54 વર્ષના દર્દીએ બ્રેન ટ્યૂમર સર્જરી વખતે સેલ્ફી ક્લિક કરી મિત્રો અને સંબંધીઓને મોકલી, જોઇ લો વાયરલ તસવીર તમે પણ

54 વર્ષના દર્દીએ બ્રેન ટ્યૂમર સર્જરી વખતે સેલ્ફી ક્લિક કરી મિત્રો અને સંબંધીઓને મોકલી: વાયરલ તસ્વીર

આ ઘટના ઇંગ્લેન્ડની છે. જેમાં એક દર્દી પોતાની બ્રેઈન ટ્યુમરની સર્જરી વખતે ઓપરેશન થીયેટરમાં પોતાના ફોનથી એક સેલ્ફી ક્લિક કરીને પોતાના મિત્રો અને પરિજનોને મોકલે છે. આમ કરવા ઘણી હિંમતની જરૂર છે જે આ દર્દીએ દેખાડી છે. નોર્થ ઇંગ્લેન્ડમાં આવેલા યોર્કશાયર જીલ્લામાં 54 વર્ષના એક દર્દીની ઓપરેશન થીયેટરમાં ક્લિક થયેલ સેલ્ફી હાલ સોશિયલ મીડિયામાં ઘણી વાઈરલ થઇ રહી છે.

આ ઘટના ચોકાવનારી છે. ઉલ્લેખનીય છે કે જે સમયે ડોક્ટરની ટીમ જીમ મુર્ફીના અલ્ટ્રા રેર બ્રેન ટ્યૂમરની સર્જરી કરી રહ્યા હતા, ત્યારે જીમ પોતાના મોબાઈલમાં સેલ્ફી ક્લિક કરીને એમના વોટ્સએપમાં મિત્રો અને સંબંધીઓને આ તસ્વીર મોકલી રહ્યા હતા. જો કે આ સર્જરી લગભગ 5 કલાક જેટલો લાંબો સમય ચાલી હતી.

image source

પોતાના જ બ્રેઇનના ટ્યુમરની સર્જરી વખતે પણ જીમે ઓપરેશન થીયેટરમાં ડરવાને બદલે આ સર્જરીને ઈન્જોય કરી રહ્યા હતા. આ ઘણી રેર ઘટના છે, જયારે કોઈ દર્દી આમ ઓપરેશનમાં સહકાર આપતા હોય. જો કે એમની તસ્વીર ખુબ જ વાયરલ થઇ હતી. એક વાત આપને જણાવી દઈએ કે શરૂઆતમાં તો તેમના મિત્રો અને સંબંધીઓને પણ આ વાતનો વિશ્વાસ જ નહોતો આવતો.

image source

ઇંગ્લેન્ડની રોયલ ઇન્ફીર્મરી હોસ્પિટલમાં જીમ અને ડોક્ટરની ટીમે કોરોનાના ડરથી PPE કીટ પહેરેલી હતી. જો કે જીમે પોતાના આ ઓપરેશન વિશે મીડિયાને જણાવ્યું હતું કે, મગજની ગાંઠની જ્યારે સર્જરી થઇ રહી હતી એ સમયે હું ડોક્ટરને મદદ કરી રહ્યો હતો. જો કે સર્જીકલ સાધનોનો ઘોંઘાટ મારે ન સાંભળવો પડે એટલે હું ફોનમાં મ્યુઝિક સાંભળી રહ્યો હતો.

image source

કદાચ આ વાત કોઈ નહિ માની શકે પણ મેં આ સમય દરમિયાન મારા મિત્રો અને સંબંધીઓને વોટ્સએપ દ્વારા સેલ્ફી પણ મોકલી હતી. ઘણા લોકોએ તો મને સામે મેસેજ પણ કર્યો હતો કે, સાચેમાં મારી સર્જરી ચાલી રહી છે? જો કે એમનો આ પ્રશ્ન સ્વાભાવિક હતો. કોઈ વ્યક્તિ પોતાની જ સર્જરી દરમિયાન આટલો નિશ્ચિત કેવી રીતે રહી શકે.

image source

આ ઓપરેશનની સેલ્ફી ખુબ વાયરલ થઇ હતી. જો કે અહી ઉલ્લેખનીય છે કે, જીમની પત્નીને પણ આજથી 18 વર્ષ પહેલાં મગજમાં ગાંઠ હતી. વિચિત્ર વાત તો એ છે કે પતિ-પત્ની બંનેના મગજમાં એક સરખું જ બ્રેન ટ્યૂમર હતું. આ બ્રેન ટ્યૂમર 10 લાખ કેસમાં એકવાર જ જોવા મળે છે. આપને જણાવી દઈએ કે જીમની પત્નીની અત્યાર સુધીમાં ૩ વાર સર્જરી થઇ ચૂકી છે.

image source

આ ઓપરેશન દરમિયાન જીમે ડોક્ટરને ઘણી મદદ કરી હતી, ઓપરેશન સફળ રહ્યું છે. હાલ જીમની તબિયત સારી છે. જીમે તો ક્યારેય સપનામાં પણ એમ નહી વિચાર્યું હોય કે તેમની ઓપરેશન થીયેટરની આ સેલ્ફી આટલી બધી વાઈરલ થઇ જશે ! એમની હિંમતને બધાય દાદ આપી હતી

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ