ગુજરાતમાં કોરોનાના 7 મહિનામાં 78 હજાર કરતાં વધારે લોકોને મળી નોકરી, સકારનો દાવો સાંભળી બધા સ્તબ્ધ

ગુજરાત સરકારના શ્રમ અને રોજગાર વિભાગના અહેવાલ મુજબ રાજ્યના 78400 લોકોને કોરોનાના 7 મહિનાના સમયગાળા દરમિયાન નોકરી મળી. તે જ સમયે આ દાવાની વિરુદ્ધ, આખા દેશની વાસ્તવિકતા એ છે કે કોરોના-લોકડાઉનને કારણે, કરોડો લોકોનો રોજગાર છીનવાઈ ગયો છે. આવી સ્થિતિમાં, ગુજરાત સરકાર કહે છે કે, કોરોના સમયગાળામાં એપ્રિલથી 18 ઓક્ટોબર સુધી અહીં 892 ઓનલાઇન જોબ ફેર યોજવામાં આવ્યા હતા. જેના દ્વારા 33542 લોકોને પ્રતિકૂળ પરિસ્થિતિમાં રોજગારી મળી છે. આ રોજગાર વિવિધ ક્ષેત્રોમાં ખાનગીથી સરકારી ક્ષેત્રોમાં જોવા મળ્યો હતો.

રાજ્યમાં 78400 લોકો રોજગાર મેળવતા થયા

image source

રાજ્ય શ્રમ અને રોજગાર વિભાગનો દાવો એવો પણ છે કે 45,000 વધારાના યુવાનોને એપ્રિલથી 18 ઓક્ટોબર, 2020 સુધી શ્રમ અને રોજગાર વિભાગની ઇન-પ્લેસ કચેરીઓ દ્વારા રોજગાર પૂરા પાડવામાં આવ્યા છે. આમ, એપ્રિલથી ઓક્ટોબર દરમિયાન રાજ્યમાં 78400 લોકો રોજગાર મેળવતા થયા. વિભાગના અધિકારીઓના મતે રોગચાળાને કારણે સર્જાયેલી પ્રતિકૂળ સંજોગોમાં પણ તેઓએ રોજગારનું ચક્ર બંધ થવા દીધું ન હતું.

આ રીતે કર્યું કામ

image source

રોજગારી જેને જોઈતી હોય એવા યુવાનો અને રોજગાર પૂરા પાડવાની ઇચ્છા ધરાવતી કંપનીઓ વચ્ચે એક મંચ બનીને જે વિભાગ હતો એ કોરોનાને કારણે બંધ થઈ ગયો હતો. તકનીકીની મદદથી નોકરી મેળવનારા અને કંપનીઓના કર્મચારીઓ વચ્ચે ઓનલાઇન ઇન્ટરવ્યૂની સુવિધા આપવામાં આવી હતી. જેના કારણે હજારો લોકોની ભરતી કરવામાં આવી હતી.

આટલા જિલ્લામાં આટલી નોકરી મળી

image source

સરકારનું કહેવું છે કે, કોરોનાના છેલ્લા 7 મહિનામાં અમદાવાદના લોકોને સૌથી વધુ 3500 નોકરી મળી. તે પછી, કચ્છ જિલ્લાના મુખ્ય મથક ભુજના 2100 લોકોને, સુરતના 2000થી વધુ લોકોને વડોદરામાં 1800થી વધુ લોકોને રોજગારી મળી. તે જ સમયે પાલનપુરના 1700, જામનગર, નર્મદા અને છોટાઉદેપુર જેવા આદિવાસી પ્રભુત્વ ધરાવતા જિલ્લાઓમાં 1300થી વધુ લોકોને નોકરી આપવામાં આવી હતી.ગાંધીનગરમાં 1150 લોકો અને મહેસાણાના 1050 લોકોને ઓનલાઇન જોબ ફેર દ્વારા નોકરી મળી હતી.

ગુજરાતમાં કોરોનાની સ્થિતિ

image source

ગુજરાતમાં કોરોનાની સ્થિતિ ચિંતાજનક સ્તરે પહોંચી ગઇ છે. પરંતુ સારી વાત એ છે કે, રાજ્યમાં કોરોનાના દૈનિક નોંધાતા કેસની સંખ્યામાં ઘટાડો થયો છે. આજે કોરોનાનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં આજે 908 પોઝિટિવ કેસ આવ્યા છે. ગુજરાતમાં કોવિડ-19ના કુલ કેસોની સંખ્યા વધીને 1,68,081એ પહોંચી છે. જ્યારે રાજ્યમાં વધુ 4 દર્દીઓએ દમ તોડતા ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 3693એ પહોંચ્યો છે. જ્યારે 1102 લોકોએ છેલ્લા 24 કલાકમાં કોરોનાને મ્હાત આપી છે. ગુજરાત માટે સૌથી મોટા ખુશ ખબર એ છે કે રાજ્યમાં સાજા થવાનો દર 89.63 ટકા છે. ત્યાં જ આજે રાજ્યમાં 51,046 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં રાજ્ય ભરમાં 57,93,788 ટેસ્ટ કરાયા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ