“આઠ વર્ષ પછી તું શું કરીશ?” વિરાટે એવો જવાબ આપ્યો, આજના યુવાનો માટે અરીસા જેવું !

ટીમ ઇન્ડિયાએ શુક્રવારે ઓસ્ટ્રેલિયાની ટુર સમાપ્ત કરી. વિરાટ કોહલીના નેતૃત્વમાં રહીને ટીમ ઇન્ડિયા એ આ દરમિયાન એક પણ મેચ હારી નથી. ટી20 અંતરરાષ્ટ્રીયમાં સીરીઝ ૧-૧થી બરોબર રહી હતી. ટેસ્ટ સીરીઝમાં ભારત એ ૨-૧થી જીતી ગઈ હતી. અને પછી વનડે સીરીઝ પણ તેમેણે ૨-૧થી પોતના નામે કરી હતી. ભારતની ટીમનો એક રીતે બહુ જ સારું પ્રદર્શન રહ્યું. આમ આપણે જોઈ શકીએ કે કેપ્ટન વિરાટ કોહલીના અલગ અલગ રૂપ અને છબી જોવા મળી હતી તેના આવા પ્રદર્શનથી ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓ પ્રેસરમાં આવી ગયા હતા.

ઓસ્ટ્રેલીયાની પારી પૂર્ણ થઇ જવાના થોડા જ સમય પછી ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ એક નાનકડો વિડીઓ પોસ્ટ કર્યો હતો અને તેમાં તેમણે પોતના ભવિષ્યને લઈને પ્લાન જણાવ્યા હતા. તમને આ વિડીઓ વિરાટની ઓફિશિઅલ એપમાં જોવા મળે છે. વિરાટ આ વિડીઓમાં જણાવી રહ્યો છે કે તેઓ ક્રિકેટને પોતાના જીવનનો એક ભાગ માને છે પણ ક્રિકેટ એ તેનું જીવન નથી.

આપણા કેપ્ટનને એક સવાલ પૂછવામાં આવ્યો હતો કે તમે આઠ વર્ષ પછી પોતાને ક્યાં જુઓ છો? આ સવાલ પર વિરાટે જવાબ આપ્યો હતો કે “ ૮ વર્ષ પછી મારી પહેલી પ્રાથમિકતા મારો પરિવાર હશે. હું, અનુષ્કા અને અમારો પરિવાર. ક્રિકેટ એ મારા જીવનનો ભાગ છે પણ મારું માનવું છે કે પરિવાર એ કોઈપણ વ્યક્તિ માટે પહેલી પ્રાથમિકતા હોવી જોઈએ. વિરાટના કહેવા અનુસાર ક્રિકેટ એ તેના જીવનનો એક અગત્યનો ભાગ છે પણ મારો પરિવાર એ મારું જીવન છે.

પોતાની ઓફીશીયલ એપ પર મુકેલ વિડીઓમાં વિરાટે કહ્યું કે “ ક્રિકેટ એ મારા જીવનનો ભાગ છે પણ મારા જીવનથી વધારે નથી. મને ખબર છે કે ઘણા લોકો આ વાતને બહુ ગંભીરતાથી લેશે કે હું ક્રિકેટને મારું જીવન નથી માનતો, હું ક્રિકેટ પર્ત્યે સમર્પિત નથી વગેરે જેવી વાતો કરશે પણ મને એમાં વિશ્વાસ નથી.

તેઓ આગળ જણાવી રહ્યા છે કે “ હું જે કહી રહ્યો છું જો તેના માટે હું સંપૂર્ણ સમર્પિત છું, પણ હંમેશા સૌથી પહેલી પ્રાથમિકતા જિંદગી જ હોય છે. કારણ કે કોઈ કાઈ પણ કહે પણ જયારે તમે ઘરે પરત ફરો તો પહેલી પ્રાથમિકતા એ પરિવાર જ હશે. હું એ વાત પણ કહું છું કે ક્રિકેટ એ મારા જીવનનો એક વિશેષ ભાગ છે અને રહેશે પણ મારા જીવનમાં સૌથી સ્પેશીલ પરિવાર જ છે. હું મારા જીવનને આવી રીતે જ જોવું છું. કેપ્ટન વિરાટ કોહલી એ હવે ન્યુઝીલેન્ડની વિરુધ્દ વનડે સીરીઝ રમતા નજરે આવશે.

લેખન સંકલન – અશ્વિની ઠક્કર