500 વર્ષ જૂનું વિષ્ણુ ભગવાનનું મંદિર નદીમાંથી આવ્યું બહાર

500 વર્ષ જૂનું વિષ્ણુ ભગવાનનું મંદિર નદીમાંથી આવ્યું બહાર

ઓડિશામાં લગભગ 500 વર્ષ જુનું એક મંદિર નદીમાંથી બહાર આવ્યું છે. મંદિરનો ઘુમ્મટ નદીના પાણીમાંથી બહાર દેખાયો છે. કહેવામાં આવી રહ્યું છે કે આ મંદિર 15મી અથવા તો 16મી સદીમી સદીનું છે. તેમાં ભગવાન ગોપીનાથની પ્રતિમાઓ હતી. જેને ભગવાન વિષ્ણૂના રૂપ માનવામાં આવે છે.

image source

ઇન્ડિયન નેશનલ ટ્રસ્ટ ફોર આર્ટ એડ કલ્ચરલ હેરિટેજના પુરાતત્ત્વવિદોની ટીમે જણાવ્યું કે તેમણે જ આ મંદિરને શોધ્યું છે. મંદિરનો ઘુમ્મટ ઓડિશાના નયાગઢ સ્થિત બૈધેશ્વરની પાસે મહાનદીની શાખા પદ્માવતી નદીની વચ્ચે છે.

image source

આર્કિયોલોજિસ્ટ દીપક કુમાર નાયકે જણાવ્યું કે આ મંદિરલગભગ 60 ફૂટ ઉંચુ છે. નદીની ઉપર દેખાઈ રહેલું મંદિરનો ઘુમ્મટ, તેના નિર્માણ કાર્ય અને વાસ્તુશિલ્પને જોઈને લાગે છે કે આ મંદિર 15મી અથવા 16મી સદીનું છે. જે જગ્યાએ આ મંદિર મળી આવ્યું છે તે વિસ્તારને સતપતાના કહે છે. સતપતાનામાં સાત ગાવ આવેલા હતા. સાતે ગામમાં ભઘવાન ગોપીનાથની પૂજા કરવામા આવતી હતી. તે જ સમયે આ મંદિર બનાવામાં આવ્યું હતું.

image source

દીપક કુમાર નાયકે જણાવ્યું કે લગભગ 150 વર્ષ પહેલા નદીએ પોતાની દિશા બદલતા મોટું પૂર આવ્યું હતું. જેના કારણ મંદિર અને તેના આસપાસના વિસ્તાર ડૂબી ગયા હતા. આ ઘટના 19મી સદીમાં થઈ હતી. ગામના લોકોએ ભગવાનની મૂર્તિ મંદિરમાંથી કાઢી લીધી હતી અને તેને ઉંચા સ્થાન પર લઈ ગયા હતા.

image source

આસપાસના લોકો જણાવે છે કે પદ્માવતી ગામની આસપાસ 22 મંદિર આવેલા હતા, જે એક નદીમાં ડૂબી ગયા છે. પણ આટલા વર્ષો બાદ ફરી ભગવાન ગોપીનાથ દેવના મંદિરનું શીખર બહારની તરફ જોવામાં આવ્યું છે.

image source

ઇન્ડિયન નેશનલ ટ્રસ્ટ ફોર આર્ટ એન્ડ કલ્ચરલ હેરિટેજના પ્રોજેક્ટ કોઓર્ડિનેટર અનિલ ધીરે જણાવ્યું કે અમે મહાનદીની આસપાસની બધી જ ઐતિહાસિક ધરોહરોનું દસ્તાવેજીકરણ કરી રહ્યા છીએ. અમે આ મંદિરની ચારે દિશાઓના પાંચ કિલો મીટરના અંતરમાં અન્ય મંદીરો તેમજ પૌરાણીક ઇમારતો શોધી રહ્યા છીએ.

image source

આ ગામમાં રહેતા લોકો જણાવે છે કે લગભઘ 25 વર્ષ પહેલા પણ આ મંદિરનું શીખર લોકોના જોવામાં આવ્યુ હતું. હાલ ગામના લોકોને અપીલ કરવામાં આવી છે કે આ મંદિરના શીખર પર ચડવામાં ન આવે.

image source

ભારતમાં હજારોની સંખ્યામાં પૌરાણિક મંદીરો આવેલા છે. જેમાંના કેટલાકમાં આજે પણ દેવી દેવતાઓની પુજા થઈ રહી છે તો વળી કેલાક પાણી કે સમુદ્રની નીચે ગરકાવ થઈ ગયા છે. તો વળી કેટલાક ખંડીત થઈ ગયા છે.

image source

ભારતના પૌરાણિક મંદીરોની વાત કરીએ તો ઓરંગા બાદનું કૈલાશ મંદિર, આદિ કુબેશ્વર મંદિર, મહાબલિ પુરમનું શોર મંદિર, દ્વારકાનું દ્વારિકાધીશનું મંદિર, બદામીનું ગુફામાંનું મંદિર, કોણાર્કનું સૂર્ય મંદિર, બેંગલોરમાં આવેલું હલાસુરુ સમોમેશ્વરનું મંદિર, કુમ્બાકોણમમાં આવેલું ઐરાવતેશ્વરાનું મંદિર. ભૂવનેશ્વરનું લીંગરાજ મંદિર, તિરુપતિનું શ્રી વેન્કટેશ્વરા ટેમ્પલ, અને આ ઉપરાંત પણ બીજા ઘણા પૌરાણિક મંદીરો ભારતમાં આવેલા છે જે એક હજાર વર્ષ કરતાં પણ જૂના છે. જે ખરેખર જોવા લાયક છે.

Source : Aajtak

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ