જલ્સા કરોને જેંતીલાલ

કોરોના વાયરસને લઇને આ વ્યક્તિએ 7 વર્ષ પહેલા આપી હતી ચેતવણી, વાંચો શું કર્યુ હતુ ટ્વિટ

7 વર્ષ પહેલાં આ વ્યક્તિએ કોરોના વાયરસની આપી હતી ચેતવણી

આજે સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસના દર્દીની સંખ્યા 1.7 લાખ સુધી પહોંચી ગઈ છે અને મૃતકાંક 7 હજારને વટાવી ચુક્યો છે. ભારતની વાત કરીએ તો ભારતમાં 147 લોકો સંક્રમીત થયા છે અને ત્રણ લોકોના મૃત્યુ નીપજ્યા છે. ભારતના લદ્દાખ, ઓરિસ્સા, કર્ણાટક, કેરળ, જમ્મુ-કાશ્મીર, મહારાષ્ટ્ર રાજ્યોમાં કોરોનાના કેસો જોવા મળ્યા છે. યુ.એસ.એના બધા જ રાજ્યોમાં કોરોનાના પોઝિટિવ કેસ નોંધાઈ ચુક્યા છે. ચીન કે જે કોરોના વાયરસનું ઉદ્ભવ સ્થાન હતું તેની સ્થિતિ થાળે પડી રહી છે. પણ યુરોપમાં સ્પેન, ઇટાલીની સ્થિતિ અત્યંત ખરાબ છે.

ટ્વીટર પર એક વ્યક્તિએ કોરોના વાયરસની કરી હતી ભવિષ્યવાણી

image source

આજે સાત વર્ષ બાદ એક વ્યક્તિનું ટ્વીટ સોશિયલ મિડાય પર ફરી વાયરલ થઈ રહ્યું છે. આ વ્યક્તિનું નામ છે માર્કો. આ વ્યક્તિએ સાત વર્ષ પહેલાં એક નાનકડું ટ્વીટ કર્યું હતું જેમાં તેણે લખ્યું હતું, ‘કોરોના વાયરસ આવી રહ્યો છે.’ જો કે તે વખતે તેના ટ્વીટને લોકોએ અવગણ્યું હતું કારણ કે તે વખતે લોકો કોરોના વાયરસનું નામ પણ નહી સાંભલ્યું હોય.

પણ આજે તેના આ ટ્વીટને લોકો અચાનક રીટ્વીટ કરવા લાગ્યા છે. તેનું કારણ આપણે બધા સારી રીતે જાણીએ છે કારણ કે અત્યાર સુધીમાં સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસના 1.79 કેસીસ નોંધાઈ ચુક્યા છે અને 7000 કરતાં પણ વધારે લોકો મૃત્યુ પામ્યા છે. આ ઉપરાંત દુનિયાના ઘણા બધા દેશના અર્થતંત્રને તેની માઠી અસર થઈ છે. રોકાણકારોના લાખો કરોડો રૂપિયા ધોવાઈ ચુક્યા છે.

image source

શું ખરેખર તેણે ભવિષ્યવાણી કરી હતી…

આપણા લોકોમાં એક કહેવત છે કે કંઈ પણ બોલતા પહેલાં વિચાર કરવો જોઈએ કારણ કે ભગવાન આસપાસ જ ફરતા હોય છે અને ક્યારે ‘તથાસ્તુ’ (તેવું થાય) તેવું કહી દે તો તે વાત હકીકતમાં પરિણમે છે. શું આ માર્કો સાથે પણ તેવું જ થયું હશે. હવે હકીકત તો કોઈને પણ નથી ખબર. લોકોને આ ટ્વીટ કરનાર માર્કોની પણ કોઈ ભાળ નથી પણ લોકો તેના આ ટ્વીટને ચોક્કસ પ્રશ્નભરી નજરે જોઈ રહ્યા છે અને કેટલાક તો તેની આ ભવિષ્યવાણી વિષે પ્રશ્ન પણ કરી રહ્યા છે.

ભારતમાં કોરોના પોઝિટિવ કેસીસ વધી રહ્યા છે

માત્ર મહારાષ્ટ્રમાં જ અત્યાર સુધીમાં 38 કેસ પોઝિટીવ છે. અને સમગ્ર દેશમાં મહારાષ્ટ્રમા સૌથી વધારે કેસ છે. તો બીજી બાજુ કેરેલામાં 25 કોવીડ 19 પોઝિટીવ કેસીસ છે. તો ઉત્તર પ્રદેશમાં 15 અને કર્ણાટકમાં 11 કેસ છે. આ બધા જ લોકોના સંપ્કમાં આવેલા 5700 લોકોને સ્કેનીંગ હેઠળ રાખ્યા છે. સરકારી માહીતી પ્રમણે 14 લોકોને રજા આપી દેવામાં આવી છે જેમાંના ત્રણ કેરાલાના પેશન્ટ હતા. માત્ર મંગળવારના દિવસે જ કોરોના વાયરસ ગ્રસ્ત લોકોમાંથી 475 લોકોના મૃત્યુ થયા છે અને આ રીતે મૃતકોનીં સંખ્યા 7426 સુધી પહોંચી ગઈ છે.

image source

પોતાને તેમજ પ્રિયજનોને સુરક્ષિત રાખવા આ બાબતોને ખાસ અનુસરો

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Exit mobile version