નાના હતા ત્યારે રમત રમતમાં શીખવા મળ્યા જીવનના આ 6 મહત્વના પાઠ, જે તમારો આત્મવિશ્વાસ વધારશે

નાના હતા ત્યારે મમ્મી પપ્પા દરરોજ કહેતા હતા કે રમવાની જગ્યાએ ભણવામાં ધ્યાન આપો જે આગળ જતા તમારા જીવનમાં કામમાં આવશે રમવાથી કઈં દાડા નહીં વળે,… આગળ વધવા માટે ભણવું જરૂરી છે. પરંતુ હકીકતમાં જોવા જઈએ તો રમત એવી ઘણી વસ્તુ શીખવાડી જાય છે જે તમને ચોપડીમાંથી પણ શીખવા નથી મળતું.

તો આજે અમે એવી જ કેટલીક વાતો લાવ્યા છીએ જે તમારા જીવનમાં રમતનુ આગવું મહત્વ સાબિત કરશે.

૧. છેલ્લી અડધી મિનીટ બાકી હોય અને તમારે કોઇપણ હિસાબે ૧ ગોલ કરવાનો જ છે તો એ દરમિયાન ફૂટબોલ તમને ટીમવર્ક શીખવાડી જાય છે. ટીમવર્કનુ મહત્વ પહેલેથી જ અનિવાર્ય રહ્યું છે. આ જગ્યાએ તમે પોતાની જાતને મુકી જુઓ, અને પછી વિચારો. મહેનત કરીને પહેલો નંબર લાવવામાં અને આવી રીતે છેલ્લી સેકન્ડે ગોલ કરવામાં કેટલો મોટો તફાવત છે.

૨. જીવનની જેમ જ, રમતમાં પણ સારા અને ખરાબ દિવસો આવે છે. તમે દર વખતે પહેલા પણ નથી આવી શકતા. આથી તમારે જાણવું જોઈએ કે આવી બધી પરિસ્થિતિઓમાં કેવી રીતે આગળ વધવું.

૩. ચાલુ રમતમાં મુશ્કેલીનો સામનો કરવો એ આપણી કળા ઉપરનો વિશ્વાસ વધારી જાય છે. આવી પરિસ્થતિ દરમિયાન આપણા ઉપરના વિશ્વાસને લગતી શંકાઓ દુર થઈ જાય છે અને આપણા વ્યક્તિત્વમાં સુધારો આવે છે. આપણી જીંદગીનો ખરાબ સમય પણ આપણને આજ વસ્તુ શીખવાડે છે.

૪. જ્યાં સુધી નિષ્ફળતામાંથી પસાર ન થઈએ ત્યાં સુધી સફળતા કોને કહેવાય એ ખબર નહીં પડે. રમત દરમિયાન થતી હાર-જીત આ વસ્તુ શીખવાડી જાય છે.

૫. રમત તમને, તમે ખરેખરમાં શું કરી શકો છો તે શીખવાડી જાય છે. રમત આપણી મર્યાદાને સતત વધારતી જ રહે છે.નિર્ણાયક મેચની છેલ્લી થોડી ઘણી મિનીટો ચાલતી હોય જે દરમિયાન કરો અથવા મરો વાળી પરિસ્થિતિ ચાલતી હોય એ આપણને આપણી મર્યાદા વિષે શીખવાડી જાય છે.

Image result for 6 Life Lessons Playing Sports Taught Us When We Were Kids૬. સૌથી ખરાબમાંથી સૌથી સારું કઈ રીતે બનાવું એ વસ્તુ રમત શીખવાડે છે. આજે પણ હું કોઈ ખરાબ પરિસ્થિતિ અથવા અઘરા કામમાં ભરાયો હોવું, ત્યારે મારી જાતને એવું જ કહું કે છેલ્લો બોલ છે અને ૬ રન જોઈએ છે….અને જવાબ મને આપમેળે જ મળી જાય.

લેખન સંકલન- પ્રિયંકા પંચાલ

ટીપ્પણી