હેલ્ધી અને ફિટ રહેવું હોય તો રોજ ખાવ મગફળી, કારણકે, સ્વાસ્થ્ય માટે પણ તે ખૂબ જ ફાયદાકારક છે.

શું મગફળી તમને ગમે છે તો જાણીલો તેના પાંચ ફાયદા. મગફળીને આપણે સીંગ તરીકે તેમજ આજકાલના બાળકો પીનટ તરીકે પણ ઓળખે છે. મગફળીના અનેક હેલ્થ બેનિફિટ્સ છે.

મગફળી સાથે આપણા બાળપણની ઘણી બધી યાદો જોડાયેલી છે મગફળીને આપણે કેટલાએ સ્વરૂપમાં ખાધી હશે. જેમ કે ખારી સીંગ, સીંગની ચીકી, શેકેલી મગફળી, લીલી મગફળીના ઓળા. તેને નાનપણમાં આપણે કેટલીકવાર તો સ્કૂલમાં નાશ્તામાં પણ લઈ જતાં હતા. અને હવે તો અમેરિકન પિનટ બટર આપણા માર્કેટમાં પણ મળવા લાગ્યું છે અને બાળકો ખુબ જ ચાવથી તેને બ્રેડ પર સ્પ્રેડ કરીને આરોગી જાય છે. ટીફીન બોક્ષ માટે આપણને એક નવું અને હેલ્ધી ઓપ્શન પણ મળી ગયું છે.

તો ચાલો જાણીએ મગફળીના કેટલાક સ્વાસ્થ્યવર્ધક લાભો વિષે.

પ્રોટિન અને ફાયબરઃ

મગફળીથી ખુબ જ જલદી પેટ ભરાઈ જાય છે માટે તે તમને વજન ઘટાડવામાં પણ મદદ કરે છે. ઘણા બધા અભ્યાસો દ્વારા એવું જાણવા મળ્યું છે કે ઓછા પ્રમાણમાં સીંગ ખાવાથી તે વજન ઘટાડવામાં મદદરૂપ નીવડે છે.

પોષક તત્ત્વોથી ભરપુરઃ મગફળી વિટામિન બી3, ફોલેટ, પેન્ટોથેનિક એસિડ, થિયામિન, રિબોફ્લેવિન, ખોલાઇન, વિટામિન બી6 અને વિટામીન ઈ અને ઉચ્ચ ખનીજતત્ત્વો જેવા કે મેગ્નેશિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ, ઝિંક, આયર્ન, કોપર, મેન્ગેનિઝ અને સેલેનિયમથી ભરપૂર હોય છે.

રોગોને કાબુમાં રાખે છેઃ

વિવિધ અભ્યાસો દ્વારા એવું જાણવા મળ્યું છે કે અઠવાડિયામાં પાંચ વાર મગફળી ખાવાથી તમારા હૃદય રોગના જોખમમાં ઘટાડો થાય છે અને ડાયાબિટી, પિત્તાશયના રોગો અને કોલોરેક્ટલ કેન્સર થવાનું જોખમ ઘટે છે. મગફળી અને પીનટ બટર બન્ને તમને લો બીપીમાં રાહત આપે છે.

એન્ટિએજિંગઃ

મગફળીમાં પ્રબળ એન્ટિએજિંગ મોલેક્યુલ રિસવેરેટ્રોલ હોય છે, આ જ ફાઇટોકેમિકલ રેડ વાઇન અને દ્રાક્ષમાં હોય છે. અભ્યાસ એવું દર્શાવે છે કે રિસવેરેટ્રોલ ચરબીની કોષિકાઓની વૃદ્ધિને અટકાવે છે અને લોહીમાંથી શર્કરાના શોષણને સુધારે છે. રિસવેરેટ્રોલ મગફળીના બીજ તેમજ તેના ફોતરામાં પણ હોય છે.

કોલેસ્ટેરોલઃ

મેનોપોઝ બાદ હાઇ કોલેસ્ટેરોલ ધરાવતી સ્ત્રીને જો લો ફેટ વાળો ખોરાક ખવડાવવામાં આવે ત્યારે તેમાં મગફળીનો પણ સમાવેશ કરવો જોઈએ જેનાથી તેમનું કોલેસ્ટેરોલ સુધરે છે. મગફળીમાંનું ફાયટોસ્ટેરોલ કોલેસ્ટેરેલને ઘટાડે છે.

મગફળીના સ્વાસ્થ્યવર્ધક ફાયદા માત્ર મગફળી પુરતાં જ મર્યાદિત નથી પણ મગફળીનું તેલ અને ફેટ-ફ્રી મગફળીનો લોટ પણ તેટલો જ ફાયદાકારક છે. એક અભ્યાસ પ્રમાણે તે કોલેસ્ટેરોલને ખુબ જ અસરકારક રીતે નીચું લાવે છે અને તે હૃદય માટે પણ અસરકારક છે.

પણ એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે તમારે મગફળીના લાભ મેળવવા માટે તેની પાછળ નથી પડી જવાનું તમારે માત્ર એક મુઠ્ઠી મગફળી જ રોજ ખાવાની છે અથવા તો એક ચમચી પીનટ બટર પણ તમને તેટલો જ લાભ આપશે.

લેખન.સંકલન : તૃપ્તિ ત્રિવેદી 

હેલ્થને લગતી માહિતી અને ઘરગથ્થું ઉપચાર વાંચવા માટે લાઇક કરો અમારું પેજ : “જલ્સા કરોને જેંતીલાલ”

ટીપ્પણી