ઘરની અંદર જઇને 9 મહિનાની બાળકી સાથે જે કર્યુ તે વાંચીને તમારા પણ રૂંવાટા થઇ જશે ઉભા

૯ મહિનાના બાળકીના નખ ઉખાડી લીધા, આનાથી વધુ હેવાનિયત શું હોઈ શકે…?

ગયા : એક તરફ કોરોનાના કારણે જ્યારે લોકો પોતાનો જીવ બચાવવા માટેના પ્રયત્નોમાં ઘરમાં પુરાયેલા છે. ત્યારે બીજી બાજુ ગુનેગારો પોતાની ગુનાહિત પ્રવૃતિઓ કરવામાં લાગેલા છે. હાલના ધ્યાનમાં આવેલ આવા એક કિસ્સાની વાત કરીએ તો બિહારના ગયા જિલ્લાના મગધ યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં શિવગંજ નામનું ગામ છે, જ્યાં અમુક ઇસમોએ ઘરમાં ઘૂસીને ત્યાં મારપીટ કરી હતી. પીડિત પરિવારના ૬ જેટલા લોકોને ઢોર માર માર્યો હતો, પણ ક્રુરતાની હદ તો ત્યારે થઇ જયારે એમણે ૯ મહિનાની બાળકીના નખ પણ ઉખાડી લીધા

image source

ઘરના ૬ લોકો પર થયો હતો હુમલો

આ તપાસ થાય તે દરમિયાન દુઃખથી તડપતી બાળકીને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાવામાં આવી હતી. આ ઘટના દરમિયાન બે મહિલા, બે પુરૂષો અને બે બાળકોને ઘરમાં ઘુસી આવેલ ઇસમોએ માર માર્યો હતો. એ બધાય ઘવાયેલા દર્દીઓની અત્યારે સારવાર થઇ રહી છે. વાસ્તવમાં, આ સમગ્ર મામલો એ છે કે ઇસમોએ પીડિત પરિવારના પક્ષમાંથી કોઈની પાસેથી જમીન ખરીદી હતી, જેની માપણી થઇ ગઈ છે.

ઘરમાં ઘૂસીને ઘરના લોકોને માર માર્યો

image source

પણ ઘરમાં ઘુસી આવેલા બદમાશોએ જ્યારે જમીનને બદલે પીડિતના પરિવાર પાસેથી વધુ પૈસાની માંગ કરી, ત્યારે પીડિત પક્ષે પૈસા આપવાથી ઇનકાર કર્યો હતો. આ પછી, બદમાશોએ દારૂના નશામાં આવીને પરિવાર પર હુમલો કર્યો હતો. હુમલાનો ભોગ બનેલા સુનિતા દેવી અને રામખેલાવન યાદવે જણાવ્યું હતું કે, ગામના જ માણસો સંતોષ, રંજન અને પ્રમોદ સહિતના દસ લોકોએ ઘરમાં પ્રવેશ કર્યો હતો અને અમને માર માર્યો હતો.

૯ મહિનાની બાળકીના નખ ઉખાડી લીધા :

image source

પીડિત પરિવારે જણાવ્યું કે આ મારામારી દરમિયાના અમારા બાળકોના માથા પર ઈંટ દ્વારા નિર્દયતાથી હુમલો કરાયો. એ સિવાય ૯ મહિનાની બાળકીના ત્રણ આંગળીના નખ ઉખાડી લીધા. આ પછી ઘટનાની માહિતી પોલીસને આપવામાં આવી. બાતમી મળતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે સદર હોસ્પિટલમાં મોકલી દેવામાં આવ્યા, જ્યાં અત્યારે ઇજાગ્રસ્તોની સારવાર કરવામાં આવી રહી છે. માહિતી મુજબ પોલીસના હાથમાં આવતા પહેલા જ આરોપીઓ ત્યાંથી નાસી છૂટયા હતા.

source: oneindia.com

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ