેલેથી જ મન મક્કમ કરી લીધું હતું

સોલા મેડિકલ કોલેજના ડીન નિતિન વોરા સુમન દાદાના પુત્ર છે. તેઓ પોતાના પિતાના ફાઈટિંગ સ્પિરિટ વિષે જણાવતા કહે છે કે તેમના પિતાને જ્યારે કોરોના હોવાનું નિદાન થયું કે તરત જ તેમને હોસ્પિટલમાં દાખલ કરી દેવામાં આવ્યા હતા. તેમને 10મી એપ્રિલના રોજ દાખલ કરવામા આવ્યા હતા. તેઓ આ બાબતે રાજ્ય સરકારની કોરોનાના દર્દીઓ માટેની શ્રેષ્ઠ વ્યવસ્થા છે તેવું જણાવી રહ્યા છે.

image source

હાલ સમગ્ર વિશ્વને કોરોના વાયરસની બિમારીએ હચમચાવી મુક્યો છે. બાળ-બાળમાં તેનો ભય છે. માટે કોરોનાની બીમારી છે તેવું સાંભળતાં જ વ્યક્તિ હિંમત હારી જાય છે, પણ તેમના પિતાએ કોઈ પણ જાતના ભય વગર પોતાને કોરોના વાયરસ થયો છે તે સ્વિકારી લીધું. અને તેની સામે લડવા માટે પણ મનનને મક્કમ કરી લીધું. અને માત્ર લડવા માટે નહીં પણ જીતવા માટે પણ તેમણે નિર્ધાર કરી લીધો.

92 વર્ષિય સુમન દાદાનો આ જ જુસ્સો તેમને કોરોનાની બીમારીમાંથી બહાર લાવ્યો છે. સાથે સાથે હોસ્પિટલના કર્મચારીઓની સેવા અને પરિવારનો સાથ તો ખરો. પણ જ્યારે બીમાર વ્યક્તિ પોતે જ મક્કમ હૃદયની ન હોય ત્યાં સુધી આ બધું જ નિર્થક રહે છે. અને અહીં સમુન દાદામાં રહેલો આત્મવિશ્વાસ કામ કરી ગયો. તેમના કુટુંબના પુત્રવધુ પણ એક ડોક્ટર છે તેમને પણ કોરોના પોઝીટીવ આવ્યો હતો અને આજે તેઓ ફરી સ્વસ્થ થઈ ગયા છે અને પેહલાંની જેમ સામાન્ય જીવન જીવી રહ્યા છે.

આ રીતે આપ્યો હતો પરિવારે સાથ

image source

સુમન દાદા ઇશ્વરમાં અપાર શ્રદ્ધા ધરાવે છે આજે પણ ભગવતગીતાના 12માં તેમજ 15માં અધ્યાયનું તેઓ નિયમિત પઠન કરે છે. જ્યારે તેમને પુછવામાં આવ્યું કે તેમણે હોસ્પિટલમાં આટલો લાંબો સમય કેવી રીતે પસાર કર્યો ત્યારે તેઓ જણાવે છે કે તેમના પરિવારે તેમનો તેમાં ખૂબ સાથ આપ્યો છે અને તેમાંથી જ તેમને શક્તિ મળતી હતી. આ ઉપરાંત હોસ્પિટલની વ્યવસ્થાઓ પણ સારી હતી. હોસ્પિટલના સ્ટાફ દ્વારા ખૂબ જ કેર કરવામાં આવતી હતી. અને બીજી બાજુ મારું મન પ્રસન્ન રાખવા મારી પૌત્રી મને જુના ગીતો સંભળાવતી રહેતી.

અને જ્યારે તેમની 16 વર્ષિય પૌત્રીના જન્મ દિવસ પર સુમન દાદાને રજા મળી ત્યારે પરિવારમાં ખરેખર સેલિબ્રેશનનો માહોલ સર્જાઈ ગયો હતો. પૌત્રી તો તેમના હોસ્પિટલમાંથી સાજા થઈને પાછા આવવાને જ પોતાની સૌથી મોટી બર્થડે ગીફ્ટ માની રહી છે.

સુમનદાદાનું કુટુંબ તબીબી ક્ષેત્ર સાથે જોડાયેલું છે

સુમન દાદાનો પરિવાર તબીબી ક્ષેત્ર સાથે જોડાયેલો હોવાથી તેઓ આ પરિસ્થિતિને નજીકથી જાણે છે. અને તેઓ એવું માની રહ્યા છે કે વર્તમાન સ્થિતિમાં કેટલીક બાબતો પર ધ્યાન આપવાની જરૂર છે. તેઓ જણાવે છે કે જે કોરોનાથી ડરી જાય છે તે સમજો મરી જાય છે, માટે કોરોનાથી ભયભીત થવાની કોઈ જરૂર નથી પણ તેની સામે આત્મવિશ્વાસ સાથે લડવાની જરૂર છે. બીજી બાજુ લોકોએ એ વાસ્તવિકતા પણ ધ્યાનમાં રાખવાની છે અને સમજવાની છે કે જ્યાં સુધી કોરોના વાયરસની રસ્સી ન શોધાય ત્યાં સુધી તેને નાબુદ કરવો અશક્ય છે માટે જ આપણે બધા એ કોરોના સાથે જીવવનાનું છે સુમન દાદાના શબ્દોમાં કહીએ તો, ‘લિવ વીથ કોરોના એન્ડ લવ વિથ કોરોના’ એટલે કે કોરોના સાથે જીવવું પડશે અને જેને પણ કોરોના વાયરસની બીમારી થઈ હોય તેમનાથી ભાગવાની જગ્યાએ તેમની પ્રેમથી સંભાળ લેવાની જરૂર છે. અને આ રીતે તેમની હિમ્મત વધારવાની છે તો જ કોરોના સામેનું આ યુદ્ધ જીતી શકાશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ