ફાસ્ટ ફૂડ શોખીનો માટે લાલબત્તી સમાન કિસ્સો, નૂડલ્સ ખાધા પછી એક જ પરિવારના 9 લોકોના ધડાધડ મોત, જાણો કારણ

ઘણી વખત એવા ઘાકત સમાચાર સામે આવે કે પહેલી વખત સાંભળીને આપણે વિશ્વાસ પણ ન આવે. કારણ કે જે વસ્તુ આપણે સપનામાં પણ ન વિચારી શકતા હોઈએ એવું કંઈ પણ બને તો સ્વાભાવિક છે કે ઝાટકો લાગવાનો છે. તો કંઈક એવું જ સામે આવ્યું છે ચીનથી. ચીનના હેઈલોન્ગજિયાંગ પ્રાંતના જીક્સી શહેરમાં વાસી નૂડલ્સ ખાવાથી એક જ પરિવારના 9 લોકોના મૃત્યુ થવાથી ભારે ચકચાર મચી છે. ઘરે જ બનાવેલી અને ફ્રિઝરમાં સાચવી રાખેલી મકાઈની નૂડલ્સ બાફીને ખાવાના કારણે 7 પુખ્ત અને 2 બાળકો સહિત એક જ પરિવારના 9 લોકો મોતને ભેટ્યા છે.

image source

હાલમાં મોતનું જે કારણ બહાર આવ્યું છે એની વાત કરીએ તો મકાઈ વાસી થઈ જવાથી તેમાં ઉત્પન્ન થયેલ ઝેરી એસિડ ઘાતક બન્યો હોવાનું કારણ તબીબી તપાસમાં સામે આવ્યું છે. 12 વ્યક્તિના પરિવાર પૈકી કુલ 9 લોકોએ સવારના નાસ્તામાં ઘરે બનાવેલી મકાઈની નૂડલ્સ ખાધી હતી. બાકીના 3 કિશોરોએ મકાઈની નૂડલ્સ ભાવતી ન હોવાથી તે ખાવાનું ટાળ્યું હતું. નાસ્તો કર્યા પછી બપોરથી જ દરેકને તીવ્ર ડિહાઈડ્રેશનની ફરિયાદ સાથે હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. જ્યાં સઘન સારવાર છતાં બે દિવસના અંતરે નાસ્તો કરનાર દરેક 9 લોકોએ એક પછી એક દમ તોડ્યો હતો.ઘટના સામે આવતાં જ લોકોમાં ચર્ચાનો દોર શરૂ થયો હતો કે આખરે એક નૂડલ્સ કઈ રીતે આટલા લોકોનો જીવ લઈ શકે.

image source

ત્યારે હાલમાં એક મોટો પ્રશ્ન એ પણ ઉભો થાય છે કે, નૂડલ્સ કેવી રીતે ઝેરી બની હતી. ઉલ્લેખનીય છે કે શુઆનટાંગ્ઝી તરીકે ઓળખાતી મકાઈની નૂડલ્સ એ ઉત્તર-પૂર્વ પ્રાંતનો પરંપરાગત નાસ્તો મનાય છે. આપણે ત્યાં જેમ ચોખાના પાપડ બારમાસી બનાવીને રાખી મૂકવામાં આવે છે એમ ઉત્તર-પૂર્વ ચીનના પરિવારો વર્ષભરની મકાઈ નૂડલ્સમાં આથો લાવીને ભરી રાખે છે તેમજ જરૂરિયાત મુજબ પાણીમાં પલાળીને, બાફીને તેનાં પર મસાલો છાંટીને નાસ્તા તરીકે ખાવા ટેવાયેલા છે.

image source

હવે મુખ્ય વાત એ છે કે મકાઈના આથામાં બોન્ગ્ક્રેકિક નામના એસિડનું પ્રમાણ વધી જવાથી તે શ્વસનતંત્ર માટે અત્યંત ઘાતક ઝેર બની જાય છે. નૂડલ્સમાંથી તેમજ ખાનારા લોકોની હોજરીમાંથી પણ બોન્ગ્ક્રેકિક એસિડ માટે કારણભૂત બેક્ટેરિયાનું ભારે ઊંચું પ્રમાણ મળ્યું હતું. બોન્ગ્ક્રેકિક એસિડની પાણીના 100મા ભાગ જેટલી હાજરી વાનગીમાં ખટાશ ઉમેરવા માટે પૂરતી હોય છે પરંતુ એથી વધુ પ્રમાણ હોય તો એ ઘાતક નીવડે છે. હાલની ઘટનાની વાત આ કિસ્સા સાથે સાંકળીને જો કરવામાં આવે તો મૃતકોએ ખાધેલ નૂડલ્સમાં બોન્ગ્ક્રેકિક એસિડનું પ્રમાણ પાણીના 18મા ભાગ જેટલું હતું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ