જલ્સા કરોને જેંતીલાલ

સોનપરીથી લઈને ખીચડીના બાળ કલાકારો આજે કેવા લાગે છે તે જાણો છો ?

આપણા બાળપણને આપણે યાદ કરીએ એટલે અમુક ચોક્કસ વસ્તુઓ, ચોક્કસ પ્રસંગો ચોક્કસ ફિલ્મો ચોક્કસ સિરિયલો ચોક્કસ પ્રવાસન સ્થળો આપણને યાદ આવી જતાં હોય છે. અને જ્યારે આપણે આમાંથી જ કોઈ વસ્તુને જોઈએ છીએ ત્યારે આપણા બાળપણની યાદો તાજી થઈ જતી હોય છે. આજે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ પર ઘણી બધી એવી વિડિયો ફરતી હોય જે આપણા બાળપણને યાદ કરાવી દે જેમ કે 90ના દાયકાની જાહેરખબરો. તેવી જ રીતે સિરિયલના બાળ કલાકારો પણ આપણને ફરી આપણા બાળપણમાં પહોંચાડી દે છે. તો આજે જાણો 90ના દાયકાની સિરિયલોમાં આવતા બાળકો મોટા થઈને કેવા લાગે છે.

કરીશ્મા ઉર્ફે ઝનક શુક્લા

કરીશ્મા કા કરીશ્મામાં આવતી પેલી નાનકડી રોબોટ છોકરી તમને યાદ છે ? તે કરીશ્મા એટલે કે જનક શુક્લાએ નેવુંના દાયકામાં ટીવી પર પોતાના માસુબ ચહેરાથી લોકોના દીલ જીતી લીધા હતા. તમને જણાવી દઈએ કે કુમ કુમ ભાગ્યમાં પ્રગ્યાની જે માતા બની છે તે સુપ્રિયા શુક્લાની દીકરી એટલે આ જનક શુક્લા.

કરીશ્માકા કરીશ્મા એ મૂળે તો અમેરિકન શો સ્મોલ વન્ડરની હીન્દી રીમેક હતી. આ ઉપરાંત તેણીએ ફીલ્મ કલ હો ના હોમાં પ્રિતિ ઝિન્ટાની નાની બહેનનો રોલ પણ કર્યો છે. હાલ તેણી પોતાનો અભ્યાસ પૂર્ણ કરવામાં વ્યસ્ત છે. આ ઉપરાંત તેણી ઇન્સ્ટાગ્રામ પર પણ એક્ટીવ રહે છે.

માલ ગુડી ડેઝનો સ્વામી એટલે કે મંજુનાથ નયાકર

જો તમે 80ના દાયકાના બાળક હશો તો તમને માલગુડી ડેઝ તો ચોક્કસ યાદ હોવી જ જોઈએ. દુરદર્શન પર આવતી માલગુડી ડેઝ એ ભારતના ઉત્તમોત્તમ કાર્ટુનીસ્ટ આર.કે લક્ષમણના કામ પર આધારીત હતી. સિરીયલમાંની વાર્તાઓ સીરીયલના મુખ્ય પાત્ર સ્વામી અને તેના મિત્રોની આસપાસ જ ફર્યા કરતી. તે સ્કૂલમાં ગુલ્લી મારતો અને પછીપોતાના મિત્રો સાથે ગામની સીમમાં રમવા જતો રહેતો.

સ્વામીનો રોલ ભજવનાર મંજુનાથ નયાકરે કન્નડ ફિલ્મોમાં ખુબ કામ કર્યું છે અને તમે જો અમિતાભ બચ્ચનવાળી અગ્નિપથ ફિલ્મ જોઈ હશે તો તેમાં અમિતાભની કિશોરાવસ્થાનો રોલ જેણે કર્યો છે તે આ મંજુનાથે જ કર્યો હતો. તેણે કેટલીએ ફિલ્મો તેમ જ સીરીયલોમાં કામ કર્યા. પણ ત્યાર બાદ તેણે પોતાનું મન અભ્યાસમાં પરોવ્યું અને છેલ્લા 14 વર્ષથી તે એક આઈટી ફર્મ સાથે જેડાયેલો છે. આ ઉપરાંત તે ફ્રીલાન્સ પી.આર કન્સલ્ટન્ટ પણ છે.

રીચા ભદ્રા ઉર્ભે ખીચડની ચક્કી

2001માં ખીચડીએ નાના પરદાના કોમેડી જગતને તેની રમૂજોથી ડોલાવી દીધું હતું. ખીચડીમાં ચક્કી પારેખનું પાત્ર ભજવનાર ચક્કીનો ડાયલોગ ‘બડે લોગ બડે લોગ’ તો તમને યાદ જ હશે. તે અને તેનો નાનો ભાઈ જેકીએ પ્રેક્ષકોને પોતાની નિર્દોશ રમૂજથી ખૂબ હસાવ્યા હતા.

આજે રીચાના લગ્ન થઈ ગયા છે. 2017માં તેણે બિઝનેસમેન વિવેક ગુપ્તા સાથે લગ્ન કરી લીધા છે. વચ્ચે તેણી પોતે કાસ્ટીંગ કાઉચનો ભોગ બની હતી તેવું સ્ટેટમેન્ટ આપ્યું હતું અને તે વખતે ફરી તેનું નામ ચર્ચામાં આવ્યું હતું.

સોનપરીની ફ્રૂટી એટલે કે તન્વી હેગડે

તમને સોનપરી સીરીયલ તો ચોક્કસ યાદ જ હશે અને તેની સોનપરી અને ફ્રૂટીનો ચહેરો તો આજે પણ તમને યાદ હશે. તન્વીએ સોનપરી ઉપરાંત બીજી ઘણી બધી ફિલ્મોમાં પણ કામ કર્યું છે, જેમ કે ગજ ગામીની, ચેમ્પિયન, રાહુલ, ઇશા, પિતાહ, દુર્ગા, મુનિયા, વિરુદ્ધ, વિગેરે વિગેરે.

તન્વીએ ફીલ્મો અને સિરિયલો ઉપરાંત 150 થી પણ વધારે એડવર્ટાઇઝમેન્ટ પણ કરી છે. જો કે તેણીએ નાના સ્ક્રીન પર માત્ર સોનપરી સીરીયલમાં જ કામ કર્યું હતું. પણ વર્ષ 2016માં તન્વીએ મરાઠી ફિલ્મ અઠંગમાં ડેબ્યુ કર્યું. આજે તેણી 25 વર્ષની છે.

જીલ મેહતા એટલે આપણી જુની સોનુ

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા તો આજે પણ પોતાની ઇનીંગ રમી જ રહ્યું છે. શોની ટીઆરપી ભલે ઊંચી નીચી થાય પણ આજે પણ તેના ફેન્સની કોઈ જ કમી નથી. જો તમને યાદ હોય તો હાલ જે ભીડેની દીકરી છે સોનું તેનું પાત્ર પહેલાં જીલ મેહતા ભજવતી હતી.

આજે તે ઘણી મોટી થઈ ગઈ છે અને સાથે સાથે સુંદર પણ. જો કે તેનું માસુમ સ્મિત તો તેવુંને તેવું માસુમ જ રહ્યું છે. જીલે અરધેથી તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનો શો છોડી દીધો હતો કારણ કે તે પોતાના અભ્યાસ પર કેન્દ્રીત થવા માગતી હતી.

અથીત નાઇક

અથીત નાઇકે બાળ કલાકાર તરીકે રૂપેરી પરદા પર ઘણું બધું કામ કર્યું છે. તેણે બે ટીવી સીરીઝ અને સાત બોલીવૂડ ફિલ્મોમાં કામ કર્યું છે આ ઉપરાંત તેણે 172થી પણ વધારે એડવર્ટાઇઝીંગ કેમ્પેઇન પણ કર્યા છે. જો તમને યાદ હોય તો તેણે કલ હો ન હોમાં પ્રિતિઝિંટાના નાના ભાઈનો રોલ કર્યો હતો.

જો કે તેનો મૂળ જીવ તો ફીલ્મી પર્દા પર નહીં પણ પરદા પાછળ કામ કરવાનો હતો. અને 17 વર્ષની વયે તેણે પોતાની જાતને ફિલ્મ મેકીંગ અને ફોટોગ્રાફી પર કેન્દ્રીત કરી . આજે તે એક ઉત્તમ સિનેમેટોગ્રાફર તરીકે સામે આવ્યો છે.

પરઝાન દસ્તુર એટલે કે કુચ કુચ હોતા હેનો પેલો નાનકડો સરદારજી

કુચ કુચ હોત હૈ ફિલ્મનો પેલો નાનકડો સરદારજી જે રોજ રાત્રે તારા ગણવા બેસી જતો, યાદ આવ્યો ને. તે જ આ પરઝાન દસ્તુર છેલ્લે તે દીપીકા-ઇમરાન ખાનની બ્રેક કે બાદ ફિલ્મમાં જોવા મળ્યો હતો. ત્યાર બાદ તે ફિલ્મી પરદે જોવા મળ્યો નથી. પરઝાને ફિલ્મ ઉપરાંત ટીવી કમર્શિયલમાં ઘણું કામ કર્યું છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ

Exit mobile version