પાંચ માંથી એક તો ગુજરાતમાં જ આવેલું છે, તમે મુલાકાત પણ લીધેલી જ હશે…

ભારત એક બહોળી ધાર્મિક આસ્થા ધરાવતો દેશ છે. દેશના ખૂણે ખૂણે તમને કરોડો ભક્તો મળી જશે અને લાખો મંદિરો પણ જોવા મળશે. નાનકડા ગામડામાં પણ અરધો ડઝન મંદિર તો તમને જોવા મળી જ જશે. ભારતમાં પૌરાણિક કાળથી મંદિરોનું વર્ચ્સ્વ છે. તેમાંના કેટલાક મંદિરો તો હજારો વર્ષ જુના છે. અને સૈકાઓથી લોકો તેમાં પોતાની આસ્થા ધરાવતા આવ્યા છે.

ભારતના નાનામાનાના મંદિર પાછળ કોઈ નાનકડી એવી સામાન્ય કે અસમાન્ય વાર્તા તો સાંભળવા મળી જ જશે. બધા પર વિશ્વાસ કરવો તે તો માણસની શ્રદ્ધા પર આધાર રાખે છે. પણ આજના આ લેખમાં અમે તમને ભારતના પાંચ ચમત્કારી મંદિરો વિષે જણાવવા જઈ રહ્યા છીએ. જ્યાંના માત્ર દર્શનથી જ તમારી ઇચ્છા પૂર્તિ થઈ જાય છે. જેમાંનું એક તો ગુજરાતમાં જ આવેલું છે. ચાલો જાણીએ આ મંદિરો વિષે

દેવીધુરા મંદિર


ઉત્તરાખંડમાં આવેલું દેવીધુરા નામનું આ મંદિર 52 શક્તિપિઠોમાંનું એક છે. મંદિરના ગર્ભગૃહમાં તાંબાની એક પેટીમાં બારાહી માતાની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે. જો કે આજ સુધી આ મૂર્તિના દર્શન કોઈ જ કરી શક્યું નથી. વર્ષમાં માત્ર એકવાર ભાદરવા મહિનાની કૃષ્ણ પ્રતિપદા પર તે પેટીને ખોલીને દેવીમાની મૂર્તિને સ્નાન કરાવી તેનો શ્રૃંગાર કરવામાં આ છે. આ સમયે પણ પુજારી તે મૂર્તિને જોઈ નથી શકતા ત્યારે તેમણે આંખ પર પટ્ટી બાંધીને આ પ્રક્રિયા કરવી પડે છે. કારણ કે કેહવામાં આવે છે કે તે મૂર્તિમાં એટલું તેજ છે કે તેને નરી આંખે જોઈ શકાતું નથી તે તેજને આંખ સહન કરી શકતી નથી.

પાવાગઢ


ગુજરાતમાં પાવાગઢના પહાડ પર મહાકાળી માતાનું મંદિર આવેલું છે. તે પણ શક્તિપિઠોમાંની એક છે. અહીં પણ એવી માન્યતા છે કે માતાજી જાગૃત સ્વરૂપે બીરાજેલા છે. અહીં માતાજીના દર્શને આવનાર દરેક ભક્તની ઇચ્છા પુરી થાય છે. દર વર્ષે અહીં લાખો ભક્ત દર્શન કરવા આવે છે લોકો પોતાની માનતા પ્રમાણે પગપાળા પણ માતાજીના દર્શન કરવા આવે છે.

જગન્નાથ મંદિર


ઓરિસ્સાના પુરીમાં આવેલું ભગવાન જગન્નાથનું મંદિર સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ છે. ભગવાન શ્રીકૃષ્ણના આ મંદિરને ધરતી પરનું સ્વર્ગ માનવામાં આ છે. અહીં દર્શન કરવા આવેલ દરેક ભક્તની ઇચ્છા પૂર્ણ થાય છે. આ મંદિરમાં ભગવાન શ્રીકૃષ્ણ સાક્ષાત હાજર હોય છે તેવી પણ માન્યતા છે.

હિંગળાજ મંદિર, બલુચિસ્તાન.


માતાજીની મુખ્ય શક્તિપિઠોમાંની આ એક શક્તિપિઠ છે. હિંગળાજ માતાનું આ મંદિર પાકિસ્તાનમાં આવેલા બલુચિસ્તાનના વેરાન પહાડો વચ્ચે આવેલું છે. આ મંદિરમાં પણ માતાજીનો પરચો ભક્તોને મળી ચુક્યો છે. ભક્તો હિંગળાજ માતાના આ મંદિરને ચમત્કારી માને છે. અહીં આવનાર દરેક ભક્તની ઇચ્છા પૂર્ણ થાય છે, આ મંદિરની ખાસ વાત એ છે કે તેની સંભાળ અહીંના મુસ્લિમ લોકો જ રાખે છે.

પૂર્ણાગિરી મંદિર


આ મંદિર ભારત અને નેપાળની સરહદ પર આવેલા ઉત્તરાખંડના ચંપાવત જિલ્લાના ટનકપુરથી માત્ર 21 કિમીના અંતરે આવેલું છે. પૂર્ણાગિરી એક સિદ્ધ જગ્યા છે. આ મંદિર પણ માતાજીની 52 શક્તિપિઠોમાંનું એક છે. આ સ્થળ પર કહેવાય છે કે સતિ પાર્વતીની નાભી પડી હતી. અહીં દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ દર્શનાર્થે તેમજ પોતાની માનતાઓ પૂરી કરવા આવે છે.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ અવનવી માહિતી માટે લાઇક કરો અમારું પેજ.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ