જીવનની આ 8 ખરાબ આદતો જે તમારા મન-શરીરને અસ્વસ્થ રાખે છે, તેનાથી પીછો છોડાવવાનો સરળ માર્ગ

એવું નથી કે આપણે બધાં જ સારી ટેવો સાથે જન્મ્યા હોઈએ છીએ. આપણી સારી કે ખરાબ કોઈ પણ ટેવો સાથે જન્મ્યા નથી હોતા પણ આપે જાતે જ તેને વિકસાવીએ છીએ. હવે આપણે નક્કી કરવાનું છે કે આપણે સારી ટેવો પાડવી છે કે ખરાબ.

તેમાં કંઈ કહેવાની જરૂર નથી કે ખરાબ ટેવો આપણને અસ્વસ્થતા તરફ લઈ જશે અને સારી ટેવો આપણને સ્વસ્થ જીવન તરફ લઈ જશે. પણ આપણામાંના કેટલાક સારી ટેવો પાડવામાં નિષ્ફળ જાય છે અને ખુબ જ સરળતાથી ખરાબ ટેવોને પોતાની જીવનશૈલીમાં વણી લે છે જેને પાછળથી છોડવી અઘરી પડે છે.

એ વાત સાચી છે કે ખરાબ ટેવ આપણા જીવનને ખેદાનમેદાન કરી દે છે અને ક્યારેક તો એવું લાગે છે કે આપણો આપણા જીવન પર કોઈ અંકુશ જ નથી. પણ આપણે એ વાત સમજવી જોઈએ કે આપણી ટેવો એ કંઈ આપણું પ્રારબ્ધ નથી. તે માત્ર આપણા મગજની જ ઉપજ છે અને આપણી પાસે તેને બદલવાની સત્તા રહેલી છે.

એ મહત્ત્વનું છે કે આપણી ખરાબ ટેવો આપણને કેટલી હદે નુકસાન કરે છે. આજના આ લેખમાં અમે મનુષ્યની આંઠ જેટલી ખરાબ ટેવોનો સમાવેશ કર્યો છે જે તમારા સ્વાસ્થ્ય પર માઠી અસર કરી શકે છે.

માટે જો તમારામાંના કોઈને આ ટેવો હોય તો તમારે તેને છોડી દેવી જોઈએ અને તમારા જીવનને વધારે હકારાત્મક અને સ્વસ્થ બનાવવું જોઈએ.

સવારનો નાશ્તો ટાળવો

તમને સવારનો નાશ્તો નહીં ખાઈને કદાચ એવું લાગતું હશે કે તમે કેટલીએ કેલરી બચાવી લીધી પણ તમારે ક્યારેય તમારો સવારનો નાશ્તો ચૂકવો જોઈએ નહીં. સંશોધનો સાબિત કરે છે કે દિવસનું સૌથી મહત્ત્વનું જો કોઈ ભોજન હોય તો તે છે સવારનો નાશ્તો. તે તમને દિવસ દરમિયાનની જરૂરિયાતનું ઇંધણ પુરુ પાડે છે અને તમને સંપૂર્ણ કાર્યશીલ રેહવામાં મદદ કરે છે.

તમે જો સવારનો નાશ્તો નહીં કરતા હોવ તો ચોક્કસ રોગોને આમંત્રણ આપી રહ્યા છો. એ સાબિત થઈ ગયું છે કે જે લોકો સવારનો નાશ્તો કરે છે તેઓ જે લોકો સવારે નાશ્તો નથી કરતાં તેમના કરતા વધારે સ્વસ્થ અને વધારે ઉર્જાક્ષમ હોય છે.

વધારે પડતો આહાર

ખોરાક એ આપણા શરીરની કાર્યક્ષમતા માટે મહત્ત્વનો છે, પણ આપણે કંઈ તેના પ્રેમમાં પડવાની જરૂર નથી કે આપણે આપણા શરીરની કુદરતી ભૂખના સંકેતોને જ ધ્યાનમાં ન લઈએ. વધારે પડતો ખોરાક અસ્વસ્થ આદતો તરફ દોરી જાય છે અને તે તમને ડાયાબીટીસ, હાર્ટના રોગો, મેદસ્વીતા અને અન્ય ગંભીર પરિસ્થિતિ તરફ દોરી જાય છે.

વધારે પડતું ટીવી જોવું

વધારે પડતું ટીવી જોવાથી આપણે આપણા શરીર માટે જરૂરી હલનચલન કરી શકતા નથી અને તેના કારણે આપણું વજન વધી શકે છે અથવા તો આપણને ટાઇપ ટુ ડાયાબીટીસ થઈ શકે છે. અને સાથે સાથે ટીવી તે તમારા સંબંધોની આડે પણ આવે છે જે તમારા બન્ને તેમજ તમારા બાળકો વચ્ચે એક અંતર ઉભુ કરી દે છે. જેવી તમે આ આદત છોડી દેશો કે તરત જ તમને ખ્યાલ આવશે કે તમારા જીવનમાં બીજું ઘણું બધું મહત્ત્વનું છે.

વધારે પડતો ખર્ચો કરવો

હંમેશા એવું બનતું હોય છે કે આપણે સાવ જ બીનજરૂરી વસ્તુની ખરીદી કરી લેતા હોઈએ છીએ. માટે એ જરૂરી છે કે આપણે આપણી વધારે પડતાં પૈસા ખર્ચવાની આદતને અંકુશમાં રાખીએ જેથી કરીને આપણે ક્યારેય આર્થિક સંકટમાં ન મુકાવવું પડે. તમને એજાણીને આશ્ચર્ય થશે કે તેવી બિનજરૂરી વસ્તુઓ નહીં ખરીદીને તમે કેટલા બધા રૂપિયા બચાવી શકો છો.

ધૂમ્રપાન

બધા એ જાણે છે કે ધૂમ્રપાન સ્વાસ્થ્ય માટે કેટલું નુકસાનકારક છે, તે સીધું જ તમારા હૃદયના-રોગો, કેન્સર દ્વારા મૃત્યુ અને ફેફસાના કેન્સર ના જોખમને વધારે છે. આ ઉપરાંત તે મોઢા, ગળા અને મૂત્રાશયના કેન્સરને પણ આમંત્રણ આપે છે. ધૂમ્રપાન છોડવાથી તમારા સ્વાસ્થ્યમાં ગજબનો સુધારો આવે છે અને તમારા શરીરમાં પુરતી સ્ટેમીના, સ્ટ્રેન્ગ્થ, અને સહનશક્તિ વધે છે.

પેઇન કિલર્સ તેમજ અન્ય દવાઓનો અનિયંત્રિત ઉપયોગ

તમને કદાચ વિશ્વાસ ન થાય પણ તમારા શરીરમાં ખુદમાં કોઈ ઘા, પીડા, કે દુઃખાવામાં રાહત મેળવવાની ક્ષમતા રહેલી હોય છે. આઈબ્રુફેન, એસ્પિરિન અથવા પેરાસિટામોલ જેવા એન્ટિબોડીઝથી તમારી સમસ્યા તો દૂર થઈ જશે પણ આ દવાઓનો વધારે પડતો ઉપયોગ તમને બીજી સમસ્યાઓમાં પાડી શકે છે.

આ પેઇનકીલરો અલ્સર, હાઇ-બ્લડ પ્રેશર અને હાર્ટ એટેકના જોખમને વધારે છે. ટ્રાન્કવીલાઇઝર એટલે કે શાતા આપતી દવાઓનો વધારે પડતો ઉપયોગ તમને કેટલીક આડઅસર જેવી કે પેરાનોમિયા, અનિર્ણાયકતા તરફ દોરી જાય છે. તેની પણ તમને આદત અથવા કહો કે લત લાગી શકે છે અને તમને ખબર પણ નહીં પડે.

વધારે પડતું મદ્યપાન

મદ્યપાન એ લત છે અને જોખમી છે. તે સુખ કરતાં દુખ વધારે લાવે છે. મદ્યપાન કરવાથી ઘણીબધી સમસ્યાઓ વધી શકે છે જેમ કે લિવર ડેમેજ, વિવિધ જાતના કેન્સર, હાઇ બ્લડ પ્રેશર, ડીપ્રેશન વિગેરે. આલ્કોહોલ ઓછો કરવાથી તમારા હૃદય તેમજ પાચનની સમસ્યાઓ દૂર થાય છે.
આશા રાખીએ કે સ્વાસ્થ્ય તેમજ જીવનશૈલીને લગતો આજનો આ લેખ તમને ઉપયોગી નીવડે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ