8 અસરકારક થાઈ બ્યુટી સિક્રેટ્સ…

સુંદર ચમકતી ત્વચા, લાંબા સિલ્કી વાળ અને પર્ફેક્ટ નખ આ બધું જ આપણને થાઈ સ્ત્રીઓ પ્રત્યે ઇર્શા થાય તેવું છે. તેમના અદ્ભુત સૌંદર્ય માટે તેમના જીન્સ જવાબદાર છે અને તેમના પરંપરાગત બ્યુટિ સિક્રેટ્સ પણ તે પાછળનું મુખ્ય કારણ છે.

થાઈ બ્યુટિઝ ના સિક્રેટ્સ

અહીં તમારા માટે થાઈ બ્યુટિ સિક્રેટની યાદી આપવામાં આવી છે.

1. આંબલી


આંબલીમાં રહેલા વિટામિન તેમજ મિનરલના કારણે તે સુંદરતા માટે ખુબ જ લાભપ્રદ છે. આ થાઈ ઇનગ્રેડિયન્ટ તમારા માટે એક ઉત્તમ સૌંદર્ય ઉત્પાદન સાબિત થઈ શકે તેમ છે, આ ઉપરાંત તેનાથી તમારો સૌંદર્ય પાછળનો ખર્ચ પણ ઘટશે.

આંબલીની એક શુદ્ધ ઓર્ગેનિક પેસ્ટ બનાવી તેનો ફેશિયલ તરીકે ઉપયોગ કરી શકો છો જેથી કરીને તમારી મૃત ત્વચા ખરી જાય અને તાજી ત્વચા બહાર આવે. તેનાથી તમારી ત્વચા સુંવાળી પણ બનશે. આંબલીમાંનું આલ્ફા-હાઇડ્રોક્સાઇલ એસિડ તમારી ત્વચા પરના બધા જ ચકામા તેમજ કાળા ધબ્બાને દૂર કરવામાં મદદ કરશે અને તમારી ત્વચાને યુવાન તેમજ ઉજળી બનાવશે.
આંબલીમાં સમાયેલું ઉચ્ચ અમ્લ તમારી ત્વચાને ઉજળી અને તેજસ્વી બનાવવામાં મદદ કરે છે. તે માટે અમે તમને એક ખુબ જ સરળ આંબલી ક્લિન્ઝરની રેસીપી આપી રહ્યા છીએ – એક કપ મધ, આંબલીની પેસ્ટ અને ત્રણ ચમચી દહીં. આ બધી જ સામગ્રીને મિક્સ કરી તેને હળવા હાથે તમારા ચહેરા તેમજ ડોક પર લગાવો. તેને તમારી આંખથી દૂર રાખવું. દસ મિનિટ બાદ તેને પાણી વડે ધોઈ લેવું. આમ કરવાથી તમારી ત્વચા ચોખ્ખી થઈ જશે અને તેના પર રહેલા મૃત ત્વચાના કોષો પણ દૂર થઈ જશે અને ત્વચામાંનું લોહીનું ભ્રમણ પણ વધશે.

2. પપૈયાઃ


થાઈ સુંદરીઓ અતિ પોષણયુક્ત પપૈયાનો ઉપયોગ એક ઉત્તમ બ્યુટી એજન્ટ તરીકે કરે છે. પપૈયામાં પાપેઇન નામનું એન્ઝાઈમ હોય છે જે તમારી ત્વચા પરની બધી જ ઝાંખપને અસરકારક રીતે દૂર કરે છે અને તમને એક રેડિયન્ટ ગ્લો આપે છે. પપૈયામાં રહેલું એન્ઝાઈમ ક્લિન્ઝર તરીકે પણ ઉત્તમ છે. તે ત્વચા પરના બધા જ મૃત કોષો દૂર કરી દે છે.

પપૈયાથી ત્વચાને સુંદર બનાવવા માટે તમારે કોઈ જ મોટી કસરત નથી કરવી પડતી. તે માટે તમારે માત્ર તેની છાલ ઉતારી તેનો પલ્પ બનાવી લેવો. હવે આ પલ્પને તમારે તમારા ચહેરા તેમજ શરીર પર મસાજ કરવું. ત્યાર બાદ નાહી લેવું. બસ થઈ ગયું. મળી ગઈ તમને સુંદર ત્વચા.

3. લેમન ગ્રાસ


લેમનગ્રાસનો ઉપયોગ માત્ર થાઈ ફૂડમાં જ નથી કરવામાં આવતો પણ તેના સૌંદર્યવર્ધક ફાયદાઓ પણ થાઈ સ્ત્રીઓમાં ખુબ જ લોકપ્રિય છે. લેમનગ્રાસ એક ઉત્તમ સ્ક્રબ છે તેમજ તે ત્વચાને શુદ્ધ પણ બનાવે છે.

લેમનગ્રાસની વરાળ દરેક પ્રકારની ત્વચા માટે ઉત્તમ છે.

40 ગ્રામ જીણું તાજુ સમારેલું લેમનગ્રાસ લો તેને એક પાણી ભરેલી તપેલીમાં ઉકાળો. ઉકળતા પાણીમાં લેમનગ્રાસના તત્ત્વોને ભળવા દો. હવે તે મિશ્રણને 30 મિનિટ સુધી તેમજ રહેવા દો. ત્યાર બાદ પાણીને ગાળી લો. આ વરાળને એક મિનિટ સુધી શ્વાસમાં લો અન સાથે સાથે તમારી ત્વચામાં પણ તેને ઉતરવા દો. આ જ પ્રક્રિયાને ત્રણ વાર રિપિટ કરો. તમને એક અદ્ભુત સોના ઇફેક્ટનો અનુભવ થશે. વરાળ તમારા છીદ્રોને સ્વચ્છ તેમજ ખુલા કરશે જેથી કરીને તેમાની ગંદકી તેમજ વધારાનું તેલ નીકળી જશે.

4. કોપરેલ તેલ


થાઈ ફૂડ તેમજ સૌંદર્ય પ્રસાધનોમાં આ એક એવી સામગ્રી છે જે સૌથી વધારે વપરાય છે. કોપરેલ તેલનો ઉપયોગ વિવિધ રીતે કરવામાં આવે છે, જેમ કે ચહેરા, શરીર તેમજ વાળ માટે. કોપરેલ તેલ એ કુદરતી તેલોમાં સૌથી વધારે સુરક્ષિત તેલ છે. માટે તમે તમારા રોજિંદા ક્લિન્ઝિંગ રૂટીનમાં પણ કોપરેલ તેલનો ઉપયોગ નિશ્ચિંત રીતે કરી શકો છો. જેમ કે તમારી આંખની આસપાસના વિસ્તાર પર તેનું મસાજ કરી શકો, શરીરના શુષ્ક પડી ગયેલા ભાગ પર તેનું મસાજ કરી શકો છો અને ત્યાર બાદ હુંફાળુ સ્નાન કરી ત્વચાને સ્વસ્થ બનાવી શકો છો.

5. હળદર


થાઈ સૌંદર્ય-શૈલીમાં હળદરને એક ઉત્તમ ફેશિયલ સ્ક્રબ માનવામાં આ છે. તે માટે તમારે હળદરના પાવડરને થોડા પ્રમાણમાં લેવાનો છે, તેમાં થોડું પાણી ભેળવી તેને બરાબર મિક્સ કરવાનું છે. આ પેસ્ટને તમારે તમારા ચહેરા પર સમાન માત્રામાં લગાવ્યા બાદ તેનું 3-5 મિનિટ મસાજ કરવાનું છે. ત્યાર બાદ તેને ધોઈ નાખવું. તમે જોશો કે સમગ્ર દિવસ તમારી ત્વચા તાજી અને ચમકતી રહેશે. તેનાથી ચહેરા પરના ખીલ તેમજ અન્ય ત્વચાલક્ષી સમસ્યાઓ પણ દૂર થાય છે.

6. થાઈ મસાજ


થાઈ એ એક્ઝોટિક મસાજ માટે પ્રખ્યાત દેશ છે. થાઈ મસાજ તમારા સમગ્ર શરીરને ઠંડક આપે છે, તે તમારા શરીર તેમજ આત્માને રિલેક્સ કરે છે.

7. થાઈ ડાયેટ


થાઈ સ્ત્રીઓ પુષ્કળ પ્રમાણમાં લીલા શાકભાજી ખાય છે. થાઈ સ્ત્રી ખુબ જ થોડા પ્રમાણમાં રેડ મિટ ખાય છે અથવા તો તેને લેવાનું ટાળે છે, કારણ કે મિટ સામાન્ય રીતે શરીરને મલિન કરે છે. તેઓ તેના કરતા ફીશ તેમજ સિ ફૂડ લેવાનું વધારે પસંદ કરે છે. થાઈ ફૂડમાં સારા પ્રકારના મસાલા હોય છે જે શરીરને શુદ્ધ બનાવે છે અને ત્વચાને રેડિયન્ટ બનાવે છે. જો તમે અઠવાડિયામાં એક-બે દિવસ થાઈ ફૂડ ખાવાનું શરૂ કરશો તો તમે તમારી ત્વચા તેમજ શરીરમાં આવેલો ફેરફારને અનુભવી શકશો.

8. થાઈ પીણા


થાઈ સ્ત્રીઓ પુષ્કળ પ્રમાણમાં પાણી તેમજ ફળોના જ્યૂસ પીવે છે. થાઈ સ્ત્રીઓ પુષ્કળ પ્રમાણમાં ગ્રીન ટી પણ પીવે છે. ગ્રીન ટીમાં ઉત્તમ એન્ટિઓક્સિડન્ટ્સ તત્ત્વો સમાયેલા હોય છે. મોટા ભાગની થાઈ સ્ત્રીઓ આલ્કોહોલ કે અન્ય પીણાની જગ્યાએ ગ્રીન ટી, પાણી અથવા ફ્રૂટ જ્યૂસ લેવાનું વધારે પસંદ કરે છે. તો હવે બધા જ નક્કામા પીણા બાજુ પર મુકી દો અને ત્વચાને સુંદર તેમજ ચમકીલી બનાવવા એક કપ ગ્રીન ટી દીવસમા એકવાર લેવાનું શરુ કરી દો.


ઉપર જણાવેલા થાઈ બ્યુટિ સિક્રેટ્સ અપનાવો અને જુઓ કે તમારી ત્વચા તેમજ તમારા શરીરમાં કેટલા બધા હકારાત્મક પરિવર્તનો આવે છે. મને ખાતરી છે કે તમે તમારી ગ્લોઇંગ સ્કિન જોઈ તમે અમારો આભાર ચોક્કસ માનશો.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ આવા અનેક બ્યુટી સિક્રેટ જાણવા માટે લાઇક કરો આપણું પેજ.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ