7 સપ્ટેમ્બરે ચંદ્ર પર ચંદ્રયાન -2 ઉતરશે, બાળકો સાથે આ રીતે જુઓ તેનું લાઈવ ટેલિકાસ્ટ…

લોકો અત્યંત આતુરતાથી ભારતના અત્યંત મહત્વાકાંક્ષી મિશન એવા ચંદ્રયાન-2ની ચંદ્ર પર ઉતરવાની રાહ જોઈ રહ્યા છે. ભારતની આ ઉપલબ્ધી દેશના કોઈ એક વર્ગ કે કોઈ એક ચોક્કસ ઉંમરને જ નહીં પણ સમગ્ર ભારતવાસીઓને એક સરખી રીતે અસર કરશે.

સાત સપ્ટેમ્બરની સવારે ચંદ્રયાન-2નું ચંદ્રના દક્ષીણ ધૃવ પર ઉતરવાનું લક્ષ છે. જો આ મિશન સફળ થાય જે બાબતે એક નાગરીક તરીકે આપણે બધા પ્રાર્થના કરી રહ્યા છીએ, તો ભારત એવો પ્રથમ દેશ બનશે કે જેણે ચંદ્રના સાઉથ પોલ પર લેન્ડ કર્યું હોય. ભારતના આ મિશન પર સમગ્ર વિશ્વની નજર છે.

ગત રવિવારે ચંદ્રયાન-2ના ઓર્બિટરથી ‘વિક્રમ’ લેન્ડરને સફળતાપૂર્વક અલગ કરવામાં આવ્યું હતું. અને ત્યાર બાદ ચંદ્રની પાંચમી તેમજ છેલ્લી કક્ષામાં પ્રવેશ કરી લીધો હતો.

જ્યારથી ચંદ્રયાન મિશન લોન્ચ થયું છે ત્યારથી ઇસરો પોતાના સોશિયલ મિડિયા અકાઉન્ટ દ્વારા લોકોને એકધારી અપડેટ્સ આપ્યા કરે છે. ઇસરોના જણાવ્યા પ્રમાણે ભારતીય સમય પ્રમાણે શનિવારે સવારે 1.30થી 2.30 વચ્ચે એટલે કે શુક્રવારની મધ્ય રાત્રી બાદના 1.30 થી2.30 વાગે ચંદ્રની ધરતી પર ઉતરશે.

લેંડર વિક્રમના ચંદ્ર પર ઉતર્યા બાદ તેના ચાર કલાક બાદ એટલે કે સવારે 5.30થી 6.30 પ્રજ્ઞાન રોવર તેમાંથી બહાર નીકળશે અને પોતાના છ પૈડા પર ચાલીને તે ચંદ્રની સપાટી પર એક ચંદ્ર દિવસ એટલે કે ધરતીના 14 દિવસ સુધી વૈજ્ઞાનિક પ્રયોગો કરશે. તો બીજી બાજુ ચંદ્રયાન-2ના ઓર્બિટરનો જીવનકાળ એક વર્ષનો છે. આ દરમિયાન તે એકધારો ચંદ્રની પરિક્રમા કરશે અને ધરતી પર ઇસરોના વૈજ્ઞાનિકોને પૃથ્વીના પ્રાકૃતિક ઉપગ્રહ એટલે કે ચંદ્ર વિષેની જાણકારી મોકલતો રહેશે.

આ અદ્ભુત, ગર્વ અપાવનારા પ્રસંગને તમે ઘરે બેઠા લાઈવ જેઈ શકશો. ઇસરોની વેબસાઈટ પર ચંદ્રયાન-2 લેન્ડીંગની લાઈવ સ્ટ્રિંમિંગ કરવામાં આવશે. https://www.isro.gov.in/

આ ઉપરાંત તમે બીજા માધ્યમ દ્વારા પણ ચંદ્રયાન-2ના લાઈવ લેન્ડીંગને જોઈ શકશો. પ્રેસ ઇંફોર્મેશન બ્યુરો એટલે કે પીબીઆઈ તેમની પોતાની યુટ્યુબ ચેનલ પર પણ તેનું લાઇવ સ્ટ્રીમિંગ બતાવશે. આ ઉપરાંત જો તમે તમારા ફોનમાં હોટસ્ટાર એપ ડાઉનલોડ કરી હશે તો તેના પર 6ઠ્ઠી સપ્ટેમ્બરે રાત્રે 11.30 વાગે શો ચાલુ થશે અને તેના પર તમે આ અદ્ભુત પળો નિહાળી શકશો.

તમને જણાવી દઈએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ચંદ્રયાન -2નું લેન્ડીંગ લાઈવ નિહાળવાના છે અને તેમની સાથે 70 પસંદગી પામેલા વિદ્યાર્થીઓને પણ આ મોકો આપવામાં આવશે. તેના માટે 10થી 25 ઓગસ્ટ સુધી એક ઓનલાઈન પ્રતિયોગિતા યોજવામં આવી હતી. જેમા પ્રશ્નોત્તરી આપવામા આવી હતી જેના દસ જ મિનિટમા જવાબ આપવાના હતા. જેમાં વધારેમાં વધારે 20 સવાલોના જવાબ આપવાના હતા. આ 70 વિદ્યાર્થીઓ આ પ્રતિયોગિતામાં જીતી ગયા હતા.

આ સિવાય તમે NatGeo (નેટ જીઓ) પર પણ જીવંત પ્રસારણ જોઈ શકશો. નેટ જીઓ પર તમારી સાથે હશે નાસાના એસ્ટ્રોનટ જેરી લિનેન્ગર જેમા તે પોતાના અંતરિક્ષમાંના અનુભવોને દર્શકો સાથે શેયર કરશે.

ભારત અંતરિક્ષ વિજ્ઞાનમાં એક પછી એક સફળતા હાંસલ કરી રહ્યું છે. માત્ર 978 કરોડ રૂપિયામાં 3840 કી.ગ્રામના વજનવાળુ ચંદ્રયાન-2 લોન્ચ કરીને તેણે સમગ્ર વિશ્વમાં લોકોને ચર્ચા કરતા કરી દીધા છે. તો ચાલો આપણે એક સાથે પ્રાર્થના કરીએ કે વગર કોઈ વિઘ્ને ચંદ્રયાન-2નું લેન્ડર ‘વિક્રમ’ સફળ રીતે ચંદ્ર પર સોફ્ટ લેન્ડીંગ કરે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ