વાંચો આજે એવા વ્યક્તિ વિષે જેનો બચપનમાં પરિવારજનોએ કર્યો હતો ત્યાગ, જ્યારે આજે લાખો પરિવારે એમને અપનાવ્યા છે…

પદ્મશ્રી મેળવનારા 92 વર્ષીય આ વ્યક્તિએ સમાજ માટે જે કર્યું છે તેને જાણી તમે તેમને સેલ્યુટ કરશો

ભારત એક આધ્યાત્મિક દેશ છે. યુગોથી અહીં કેટલાએ આધ્યાત્મિક ગુરુઓ સામાન્ય જનતાને જીવનનો યોગ્ય માર્ગ બતાવતા આવ્યા છે. દુર્ભાગ્યપુર્ણ રીતે, આધુનિક કાળમાં તેમનામાંથી કેટલાક વિવિધ વિવાદો જેમ કે યૌન ઉત્પીડન, હત્યા અને નાણાકિય ઘોટાળાઓના કારણે સમાચારોની હેડલાઇન્સમાં રહે છે.

પણ કેટલાક એવા પણ નામો છે જેમણે સામાન્ય જનતાના સ્વાસ્થ્ય, કલ્યાણ, આધ્યાત્મ અને તેમની સારપને ધર્મ સ્વરૂપે અપનાવ્યા છે. 92 વર્ષીય સ્વામી નારાયણ દાસ એવા જ એક આધ્યાત્મિક ગુરુ છે જે નિઃસ્વાર્થ ભાવે રાજસ્થાનના લોકો માટે કામ કરે છે. સમાજમાં એકરૂપતા અને આધ્યાત્મિકતાના વિસ્તરણમાં તેમના યોગદાન માટે તેમને 2018માં દેશનું ચોથું સર્વશ્રેષ્ટ નાગરિક સમ્માન પદ્મશ્રીથી સમ્માનિત કરવામાં આવ્યા છે.

સ્વામી નારાયણનો જન્મ રાજસ્થાનના એક નાનકડા શહેર શાહપુરામાં થયો હતો. તેમના માતાપિત ભગવાન દાસના અનુયાયી હતા. તેમણે પ્રાર્થના કરી હતી કે જો તેમનું બાળક જીવતું રહેશે તો તે ભગવાનની સેવા કરશે. જ્યારે સ્વામી નારાયણ સ્વસ્થ રહ્યા ત્યારે તેમના માતા-પિતાએ પોતાનું વચન પાળ્યું અને તેમને પાંચ વર્ષની નાજુક ઉંમરમાં આશ્રમમાં મોકલી દીધા.

ખુબ નાની ઉંમરથી તેમણે વેદ અને અન્ય હિન્દુ ગ્રંથો શીખવા શરૂ કરી દીધા હતા. તેમણે ખુબ જ જલદી સંસ્કૃત શીખી પ્રવચન આપવાનું પણ શરુ કરી દીધું. તે લોકો સમક્ષ પોતાનું વેદ તેમજ ગ્રંથોનું જ્ઞાન વહેંચતા હતા. તેનાથી તેમની નામના વધવા લાગી.
સ્વામી નારાયણે ક્યારેય કોઈ ઔપચારિક શિક્ષણ નથી લીધું તેમ છતાં તે ક્ષેત્રમાં તેમનું યોગદાન આશ્ચર્યજનક અને નોંધનીય રહ્યું છે. છેલ્લા કેટલાએ વર્ષોથી તેમણે હજારો જીવનમાં શિક્ષણના માધ્યમથી પરિવર્તન લાવ્યું છે. તેના માટે તેમને શિક્ષણ સંસ્થાઓ સ્થાપિત કરી છે.

તેમણે પાચં કોલેજોની સ્થાપના કરી છે અને રાજસ્થાનના અંતરિયાળ વિસાતારોમાં લગભગ 25 શાળાઓમાં આર્થિક મદદ પણ કરી છે. તેમણે મહિલાઓ માટે પણ બે કોલેજો ખોલી છે.

1998માં રાજસ્થાનના તે વખતના મુખ્યમંત્રી ભૈરો સિંહ શેખાવતે એક સંસ્કૃત વિશ્વવિદ્યાલય ખોલવાની જાહેરાત કરી હતી. પણ ફંડની ખેંચના કારણે 2002 સુધી તેની સ્થાપના ન થઈ શકી.
જ્યારે સ્વામી નારાયણને આ આર્થિક મજબૂરીની જાણ થઈ ત્યારે તેમણે સ્વૈચ્છિક રીતે રૂ. 50 કરોડ સંસ્કૃત

વિશ્વવિદ્યાલયની સ્થાપના માટે દાન આપ્યા અને ખાસ એવો આગ્રહ રાખ્યો કે તેમના નામને જાહેર કરવામાં ન આવે. ત્યાર બાદ સંસ્કૃત વિશ્વવિદ્યાલયનું નામ તેમના ગુરુ જગતગુરુ રામાચન્દ્રયા રાજસ્થાન વિશ્વવિદ્યાલના નામથી જયપુરમાં ખોલવામાં આવી.

સ્વામી નારાયણ સમગ્ર દેશમાં ફેલાયેલા ચટચટ પંથના પ્રમુખ છે. તેમણે 80 વર્ષની ઉંમરે ઘણાબધા સામાજિક કાર્ય કર્યા. તેમનું માનવું છે કે લોકોના જીવનમાં આધ્યાત્મિક, શૈક્ષણિક અને સ્વાસ્થ્યમાં સંપૂર્ણ પણે પરિવર્તન લાવવું તે આધ્યાત્મિક માર્ગદર્શકોની મુખ્ય ભુમિકા હોવી જોઈએ.
તેમણે ખુબ જ યોગ્ય સંદેશ આપ્યો છે કે ‘પ્રકૃતિને પ્રેમ કરો. તે તમને માણસને પ્રેમ કરવાનું શીખવી દેશે,’

તેમના આશ્રમમાં વેદ શાળા છે જે ઉત્તરી ક્ષેત્રની સૌથી આધુનિક વેદ શાલા છે. સંસ્થાનમાં વેદોના વૈજ્ઞાનિક પાસાઓનું અધ્યયન અભ્યાસક્રમનો મુખ્ય ભાગ છે. શૈક્ષણિક સંસ્થાઓ ઉપરાંત તેમણે શાહપુરામાં એક હોસ્પિટલ પણ ખોલી છે. આ હોસ્પિટલનું નામ તેમના ગુરુ ભગવાનદાસ ના નામ પર આપવામાં આવ્યું છે. માત્ર આટલું જ નહીં, સ્વામી નારાયણ ગૌર-રક્ષા અને ગરીબોના ભોજન માટે પણ કામ કરી રહ્યા છે. તેમના ધામમાં ત્રણ ગૌશાળાઓ છે જેમાં 1300 ગાયો છે.

ઉંમરના આ પડાવ પર સ્વામી નારાયણ દાસનું સમાજ પ્રત્યેનું સમર્પણ અને સંકલ્પ ખરેખર વખાણવા યોગ્ય છે. તે રણમાંની મીઠી વીરડી સમાન છે. અમારી ભગવાનને એવી જ પ્રાર્થના છે કે તેમના જેવા બીજા લોકો પણ આગળ આવે અને દેશમાં શિક્ષણના સ્તરને ઉંચુ લાવવામાં યોગદાન આપે.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર 

દરરોજ આવી પ્રેરણાત્મક પોસ્ટ વાંચો ફક્ત અમારા પેજ પર, તમારા મિત્રો સાથે પણ શેર કરો.

ટીપ્પણી