૯૦ના દાયકામાં જે એક્ટર્સનો જમાનો હતો આજે તેમના દીકરા બોલિવૂડમાં પોતાનું નામ અને સ્થાન જમાવવા તૈયાર છે…

શાહરૂખ, સની, ગોવિદા અને સુનિલ શેટ્ટી સહિત અનેક હિરોના દીકરાઓ થઈ ગયા છે જુવાન… જુઓ તેમના ફોટોઝ અને કરો નક્કી કે તેઓ બોલિવૂડમાં આવવા તૈયાર છે કે કેમ? ૯૦ના દાયકામાં જે એક્ટર્સનો જમાનો હતો આજે તેમના દીકરા બોલિવૂડમાં પોતાનું નામ અને સ્થાન જમાવવા તૈયાર છે… જેમના નામથી બોલિવૂડ ચમકતું હતું, આજે એમના સંતાનો છે નવા ચહેરા સાથે ઝળકવા હાજર…

 

View this post on Instagram

 

Pal pal Dil Ke Paas #ppdkp #love #freshness #forever

A post shared by Sunny Deol (@iamsunnydeol) on

૯૦ ના દાયકામાં, બૉલીવુડમાં ઘણા સિતારાઓ ચમક્યા હતા. લોકો તેમના સ્માર્ટ લૂકના દિવાના હતા. આ એ સમય હતો જ્યારે હેન્ડસમ હિરોને સ્ક્રીન પર જોઈને સામે બેઠા બેઠા છોકરીઓ તેમના દેખાવ પર ફિદા થઈ જતી. બદલાતા યુગ અને વધતી ઉંમરને લીધે, સ્ક્રીન પર આ તારાઓની હાજરી ઓછી થઈ ગઈ. પરંતુ આ સુપરસ્ટારનાં બાળકો તેમના પિતા કરતા વધુ સુંદર દેખાય છે. ખાસ વાત એ છે કે આમાંથી કોઈ પણ સ્ટાર કિડ્સ મોટા થઈને હજુ સુધી બૉલીવુડમાં પ્રવેશી શક્યો નથી. એમ કહીએ કે તેમનું હજી બોલિવૂડ્માં ડેબ્યુ થયું નથી… આવો તેમના ફોટોઝ સહિત તેમના વિશે જાણીએ.

સની દેઓલનો પુત્ર કરણ દેઓલ

 

View this post on Instagram

 

A post shared by Karan Deol (@imkarandeol) on

સની દેઓલના પુત્ર કરણ દેઓલ ટૂંક સમયમાં બૉલીવુડમાં પ્રવેશ કરશે. તેઓ સની દેઓલના ‘પલ પલ દિલ કે પાસ’ સાથે તેમની અભિનય કારકિર્દી શરૂ કરશે. આજ દિવસોમાં, કરન આ ફિલ્મ માટે શૂટિંગમાં વ્યસ્ત છે. સની દેઓલનો પુત્ર તેના કરતાં વધુ સુંદર લાગે છે. કરણની ફિલ્મ ‘પલ પલ દિલ કે પાસ’ 19 જુલાઇ, 2019 ના રોજ રિલીઝ થશે. સની દેઓલ આ મૂવીને જાતે દિગ્દર્શન કરી રહ્યા છે. ફિલ્મ કરણની સામે અભિનેત્રી તરીકે સહર બામ્બા દેખાશે.

સુનિલ શેટ્ટીના પુત્ર આહાન

 

View this post on Instagram

 

A post shared by bollywood_hindistan (@bollywood_hindistan) on

આહાન લૂક્સમાં પોતાના પિતા સુનીલ શેટ્ટીથી પણ વધુ નંબર લઈ જાત તેવો દેખાય છે. તે બોલિવૂડ હિન્દી ફિલ્મમાં આવે તે પહેલા જ આહાન હિરોના રોલમાં હિટ થઈ થઈ ગયો. સમાચાર છે કે તે તેની આગામી તેલુગુ ફિલ્મ આર.એક્સ 100માંથી પ્રવેશ કરશે. ચાલો આપણે જાણીએ કે આહાન વારંવાર તેમની લવ લાઈફ સાથેના સમાચારોને લીધે પણ હેડલાઇન્સ રહે છે. મીડિયા સૂત્રોના અહેવાલો અનુસાર, આહાન, તાનિયા શ્રૉનેફ ડેટિંગ કરી રહ્યો છે. બંનેને સાંજે આઉટીંગ પર ઘણી વખત એકસાથે જોવામાં આવ્યા છે.

ગોવિંદાના પુત્ર યશવર્ધન

 

View this post on Instagram

 

Happy #diwali 💥

A post shared by Yashvardhan Ahuja (@ahuja_yashvardhan) on


યશવર્ધન પણ તેમના પિતા જેવા હેન્ડસમ અને સ્ટાઇલિશ છે. સોશિયલ મીડિયા પર યશવર્ધન ખૂબ સક્રિય છે. મીડિયા અહેવાલો અનુસાર, યશવર્ધન બોલીવુડમાં આવતા પહેલા આજકાલના દિવસોમાં ખાસ તાલીમ લઈ રહ્યા છે. તેઓ પોતાની પહેલી સફળતા ખૂબ ખાસ રીતે મેળવવા માંગે છે. યશની ઉંમર ઓછી છે અને બોલીવુડમાં અભિનેતા દિગ્દર્શક તરીકે ગોવિંદા સાથે કેટલીક ફિલ્મો કરવા માંગે છે.

શાહરુખ ખાનનો પુત્ર આર્યન

 

View this post on Instagram

 

A post shared by Aryan Khan (@___aryan___) on

હવે શાહરુખ ખાનના પુત્ર આર્યન ખાન વિશે વાત કરીએ તો એવું માનવામાં આવે છે કે ટૂંક સમયમાં જ શાહરૂખના બંને બાળકો સિલ્વર સ્ક્રીન પર દેખા દેશે. શાહરૂખ ખાનનો પુત્ર આર્યન ખાન હમણાંથી જ સોશિયલ મીડિયા પર લોકપ્રિય છે. તેમને લાખો ચાહકો અનુસરે છે. ફક્ત આટલું જ નહીં, તેમના ઓફિશિયલ ઇન્ટાગ્રામમાં તેમણે પિતા કરતાં પણ વધુ ફેનફોલોઇંન્ગ ભેગી કરી લીધી છે.

સૈફ અલી ખાનનો પુત્ર ઈબ્રાહિમ

 

View this post on Instagram

 

A post shared by Ibrahim Ali Khan FC (@iakpataudi_fc) on

આ સૂચિમાં સૈફ અલી ખાનના પુત્ર ઇબ્રાહિમનું નામ પણ શામેલ છે. ઇબ્રાહિમ સૈફ અલી ખાનની જાણે બે કાર્બન કૉપિ બોલિવૂડમાં પ્રવેશી હોય એવું તેમના ફેન્સને જરૂર લાગશે. હાલમાં જ થોડા સમય પહેલાં સૈફની પુત્રી સારાહ અલી ખાન બૉલીવુડમાં પ્રવેશી ચૂકી છે, જ્યારે ઇબ્રાહિમ હજુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી દૂર છે. જોકે ઇબ્રાહિમ એકદમ હેન્ડસમ લાગે છે. તેના માટે પણ બોલિવૂડની દુનિયાના રસ્તા ખુલ્લા જ છે.

અક્ષય કુમારનો પુત્ર આરવ

 

View this post on Instagram

 

A post shared by Aarav KUMAR 🔵 (@aaravkumarofficiial) on

અક્ષય કુમારનો પુત્ર આરવ 16 વર્ષનો છે. આરવ લાઇમલાઇટથી દૂર રહે છે, પરંતુ તેના દેખાવને લીધે લોકોનું હંમેશા ધ્યાન આકર્ષિત કરે છે. દેખાવમાં, આરવ અક્ષય કુમાર જેવો જ હેન્ડસમ લાગે છે, અલ્બત્ત કહી શકાય કે તેને પણ મ્હાત આપે છે.

 

View this post on Instagram

 

A post shared by Aarav KUMAR 🔵 (@aaravkumarofficiial) on

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ