સર્વાઈકલ કેન્સરના આ 9 લક્ષણોને ક્યારેય અવગણવા નહીં

1940ના દાયકામાં જ્યાં સુધી ડો. જ્યોર્જ પાપાનિકોલાઉએ પેપ ટેસ્ટનો પરિચય નહોતો કરાવ્યો ત્યાં સુધી સ્ત્રીઓના મૃત્યુનું નંબર વન કારણ સર્વાઈકલ કેન્સર જ હતું. આ સાદો સરળ ટેસ્ટ, કે જેમાં તમારા સર્વિક્સ (ગર્ભાશયની ડોક)માંથી કોષિકાઓના નમુના લેવામાં આવે છે અને તેનું માઇક્રોસ્કોપ હેઠળ મુલ્યાંકન કરવામાં આવે છે. ડોક્ટર જ્યોર્જના આ ટેસ્ટથી મૃત્યુ દરમાં નોંધનીય એટલે કે 50 ટકા કરતા પણ વધારે ઘટાડો થયો છે.

સારા સમાચાર એ છે કે નિયમિત તપાસથી મોટા ભાગના ગર્ભાશયના કેન્સરને રોકી શકાય છે અને મૃત્યુ ટાળી શકાય છે. અમેરિકામાં તો સર્વાઇકલ કેન્સરના પરિક્ષણ માટે મફત સેવા આપવામાં આવે છે. પણ સામાન્ય કોષોને ગર્ભાશયમાં કેન્સરના કોષોમાં ફેરવાતા વર્ષો લાગતા હોવાથી, એ આવશ્યક છે કે તમારે પેપ ટેસ્ટ અથવા એચપીવી ટેસ્ટ બન્ને અથવા બન્નેમાંથી કોઈ એક ટેસ્ટ તો ચોક્કસ નિયમિત પણે કરાવવો જોઈએ.

ગર્ભાશયનું કેન્સર 20 વર્ષથી નીચેની સ્ત્રીઓમાં ભાગ્યે જ જોવા મળે છે. તે મોટે ભાગે આધેડ ઉંમરમાં જોવા મળે છે. તેમ છતાં, ઘણી વૃદ્ધ સ્ત્રીઓને એ ખ્યાલ નથી હોતો કે તેમની ઉંમર વધે તેમ તેમ ગર્ભાશયનું જોખમ પણ વધતું જાય છે. હકીકતમાં તો 15 ટકા કરતાં પણ વધારે ગર્ભાશયના કેન્સર 65 વર્ષથી ઉપરની ઉંમરની સ્ત્રીઓમાં જોવા મળે છે.
મૃત્યુ દર ચોક્કસ ઘટ્યો છે તેમાં કોઈ જ શંકા નથી, પણ તે પણ વાસ્તવિકતા છે કે સ્ત્રીઓ હજુ પણ આ રોગથી મરી રહી છે. અમેરિકન કેન્સર સોસાયટીએ 2015માં અંદાજો લગાવ્યો હતો તે પ્રમાણે યુ.એસ.એમાં લગભગ 12,900 સ્ત્રીઓ ગર્ભાશયના કેન્સરનો ભોગ બનશે અને તેમાંથી 4100 સ્ત્રીઓ મૃત્યુ પામશે.

મનુષ્ય જન્ય પેપિલોમા વાઇરસ (એચપીવી) જે સમાગમ દ્વારા ફેલાય છે તેના કારણે ગર્ભાશયનું કેન્સર થાય છે. સદભાગ્યે, મોટા ભાગની સ્ત્રીઓનું શરીર કેન્સરની નોબત આવે તે પહેલાં જ એચપીવી ના સંક્રમણ સામે લડી શકે છે. પણ જો તમે ધૂમ્રપાન કરતા હોવ, તમે ઘણા બધા બાળકોને જન્મ આપ્યો હોય, અથવા તમે બર્થકંટ્રોલ પીલ્સ લાંબા સમય માટે યુઝ કરતા હોવ અથવા તમને એચઆઈવી હોય તો તમને ગર્ભાશયનું કેન્સર થવાનું જોખમ વધી જાય છે.
કન્યાઓ તેમજ યુવાન સ્ત્રીઓએ એચપીવીની રસ્સી (જેને કેટલીક શ્રૃંખલામાં આપવામાં આવે છે) લેવી જોઈએ, જે કેટલાએ પ્રકારના વાઇરસથી રક્ષણ આપે છે જેમાં કેટલાક કેન્સર કારક વાયરસનો પણ સમાવેશ થાય છે. વેક્સિન વાયરસ લાગુ ન પડ્યો હોય ત્યાં સુધી જ આ રસ્સી અસરકારક રહે છે. માટે ડોક્ટર એવી સલાહ આપે છે કે કીશોરીઓ અને કીશોરોએ તેઓ સેક્સ્યુઅલી એક્ટિવ થાય તે પહેલાં જ આ વેક્સિન લઈ લેવી જોઈએ. જે માટે તમારે ડોક્ટરની સલાહ લેવી જોઈએ.

જો તમે વેક્સિન લીધી હોય તેમ છતાં, તમારે નિયમિત સર્વાઇકલ કેન્સરની તપાસ તો કરાવવી જ જોઈએ કારણ કે આ વેક્સિન એચપીવીના કારણે થતાં બધા જ કેન્સરથી તમને રક્ષણ નથી આપી શકતી.

તેમ છતાં તમારા માટે સૌથી વધારે મહત્ત્વનું એ છે કે તમે ગર્ભાશયના કેન્સરના સંકેતોથી માહિતગાર રહો, બની શકે કે શરૂઆતના સ્ટેજ પર તે કેન્સરના લક્ષણ ન હોઈ ને સામાન્ય હોય, પણ પાછળથી, તેના કારણે તમને પેડુમાં દુઃખાવો થાય અથવા યોનીમાંથી રક્તસ્ત્રાવ થાય.

અહીં અમે તમને ગર્ભાશયનું કેન્સર થવાના કેટલાક આગોતરા સંકેતો જણાવી રહ્યા છીએઃ

– સંભોગ બાદ રક્તસ્ત્રાવ થવો.
– મેનોપોઝ બાદ રક્તસ્ત્રાવ થવો.
– પિરયડ્સની વચ્ચે બ્લિડિંગ થવું.
– યોનિ ધોયા બાદ તેમાંથી બ્લિડિંગ થવું.
– પેલ્વિક એક્ઝામિનેશન બાદ વધારે પડતું બ્લિડિંગ થવું.
– માસિક દરમિયાન સામાન્ય કરતાં વધારે રક્તસ્ત્રાવ થવો અથવા વધારે લાંબો સમય માસિક આવવું.
– અસામાન્ય વેજિનલ ડિસ્ચાર્જ
– સંભોગ દરમિયાન પીડા
– પેડુમાં દુઃખાવો

ઉપરનામાંથી કોઈપણ લક્ષણ જો તમને તમારા શરીરમાં દેખાય તો તેનો અર્થ એ નથી જ થતો કે તમને સર્વાઈકલ કેન્સર છે જ. આ લક્ષણો અન્ય કારણોસર પણ હોઈ શકે જેમકે સંક્રમણ. પણ એ સારું રહેશે કે તમે તમારા ડોક્ટર પાસે તપાસ કરાવી લો અને જો કંઈ હોય તો તે માટેની સારવાર ચાલુ કરી લો.

ગર્ભાશયના કેન્સર માટેની તપાસની માર્ગદર્શીકા ખુબ જ મુંઝવનારી છે. મોટા ભાગના મેડિકલ ઓર્ગેનાઇઝેશનો નિયમિત વાર્ષિક તપાસ કરાવવાની સલાહ આપતા નથી, પણ એ મહત્ત્વનું છે કે તમે તમારી ઉંમર પ્રમાણે શું યોગ્ય છે તે જાણો, ખાસ કરીને તમારો વ્યક્તિગત ઇતિહાસ અને જોખમના પરિબળો બાબતે.

લેખન.સંકલન : તૃપ્તિ ત્રિવેદી 

આરોગ્યને લગતી માહિતી વાંચવા માટે લાઇક કરો અમારું પેજ : “જલ્સા કરોને જેંતીલાલ” 

ટીપ્પણી