આ 5 પ્રશ્નો દરેક છોકરીઓને લગ્ન પહેલા મુકી દે છે અનેક મુશ્કેલીમાં, અને તમને?

લગ્નનું સપનું દરેકના મનમાં હોય છે. છોકરો હોય કે છોકરી હોય બન્નેના મનમાં લગ્નને લઈને ઉથલપાથલ થતી રહે છે. બન્ને એવું ઈચ્છે કે તેમનો જીવનસાથી એવો જ હોય જેવો તે વિચારે છે. પોતાના ભાવિ જીવનસાથીને લઈને તેમના મનમાં કેટલીક ઈચ્છાઓ અને સપનાઓ હોય છે. પરંતુ છોકરીઓના મનમાં લગ્નને લઈને એક ફોટો બનેલી હોય છે જેમાં બધું જ રોમેન્ટિક અને પરફેક્ટ હોય છે. એટલું જ નહીં છોકરીઓના મનમાં પોતાના સાથીને લઈને કેટલાક ઉંટપટાંગ પ્રશ્નો પણ આવે છે.

image source

આવો જાણીએ આ પ્રશ્નો વિશે…

મારા નખરા ઉઠાવી શકશે…

આમતો છોકરીઓ સ્વભાવે નખરાળી હોય જ છે પરંતુ તે બધા પાસે નખરા નથી કરતી. છોકરીઓને સારી રીતે ખબર હોય છે કે કોણ તેના નખરા સહન કરશે અને કોણ નહિ સહન કરે. ત્યાં જ વાત જ્યારે લગ્નની આવે છે તો તેના દિમાગમાં એક જ સવાલ આવે છે કે તેનો ભાવિ પતિ તેના નખરા ઉઠાવી શકશે? આ વાતની પુષ્ટિ કરવા માટે તે ક્યારેક ક્યારેક અટપટી હરકતો કરી શકે છે, જેમ કે પોતાની સહુલિયત મુજબ છોકરાને મળવા બોલાવવો કે પછી જિદ કરીને કોઈ વસ્તુ ખરીદવવી, કે પછી ખાવા પીવામાં જિદ કરવી વગેરે.

નારાજ થઈ ગયો તો કેવી રીતે મનાવીશ?

image source

પ્રેમભર્યા સંબંધમાં હસી મજાક અને નોક જોક તો ચાલ્યા કરે છે પણ ક્યારેક ક્યારેક આ હસી મજાક ભારે પણ પડી જાય છે અને તે નારાજ થઈ જાય છે. હવે નારાજ થયા છે તો મનાવવા પણ આપને જ પડશે. ‘રુઠે રુઠે પિયા કો મનાઉ કૈસે…’ , ‘ અચ્છાજી ચલો મેં હારી માન જાઓ ના…’ , ‘દેખો રૂઠા ના કરો, બાત નજરો કી સુનો…’ આવા જ કેટલાક બોલીવુડના એવરગ્રીન ગીતો મદદ કરશે. આ ગીતોને ગાઈને કે પછી ગીતને તેમને વ્હોટ્સઅપ કરી દો. આપની આ અદાઓ થી તે વધારે નારાજ નહિ રહી શકે.

શુ મારે બ્લેન્કેટ શેર કરવું પડશે?

image source

કેટલીક છોકરીઓ એવી હોય છે જે પોતાના સામાનને લઈને ખૂબ પઝેસિવ રહે છે. જો કોઈ બીજી વ્યક્તિ તેમની વસ્તુનો ઉપયોગ કરે તો હંગામો ઉભો કરી દે છે. પરંતુ લગ્ન નક્કી થઈ ગયા પછી તેમના દિમાગમાં એક જ વાત આવે છે કે શું તેને પોતાનો સામાન પણ શેર કરવો પડશે? પણ જરૂરી નથી કે લગ્ન પછી આપને દરેક જગ્યાએ એડજસ્ટમેન્ટ કરવું પડે. આ વિશે આપ આપના પાર્ટનર સાથે ખુલીને વાત કરો.

ક્યાંય મમ્મીને મારી ફરિયાદ ના કરી દે?

image source

છોકરીઓને પોતાની રેપ્યુટેશન સૌથી વધારે વ્હાલી હોય છે. ખાસ કરીને લગ્ન પછી સાસરીમાં તે ઈચ્છે કે દરેક વ્યક્તિ તેની તારીફ કરે. એવામાં મમ્મી થી પોતાની ફરિયાદને લઈને સૌથી વધારે ડરે છે અને આ વાત બધા છોકરાઓ જાણતા હોય છે, ત્યારે જ તો લગ્ન પછી મોટાભાગના પતિ આ જ ધમકી આપે છે કે મમ્મીને કહી દવ…

મારી ઓળખ ખોવાઈ ના જાય?

image source

લગ્ન પહેલા મોટભાગે છોકરીઓના દિમાગમાં આ વાત ઘૂમ્યા કરે છે કે બંધનમાં બંધાયા પછી તેની ઓળખ ખોવાઈ ના જાય. સૌપ્રથમ આ વાતને પોતાના દિલ-દિમાગમાંથી બિલકુલ કાઢી નાંખો કે લગ્ન પછી આપની છીનવી લેવાશે, પરંતુ લગ્ન પછી કેટલાક નવા સંબંધો, નામ અને ઓળખ આપશે. જો આપના ઘરના એટલે કે પિયરમાં લોકો નિકનેમથી બોલાવે છે. પણ સાસરી વાળા એ નામથી નથી બોલાવતા તો બિલકુલ ઉદાસ થવાની જરૂર નથી. આપના પતિએ કોઈ લવનેમ આપ્યું હશે, કે નણંદ અને દિયરે કઈક નવું નિકનેમ આપ્યું હશે, તો આ નવા નિકનેમ સાથે ભરપૂર આંનદ ઉઠાવો સસરિવાળાનો…

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ