ધન્ય છે આ નારીને કે જેના ગર્ભમાં 9 માસનું બાળક, તેમ છતા લોકડાઉનની સ્થિતિમાં કરે છે સુરતમાં સફાઇ કામ

સુરતની મહિલા સફાઈ કર્મચારી

image source

નોવેલ કરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે જ્યાં આખા દેશમાં લોકડાઉનની જાહેરાત કરી દેવામાં આવી છે ત્યાં જ કેટલીક એવી વ્યક્તિઓ પણ છે જે આવા સમયમાં પણ પોતાની ફરજ પૂરી કરવા માટે એટલી હદ સુધી તૈયાર છે જયારે તે મહિલા કર્મચારી પુરા મહીને પ્રેગ્નેન્ટ હોવા છતાં પણ પોતાના કામ પ્રત્યેનું સમર્પણ લેશમાત્ર પણ ઘટ્યું નથી. ઉપરાંત આ મહિલા એક સફાઈ કર્મચારી છે જે પ્રેગ્નેન્ટ હાલતમાં પણ દરરોજ કામ કરવા માટે દિવસના પાંચ કલાક સુરતના રસ્તાઓની સાફ-સફાઈ માટે ફાળવે છે. આજે અમે આપને સુરતની એક એવી મહિલા કર્મચારી વિષે જણાવવા જઈ રહ્યા છીએ. જેને સાચા અર્થમાં કોરોના વોરિયર કહી શકાય છે.

image source

આ મહિલા સફાઈ કર્મચારીનું નામ નયનાબેન રમેશભાઈ પરમાર છે. ૨૭ વર્ષીય નયના બેન હાલ સુરત શહેરના કેનાલ રોડ સ્થિત પાલનપુર જકાતનાકા વિસ્તારની ગણેશ કૃપા સોસાયટીમાં પરિવાર સાથે રહે છે. નયનાબેનના પરિવારમાં કુલ ૬ સભ્યો છે. નયનાબેને ફક્ત સાતમું ધોરણ પાસ કર્યા સુધીનો જ અભ્યાસ કર્યો છે. નયનાબેનને હાલમાં પ્રેગ્નેંસીનો છેલ્લો મહિના ચાલી રહ્યો હોવા છતાં પણ તેઓ દરરોજ સુરતમાં સ્વચ્છ ભારત અભિયાન હેઠળ સુરતને સ્વચ્છ રાખવા માટે રોજ નિયમિત રીતે ૫ કલાકથી વધારે સમય કામ કરી રહ્યા છે.

વધુમાં નયનાબેન જણાવે છે કે, કોરોના વાયરસ સામે સ્વચ્છતા અને જાગૃતતાની જીત થશે. ઉપરાંત નયનાબેન પોતાના કામ કરવા દરમિયાન કોરોના વાયરસને લઈને ખુબ જાગૃત છે આ સાથે જ અન્ય વ્યક્તિઓ સુધી લોકડાઉનનું પાલન કરીને કોરોના વાયરસથી બચી શકાય છે તેવા સંદેશ પણ આપી રહી છે.

image source

નયનાબેન આગળ વાત કરતા જણાવે છે કે, અત્યારે મને નવ મહિનાનો ગર્ભ છે અને છેલ્લા દિવસો પસાર થઈ રહ્યા છે, પણ ઝોન ઓફીસ બંધ હોવાના કારણે રજા લેવા જઈ શકાય નહી. સાહેબ આવા સમયે મારી જાગૃકતા જેટલી મારા આવનાર બાળક પ્રત્યે છે એટલી જ અત્યારે ચાલી રહેલ કોરોના વાયરસની મહામારી સામે પણ છે. એટલા માટે ઘરે રહેવાને બદલે કામ કરવા આવું છું.

image source

મારું ભણતર ફક્ત સાત ધોરણ સુધીનું જ છે પણ સુરતના શહેરીજનો જેઓ ખુબ ભણેલા-ગણેલા છે વડાપ્રધાન મોદી આવી વ્યક્તિઓને વારંવાર લોકડાઉનનું પાલન કરવા માટે વિનતી કરી રહ્યા છે. તેમ છતાં કેટલાક શહેરીજનો સરકાર દ્વારા જાહેર કરાયેલ લોકડાઉનનું ઉલ્લઘન કરી રહ્યા છે. આવી વ્યક્તિઓ ફક્ત એક શહેરને જ નહી પણ આખા દેશને પણ કોરોના વાયરસ જેવી જીવલેણ મહામારી તરફ ધકેલી રહ્યા છે. એટલા માટે આવી વ્યક્તિઓને વિનતી કરું છું કે અમે લોકો સફાઈ કર્મચારી છીએ એટલે અમારું કામ કરવું ખુબ જરૂરી છે.

image source

આપની સુરક્ષા કરવા માટે અમે મજબુર છીએ અમારું કામ કરવા માટે ઘરની બહાર નીકળીએ છીએ પણ આપ બધા મજબુર નથી પણ મજબુત છો એટલા માટે આપ બધાને વિનતી છે કે , ઘરમાં રહો અને સરકાર દ્વારા જાહેર કરાયેલ લોકડાઉનનું પાલન કરો. એમાં જ અમારી અને આપની સાથે જ આખા શહેરની સુરક્ષા પણ સંકળાયેલી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ