આ મહિલાનુ કામ જોઇને આનંદ મહિન્દ્રા પણ થઇ ગયા તેમના ફેન, જોઇ લો તમે પણ આ વિડીયો

આ મહિલાએ એવું કામ કર્યું કે તે જોઇને, આનંદ મહિન્દ્રા પણ પ્રભાવિત થઇ ગયા, આ માટે જુઓ વિડીયો!

image source

આવડત દરેકમાં હોય છે, પણ પહેલાના જમાનામાં ઘણા લોકો તેને પોતાની અંદર દબાવી રાખતા હતાં. કોઇ સાથે તેઓ પોતાની વાત કરતા ન હતા, પરંતુ સોશિયલ મીડિયા એક પ્લેટફોર્મ બની ગયું છે, જ્યાં સામાન્ય માણસ પણ સેલિબ્રિટી બની શકે જાય છે. ઘણી મોટી હસ્તીઓ પણ સામાન્ય લોકોના કાર્યો પર નજર રાખતાં હોય છે અને તેઓ તેમના કેટલાક કામોને પ્રોત્સાહિત કરવા માટે સોશિયલ મીડિયા પર રહે છે.

તેમાંથી મહિન્દ્રા જૂથના અધ્યક્ષ આનંદ મહિન્દ્રા પણ આ રીતે સોશિયલ મીડિયા પર રહે છે. તેઓ હંમેશાં કંઈક અલગ કરવાનો પ્રયત્ન કરે છે અને તેણે થોડા દિવસો પહેલા એક સ્ત્રી માટે પણ આવું જ કંઇક કર્યું હતું.

image source

એવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જે પુના શહેરનો છે. તેમાં, એક વૃદ્ધ સ્ત્રી પેવમેન્ટ પર બાઇક ચલાવતા લોકોનો અટકાવી રહી છે અને તેમને રસ્તા પર બાઇક ચલાવવાનું કહે છે. ખરેખર, આ વીડિયો પર આનંદ મહિન્દ્રાએ આ પ્રતિભાશાળી વૃદ્ધ સ્ત્રીના વખાણ કર્યા છે. આનંદ મહિન્દ્રાએ ટિ્‌વટ કર્યું હતું કે તે આ સ્ત્રીના ચાહક બની ગયા છે અને આ કામ કરવા માટે તેમને હિંમત મળે તેની ઇચ્છા રાખે છે.

આનંદ મહિન્દ્રાએ કહ્યું કે “આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ” નિમિત્તે આ સ્ત્રીનું સન્માન થવું જોઈએ અથવા આપણે “આંતરરાષ્ટ્રીય આન્ટીઝ ડે”ની ઉજવણી કરવી જોઈએ. આવી ઉજવણી કરીને આવી સ્ત્રીઓનું સન્માન થવું જોઈએ. આનંદ મહિન્દ્રાએ લખ્યું, ‘આવી સ્ત્રીઓ જ છે જે આપણા સમાજ અને દેશનું રક્ષણ કરતી હોય છે.’ તમને જણાવી દઇએ કે આ સ્ત્રીનું નામ નિર્મલા ગોખલે છે અને ટ્રાફિક પોલીસને વારંવાર ફરિયાદ કરવા છતાં તેમને કોઈ મદદ મળતી નહોતી.

image source

નિર્મલા ગોખલે, જેઓ ૭૪ વર્ષ વય પસાર કરી ચૂક્યા છે, તેઓ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના સિદ્ધાંતોનું પાલન કરે છે અને સંપૂર્ણ શિસ્ત સાથે જીવન જીવે છે. તે અન્યને પણ બાપુના માર્ગે ચાલવા પ્રેરણા આપે છે. નિવૃત્ત શિક્ષક હોવા ઉપરાંત તે ગૃહિણી પણ છે. તે પૂનામાં તેના સંપૂર્ણ પરિવાર સાથે રહે છે. ઘરના રોજિંદા કામકાજની સાથે, નિર્મલાબેન તેના સ્વાસ્થ્યનું પણ ખૂબ ધ્યાન રાખે છે અને રોજિંદા ચાલવા જવાનું ભૂલતાં નથી.

તેથી જ કંટાળેલા નિર્મલા ગોખલેએ પોતે કેનાલ રોડના ફુટપાથ ઉપર બાઇક ચલાવતા લોકોને અટકાવવાની જવાબદારી જાતે લીધી હતી. બાઇકવાળા લોકોનો રસ્તો અટકાવતા તેઓ સવાલ કરે છે, તેથી નિર્મલાબેન તેમને કહેતા હોય છે કે મારે પેવમેન્ટમાંથી ઉતરવું પડશે તો મારે ઠોકર ખાવી પડશે.

image source

નિર્મલાબેનની આ હિંમતને જોઇને કેટલાક વડીલો પણ તેમની સાથે જોડાતા જોવા મળ્યા.

વીડિયો વાયરલ થયા બાદ પુના શહેરની પોલીસે જવાબ આપ્યો છે. ટ્વીટમાં નિર્મલાબેનને બાઇક ચાલકો સામે કાર્યવાહી કરવાની ખાતરી આપવામાં આવી છે. સોશિયલ મીડિયા પર લોકો આ હિંમતને સલામ આપીને નિર્મલાબેનની હિંમતના વખાણ કરી રહ્યા છે. બીજી બાજુ, પુના શહેરના ટ્રાફિક પોલીસનાં કાયદાઓ અને વ્યવસ્થાઓ પર પણ અનેક સવાલો ઉભા કરી રહ્યા છે.

image source

રસ્તા પર ટ્રાફિકના નિયમોનું પાલન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ માટે સરકારે નિયમો અને કાયદાઓને ખૂબ કડક બનાવ્યા છે, દંડની રકમ પણ વધારી દેવામાં આવી છે. આમ છતાં, એવા ઘણાં લોકો છે જે હજી પણ ટ્રાફિકનાં નિયમોનું પાલન કરતા નથી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ