શું તમને ખબર છે ચીનમાં આ દિવાલ પણ છે બહુ લાંબી? વાંચી લો તમે પણ આ વિશે સંપૂર્ણ વિગતો

ચીનની દીવાલ વિષે તો તમે જાણતા જ હશો પણ પણ ચીનમાં જ વધુ એક દીવાલ પણ આવેલી છે જેના વિષે બહુ ઓછા લોકો જાણે છે.

image source

આ દીવાલ આજકાલની નહિ પરંતુ સેંકડો વર્ષ જૂની છે. એક અંદાજ મુજબ આ દીવાલ 600 વર્ષ જૂની હોવાનું મનાય છે અને તેની લંબાઈ પણ 35 કિલોમીટર જેટલી છે.

તો ચીનની આ દીવાલ ક્યાં શહેરમાં આવેલી છે અને શું છે તેની અન્ય વિશેષતા ? આવો જરા વિસ્તારથી જાણીએ.

image source

ચીનમાં આવેલા નાનજીંગ શહેરમાં સ્થિત આ દીવાલ બનાવવામાં લગભગ 35 કરોડ જેટલી ઈંટોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. નવાઈની વાત એ છે કે ઘણી ખરી ઈંટોમાં ઈંટો બનાવનારનું નામ લખેલું છે.

બીજા વિશ્વયુદ્ધ દરમિયાન પણ અડગ રહી હતી દીવાલ

image source

90 વર્ષીય એક બુઝુર્ગ મહિલા ચી ઝીરુંના કહેવા મુજબ જયારે બીજા વિશ્વ દરમિયાન જાપાને ચીન પર હુમલો કર્યો હતો ત્યારે પણ જાપાની સેના આ દીવાલને તોડી શકી ન હતી. જો કે 1950 થી 1960 દરમિયાન આ દીવાલની ઘણી ઉપેક્ષા કરવામાં આવી અને દીવાલનો ઘણો ખરો ભાગ ક્ષતિગ્રસ્ત થઇ ગયો હતો તથા દીવાલની ઈંટોનો ઉપયોગ ઘર બનાવવા અને સડક બનાવવા માટે પણ થવા લાગ્યો હતો.

દીવાલ બચાવવા માટે ચલાવાયું હતું અભિયાન

image source

વર્ષ 2016 માં નાનજીંગ શહેરના સ્થાનિક સરકારી તંત્રે આ દીવાલને બચાવવા ખાસ અભિયાન શરુ કર્યું હતું અને એવી જાહેરાત કરી હતી કે જે નાગરિકોએ આ દીવાલની ઈંટો પોતાના ખાનગી ઉપયોગ માટે ચોરી હોય તેઓ જો ઈંટો પરત કરી દે તો તેઓથી કોઈ દંડ વસુલવામાં નહિ આવે.

આ જાહેરાત બાદ લોકોએ લગભગ 80000 જેટલી ઈંટો સરકારને પરત કરી હતી. તંત્રે આ ઇંટોને દીવાલની નીચે જ બનાવેલા ગોદામમાં સુરક્ષિત રીતે સંગ્રહ કરી દિવાલનું રીનોવેશન કામ શરુ કરી દેવામાં આવ્યું છે અને આ સ્થળને લોકોના હરવા ફરવાના સ્થળ તરીકે પણ વિકસિત કરવામાં આવી રહ્યું છે.

image source

90 વર્ષીય ચી ઝીરું સરકારના પ્રયાસથી છે ખુશ

90 વર્ષીય ચી ઝીરું સરકાર દ્વારા આ દિવાલના રીનોવેશન માટેના અભિયાનથી ખુશખુશાલ છે ચી ઝીરું કહે છે આ દીવાલ પ્રત્યે મને ખાસ લગાવ છે આ ફક્ત એક દીવાલ નથી પણ વારસો છે. એક વખત આ દીવાલની ઇંટોના ગેરઉપયોગથી વિચલિત થઈને બે ઈંટ મેં પણ ચોરી હતી અને 10 કિલોમીટર જેટલી સાઇકલ ચલાવીને એ ઈંટો મારા ઘરે લઇ ગઈ હતી.

image source

હવે મારી એ ઈંટોનો સદુઉપયોગ થવા જઈ રહ્યો છે. મકાન નવા બની શકે છે પણ આ ઐતિહાસિક દીવાલ ફરી ન બનાવી શકાય. આ દીવાલ ચીનના શાનદાર વારસાનું પ્રતીક છે. અને સરકારના દીવાલ બચાવવાના આ પ્રયાસથી હું ખુશ છું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ