જલ્સા કરોને જેંતીલાલ

વાંચો બોલીવુડના આ ફીટ અને ફાઈન કલાકારો સવારે નાસ્તામાં કઈ વસ્તુનું કરે છે સેવન…

તમે પણ જ્યારે ટીવી કે કોઈ ફિલ્મ જોતા હશો તો તમને વિચાર આવતો જ હશે કે આ બધા અભિનેતા અને અભિનેત્રીઓ એવું તો શું ખાતા હશે કે તેમનું શરીર આવું જ રહે છે તેઓ ઈચ્છે ત્યારે તેમનું શરીર વધારી શકે અને ઈચ્છે ત્યારે ઘટાડી શકે આજે અમે તમને અમુક બોલીવુડ કલાકારનો સિક્રેટ ડાયટ પ્લાન જણાવીશું. પણ એક વાત તમારે સમજી લેવી પડશે કે તેઓ ફક્ત ખોરાકથી જ વજન ઘટાડે છે એવું નથી. તેઓ આખો દિવસ બહુ મહેનત કરતા હોય છે સાથે સાથે તેઓ કસરત પણ કરતા હોય છે. એક એવી વસ્તુ છે તેમના ડાયટમાં જેની મદદથી તેઓ તેમનું વજન જાળવી રાખે છે. આવો તમને જણાવીએ એવી કઈ વસ્તુઓ છે.

જ્હોન અબ્રાહમ : તે પોતાના નાસ્તામાં ૬ ઇંડા, ૪ બ્રેડ બટર લગાવીને, ૧૦ બદામ અને એક મોટો ગ્લાસ જ્યુસ પીવે છે. તે પોતાના ડાયટ સાથે કસરત કરવાનું પણ ભૂલતો નથી.

મલાઈકા અરોરા : મલાઈકા અરોરા દરરોજ સવારે નાસ્તામાં ઈડલી, પૌંઆ, ઉપમા કે પછી ઓટ્સ ખાય છે. સાથે સાથે તમારે એ પણ જાણી લેવું જોઈએ કે તે આ નાસ્તાની સાથે ફ્રુટ પણ જરૂર લે છે. તો હવે તમે પણ જાણી ગયા અને મલાઈકા અરોરાનો ડાયટ પ્લાન.

ઋત્વિક રોશન : ઋત્વિક દરરોજ સવારના નાસ્તામાં ૪ ઇંડા, ૨ બ્રાઉન બ્રેડ. એક પ્રોટીન શેક અને સાથે સાથે ઘણા બધા ફ્રેશ ફ્રુટસ પણ ખાય છે જે તેને આખો દિવસ ફ્રેશ રહેવા માટેની ઊર્જા આપે છે.

કરીના કપૂર : કરીના પોતાના દિવસની શરૂઆત એક કપ કોફી અને સાથે એક કેળું ખાય છે. આની સાથે સાથે તે અમુકવાર નાસ્તામાં બે પરોઠા અને સાથે દહીં પણ ખાય છે.

સલમાન ખાન : સલમાન ખાન સવારે સૌથી પહેલા નાસ્તામાં ઇંડા, બ્રેડ બટર, મિક્સ શાકભાજી, રોટલી અને સાથે ઓછી ફેટવાળું દૂધ પણ લે છે. આમ પછી સલમાનના ડાયટમાં કસરત પણ સામેલ છે.

શિલ્પાશેટ્ટી : ભાગ્યે જ કોઈ એવી યુવતી કે મહિલા હશે જેને શિલ્પાની કમર નહિ પસંદ હોય. જો તમે પણ ઈચ્છો છો તો પહેલા તમારે શિલ્પાનો ડાયટ પ્લાન ફોલો કરવો જોઈએ. શિલ્પાશેટ્ટી એ સવારે નાસ્તામાં એક વાટકી ઓટ્સ અને સાથે ચા પીવે છે. આની પછી તે કસરત કરે છે. કસરત પૂર્ણ થયા પછી તે પ્રોટીન શેક, ખજૂર અને આઠ સૂકી દ્રાક્ષ ખાય છે. બપોરના ભોજનમાં તે ઘી લગાવેલ રોટલી, શાક, ચીકન અને દાળ પણ ખાય છે. જ્યારે શિલ્પાને ગળ્યું ખાવાનું મન થાય છે ત્યારે તે કુલ્ફી કે પછી ચોકલેટ પણ ખાય છે.

Exit mobile version