જલ્સા કરોને જેંતીલાલ

87 વર્ષના ક્રીકેટ ફેન ગુજરાતી માજીએ કેપ્ટન કોહલીનું દીલ જીતી લીધું. બાના જુસ્સાને જોઈ વિરાટ પોતાની જાતને રોકી ન શક્યો અને તેમને મળવા પહોંચી ગયો..

ભારત વિ. બાંગ્લાદેશની ગઈ કાલની મેચ તેની જીતના કારણે તો યાદગાર રહેશે જ પણ એક 87 વર્ષના ક્રીકેટ ફેન માજીએ ઇન્ડિયન ટીમ કેપ્ટનનું દીલ જીતી લીધું તેના માટે વધારે યાદગાર રહેશે.

ગઈ કાલની ભારત વિ. બાંગ્લાદેશની બર્મિંઘમ ખાતેની મેચમાં ભારતે બાંગ્લાદેશ પર શાનદાર જીત મેળવીને ફેન્સને આવનારી મેચો માટે વાધારે ઉત્સાહિત કરી દીધા છે. પણ આ મેચની લાઈમલાઇટ ભારતની જીત નહીં પણ એક 87 વર્ષના ગુજરાતી બા રહ્યા છે. હા, ભારતની બેટીંગ દરમિયા આ બાએ ખુબ જુસ્સા ભેર ટીંમ ઇન્ડિયાને સપોર્ટ કર્યો. તેમણે વુવિઝેલા એટલે કે એક જાતનું પીપુડું વગાડી વગાડીને પોતાનો ક્રીકેટ પ્રત્યેનો જુસ્સો વ્યક્ત કર્યો હતો.

સ્ટેડિયમના કેમેરામેને પણ તેમના આ જુસ્સાને કેમરામાં કેદ કરી લીધો. અને તે જોઈ કમેન્ટેટર પણ ચકીત થઈ ગયા. અને જ્યારે એવી ખબર પડી કે તેણી સ્ટેડિયમમાં વ્હિલચેયર પર બેસીને આવી છે ત્યારે તો ભલભલાને તેમના પર માન ઉપજી આવ્યું. કમેન્ટેટર હર્ષા ભોગલે પણ આ માજીને જોઈને અભિભૂત થઈ ગયા.

આટલું જ નહીં પણ ક્રીકેટ મેચ પત્યા બાદ ખુદ કેપ્ટન કોહલી તે માજી પાસે પહોંચી ગયા અને તેમને પ્રણામ કર્યું, તેમના આશિર્વાદ લીધા. માત્ર પ્રણામ જ નહીં તે ત્યાં થોડીવાર રોકાયા અને તેમની સાથે કેટલીક વાતો પણ કરી. સાથે સાથે મેન ઓફ ધી મેચ રોહિત શર્મા પણ કેપ્ટન કોહલી સાથે માજીને મળવા પહોંચી ગયા હતા અને તેમને પ્રેમથી ભેટી પડ્યા હતા.

તમને જાણીને આશ્ચર્ય અને આનંદ થશે કે આ માજી ગુજરાતી છે. તેમનું નામ ચારુલતા પટેલ છે. તેઓ 87 વર્ષના છે અને હાલ અશક્ત હોવાના કારણે વ્હિલચેર પર હલનચલન કરે છે. તેમણે જણાવ્યું કે તેઓ વર્ષોથી ક્રીકેટના ફેન છે અને તેઓ હંમેશા ટીમ ઇન્ડિયાને સપોર્ટ કરતા આવ્યા છે.

તેમણે જણાવ્યું “હું જ્યારથી આફ્રિકામાં હતી ત્યારથી કેટલાએ દાયકાઓથી ક્રીકેટ જોઉં છું. આ પહેલાં હું ટીવી પર ક્રીકેટ એન્જોય કરતી હતી, કારણ કે ત્યારે હું કામ કરતી હતી. પણ હવે હું રીટાયર થઈ ગઈ છું તો લાઈવ જોવા આવી છું. અને જો ભારત ફાયનલમાં પહોંચી જશે તો ફાયનલ પણ લાઈવ જ જોઈશ.”

તેમને જ્યારે પુછવામા આવ્યું કે શું ભારત વર્લ્ડકપ જીતશે તો તેમણે પુરા આત્મવિશ્વાસ સાથે જવાબ આપ્યો હતો કે ભારત ચોક્કસ વર્લ્ડકપ જીતશે. તેઓ તેના માટે ભગવાને ખુબ પ્રાર્થના પણ કરે છે.

આ એક મેચમાં માજીએ એટલા બધા લોકોનું દીલ જીતી લીધું કે સ્ટેડિયમમાં હાજર લોકો તેમની સાથે સેપ્ફી લેવા લાગ્યા.

ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન માઇકલ વોન પણ તસ્વીરો જોઈ પોતાને રોકી ન શક્યા અને તેમણે પણ લખ્યું કે ‘આ ક્રીકેટ વર્લ્ડકપની આ સૌથી સુંદર તસ્વીર છે.’

માત્ર ક્રીકેટ સાથે જોડાયેલા લોકો જ નહીં પણ ભારતના બિઝનેસ ટાઇકુન આનંદ મહિંન્દ્રા જે હંમેશા પોતાના ટ્વીટર માટે ચર્ચામાં રહે છે તેમણે પણ ટ્વીટ કરીને લખ્યું છે કે ‘આ માજી કોણ છે તે શોધી લાવો અને હવે પછીની વર્લ્ડકપની ભારતની બધી જ મેચની તેમની ટીકટના પૈસા હું આપીશ.’
વાહ, માજીએ માત્ર ભારતીય ક્રીકેટ ટીમ જ નહીં પણ સમગ્ર સ્ટેડિયમમાંના ભારતીય સપોટર્સ અને વિશ્વમાં રહેતાં ભારતીયોનો ક્રીકેટ વર્લ્ડકપ પ્રત્યેને જુસ્સો વધારી દીધો છે.

વિરાટ કોહલીએ પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર પણ માજી સાથેની તસ્વીરો શેયર કરતાં લખ્યું છે તે ટીમ ઇન્ડિયાના દરેક ફેનના તેમના પ્રત્યેના પ્રેમ અને સપોર્ટ માટે આભાર માને છે અને ખાસ કરીને ચારુલતા પટેલ જીનો. તેણી 87 વર્ષની છે અને કદાચ અત્યાર સુધીમાં તેમના જેવા સમર્પિત ફેન મેં ક્યાંય નથી જોયા. ”

ગુજરાતી બાની ટીમ ઇન્ડિયા પ્રત્યેનો જુસ્સો જોઈ તમને બીજા ઘણા બધા ક્રીકેટ ફેન્સ યાદ આવી ગયા હશે. કેમ, તમને ખ્યાલ હોય તો એક ભઈ ઘણીવાર ટીમ ઇન્ડિયાને સપોર્ટ કરતાં નજરે પડે છે. જે પોતાની આંખો પર ઇન્ડિયન ફ્લેગના પિક્ચર વાળા લેન્સ પહેરે છે. આ ભઈ પણ ઘણીવાર તમને ભારતીય ક્રીકેટ મેચોમાં જોવા મળે છે.

અને ટીમ ઇન્ડિયાની પોતાની જ નાનકડી ફેનને તમે કેવી રીતે ભૂલી શકો ? અરે ભૂલી ગયા આપણા ભૂતપૂર્વક કેપ્ટર અને હાલના વિકેટ કીપર મહેન્દ્ર સિંહ ધોનીની નાનકડી દીકરી ઝીવા. ઝીવાને તમે ઘણી વાર સ્ટેડિયમના સ્ટેન્ડમાં તેની માતા સાથે ટીમ ઇન્ડિયાને સપોર્ટ કરતાં જોઈ હશે. કાલે પણ તેણીએ ખુબ જ જુસ્સાથી ટીમ ઇન્ડિયાને સપોર્ટ કર્યું હતું. જેની વિડિયો પણ સોશિયલ મિડિયા પર વાયરલ થઈ હતી.

ધોનીની પત્ની સાક્ષી ઘણીવાર પોતાની આ ક્યુટ દીકરીની વિડિયો પોતાના સોશિયલ અકાઉન્ટ પર શેયર કરતી હોય છે. અને તેણીનો પણ એક અલાયદો ચાહક વર્ગ છે.

તમને જણાવી દઈએ કે આ મેચમાં મેન ઓફધી મેચ રોહીત શર્મા બન્યા છે. આ વર્લ્ડકપમાં તેમણે આ ચોથી સદી ફટકારીને એક રેકોર્ડ સ્થાપ્યો છે. જો કે તેમને જ્યારે પોતાની સદી પુરી થઈ ત્યારે ખ્યાલ પણ નહોતો કે તેમની વિશ્વકપમાં ચોથી સદી પૂરી થઈ છે.

તો આવનારી મેચો માટે થઈ જાઓ તૈયાર. સ્ટેડિયમમાં ભલે લાઈવ મેચ જોવા ન મળે પણ અહીં ઘરે બેસીને જ આપણી ટીમ ઈન્ડિયાને આપણે પૂરા જોમજુસ્સાથી સપોર્ટ કરીએ.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Exit mobile version