આ 6 કારણો કિડનીના કેન્સર થવા પાછળ છે જવાબદાર, ખબર છે તમને?

કિડનીમાં કેન્સર થવાના આ છે 6 કારણ તમે પણ જાણો અને ચેતો

કિડનીનું કેન્સર કયા કારણોસર થાય છે એનું કોઈ ચોક્કસ કારણ કે કોઈ ખાસ માહિતી નથી પરંતુ આના જોખમ વિષે જાણીને આપણે આ ગંભીર સમસ્યાથી બચી શકીએ છીએ.

સ્વસ્થ જીવન શૈલી અને પોષક આહાર જ આપણને આ કિડનીના રોગથી બચાવી શકે છે. કિડનીમાં કોઈ પણ પ્રકારની સમસ્યા હોય તો એને હળવાશમાં ના લેતા. આના વિષે તરત જ ડોક્ટર સાથે વાત કરીને એને લગતા જરૂરી રિપોર્ટ અને તપાસ કરાવો. આ સિવાય પણ આ જોખમી કારણોથી બચતા રહો.

ધ્રુમપાન

image source

જો તમે ધ્રુમપાન કરો છો તો તમને કિડનીના કેન્સરનો ખતરો વધી જાય છે. ધ્રુમપાન કરતાં લોકોમાં 50% લોકોને કિડનીના કેન્સરનો ખતરો હોય છે. પરંતુ જો તમારી ધ્રુમાપનની લત દિવસેને દિવસે વધી રહી છે તો આ ખતરો પણ વધી રહ્યો છે. જે લોકો દિવસની 20 સિગારેટ પીવે છે એમનામાં કિડનીના કેન્સરની સંભાવના ધ્રુમપાન ના કરવાવાળા લોકો કરતાં ડબલ હોય છે.

કિડનીના રોગ

image source

જે લોકોની કિડની ફેલ થઈ જાય છે અને જે લોકોને અઠવાડિયામાં બે વખત મશીનની મદદથી પોતાનું લોહી ફિલ્ટર કરાવવું પડે છે એ પ્રક્રિયાને ડાયાલીસીસ કહેવામાં આવે છે. જે લોકો લાંબા સમય સુધી ડાયાલીસીસ કરાવે છે એમને કિડનીના કેન્સરનો ભય ખૂબ વધી જાય છે. ડાયાલીસીસનો સીધો સંબધ કિડનીના કેન્સરના લક્ષણો સાથે નથી હોતો.

આનુવંશિક કારણ

image source

ઘણા લોકોમાં ખરાબ જિન્સ હોવાને કારણે પણ કિડનીના કેન્સરનો ખતરો ખૂબ વધી જાય છે. ડીએનએમાં કોઈ પણ પ્રકારનો બદલાવ કરવાથી જિન્સ અસમાન્ય રીતે કામ કરવા લાગે છે. આવા કારણોને લીધે થતાં કેન્સરને આનુવંશિક કેન્સર કહેવામાં આવે છે.વૈજ્ઞાનિક લોકો એવા પ્રકારના જીન શોધવામાં લાગ્યા છે જે કિડનીના કેન્સર માટે જવાબદાર હોય જેનાથી ભવિષ્યમાં ડોકટોરોને આવા કિસ્સામાં કોઈ મદદ મળી રહે.

image source

જે લોકોને આનુવંશીક કારણોસર કિડનીનું કેન્સર થાય છે એવામાં મોટા ભાગે બે કિડનીમાં આના લક્ષણો જોવા મળે છે. એમની દરેક કિડનીમાં ઘણી બધી ટયૂમર હોય શકે છે.આનુવંશિક કેન્સરગ્રસ્ત વ્યક્તિમાં લગભગ નાની ઉમરમાં જ આના લક્ષણો જોવા મળે છે.

જાડીયાપણું (મોટાપા)

image source

નિષ્ણાતોના મત મુજબ કિડનીના કેન્સરનું વધતું પ્રમાણમાં એક મુખ્ય કારણ જાડીયાપણું છે. બ્રીટનમા `કેન્સર રિસર્ચ યુકે’ દ્વારા જે આંકડા પ્રકાશિત કરવામા આવ્યા છે એમાં જણાવ્યા અનુસાર 2009માં કિડનીના કેન્સર 9000થી પણ વધુ કેસ સામે આવ્યા હતા.

જ્યારે વર્ષ 1975 માં આની સંખ્યા 2300 હતી. મોટાપાને કારણે કિડનીના કેન્સરનો ખતરો લગભગ 70% વધી જાય છે. કેન્સર રિસર્ચ યુકે ના જણાવ્યા પ્રમાણે બહુ ઓછા લોકો આ વાતને સમજે છે કે વધુ પડતું વજન પણ કેન્સરને નોંતરે છે.

હાઇ બ્લડ પ્રેસર

image source

હાઇ બ્લડ પ્રેસરને કારણે પણ કિડનીની સમસ્યા થઈ શકે છે. કારણકે કિડની જ આપડા શરીરના કચરાને નિકાળવાનું કામ કરે છે. હાઇ બ્લડ પ્રેસરને કારણે કિડનીની રક્ત વાહિની સાંકડી કે મોટી થઈ જાય છે એના કારણે કિડની બરાબર કામ નથી કરતી અને લોહીમાં ખરાબ પદાર્થ જમા થવા લાગે છે અને કિડનીના કેન્સરના લક્ષણો દેખાવા લાગે છે.

આલ્કોહોલનું વધુ પડતું સેવન

image source

આલ્કોહોલનું સેવન કરતાં લોકોમાં કિડનીના કેન્સરની સમસ્યા થઈ શકે છે. આલ્કોહોલની લતને કારણે કિડની પણ આની કહરાબ અસર પડે છે જેના કારણે કિડનીના કેન્સરના લક્ષણો દેખાય છે. આલ્કોહોલ ના પિતા લોકો કરતાં આલ્કોહોલ પીતા હોય એવા લોકોમાં કિડનીના કેન્સરનો ભય વધુ હોય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ