૫ આયર્વેદિક ઔષધીય નુસ્ખા જે તમારા વાળને બનાવશે હેલ્ધી…

સાવ પાતળી ચોટલી કે તૂટતા અને ખરતા વાળ કોને ગમે? તમે કહેશો કે પ્રદૂષણ જ એટલું વધી ગયું છે અને કહેશો કે અમારા ગામનું પાણી જ બહુ ભારી છે જેને લીધે વાળ બહુ ઉતરે છે વગેરે વાતો સાવ સામાન્ય થઈ ગઈ. ખરેખર તો કેમિકલયુક્ત શેમ્પૂઓનો અતિરેક, વારંવાર જરૂર વિના કરાતી હેર ડાય અને આપણાં આહારમાં પોષક તત્વોનું ખોરવાયેલું સંતુલન એ સૌથી વધુ નુકસાન કરે છે. અમે તમારા માટે આયુર્વેદના ઔષધ વિજ્ઞાનમાંથી એવી ૫ વસ્તુઓ સૂચવશું જેનાથી તમારા વાળને નવું જીવન મળ્યા જેવી અનુભૂતિ થશે. કોઈ જ જાતની આડઅસર કે કેમિકલ ટ્રીટમેન્ટ વગર જ ઘેર બેઠાં વાળને ઘાટા, સુંવાળા અને લાંબા કરવાની રીત, એકવાર અજમાવશો તો વર્ષોવરસ એજ વાપરશો… આમાંથી કેટલીક વસ્તુઓ તો તમારા રસોડાની છાડલીએ જ પડી હશે.


વાળ ખરવા, તેની જાડાઈ ઘટીને પાતળા થઈ જવા, ખોડો જેવી કોઈ સ્કાલ્પની કે ચામડીની તકલીફ અન સેંથી ફાટી જવી કે ટાલ પડી જવા જેવી અનેક મુશ્કેલીઓનો સામનો કરતાં હોઈએ છીએ. જેની પાછળ તો ઘણાં લોકો હજારો રૂપિયા પણ ખર્ચ કરી દેતાં અચકાતાં નથી. આજે આપણે સરળ અને ઓછા ખર્ચાળ એવા ઉપાયોની ચર્ચા કરીએ જે વાળના વિકાસમાં ખૂબ સારું પરિણામ આપે અને જે હર્બલ હોય એટલે કે જે કુદરતી ઔષધ તરીકે વપરાતી હોય જેનાથી કોઈ રિએક્શન ન થાય કે પાછળથી ઉપયોગ પછી નુકસાન ન થાય એવા ગુણકારી હોય. આવો જોઈએ એ ૫ કઈ કઈ વસ્તુઓ છે.

ભ્રંજરાજ –


આસામીમાં તેને ‘કેહરાજ’ તરીકે ઓળખાય છે અને તમિલમાં ‘કારિસાલંકન્ની’ તરીકે ઓળખાતી દવા ઔષધીય વનસ્પતિ છે, જે ભેજવાળા વિસ્તારોમાં ઉગે છે. આ ઔષધિનો ખાસ કરીને વાળ અને ચામડીના વિવિધ દરદની સારવાર માટે ઉપયોગ થાય છે. તે ખોપરી ઉપરની ચામડીની સપાટીને લીસી બનાવે છે, જે વાળના કોષોને પોષણ આપે છે. તે નવા વાળની વૃદ્ધિને પણ પ્રોત્સાહન આપે છે અને આમ વાળને નવજીવન આપવામાં સહાય કરે છે. તમે સ્ટોરમાંથી ભ્રંજરાજ તેલ ખરીદી શકો બનાવે છો, તે રીતે તમે તેને ઘરે પણ બનાવી શકાય છે. સદીઓથી લોકો ઘરે જ ભ્રંજરાજ તેલ છે. પરંપરાગત પ્રક્રિયામાં આ વનસ્પતિના પાંદડાઓને સૂકવવાનું રહે છે; તેમને પાવડર સ્વરૂપમાં પીસીને તેને તેલમાં નાખીને ગરમ કરો. ઘરે ભ્રંજરાજ તેલ બનાવવાની આ એકદમ ઝડપી રીત છે. ભૃંગરાજ પાનનો પાવડર, નાળિયેર તેલના મિક્ષણને ગરમ કરીને તેને સીધું ખોપરી ઉપરની ચામડી પર લગાડવાનું શરૂ કરો, તેને વાળના મૂળમાં લગાવીને 30 મિનિટ સુધી રાખી મૂકવું. કોષોમાં શોષાઈ જાય પછી કલાક જેવું રાખીને ધોઈ શકો છો. વાળ અને ચામડીની વિવિધ સમસ્યાઓના ઉપચાર માટે ભૃંગરાજ તેલનો ઉપયોગ કરી શકાય છે.

મેથી –


મેથી કે મેથીના દાણા એ એક મસાલાનો ખજાનો છે જે હકીકતે ભારતમાં ઉત્પન્ન નથી થયું, પરંતુ તે આપણાં રસોડાંમાં રહીને ભારતીય સંસ્કૃતિનો એક મહત્વપૂર્ણ ભાગ બન્યો છે, જાણે કે તે હંમેશાં આપણી જ વસ્તુ છે. આયુર્વેદે આશરે હજારો વર્ષ પહેલા ઓળખી કાઢ્યું છે કે તે આરોગ્ય અને સૌંદર્યને નિખારવામાં લાભકર્તા છે. મેથીના દાણા ફોલિક એસિડ, વિટામીન એ, વિટામીન કે અને વિટામિન સીથી સમૃદ્ધ છે. આ ઉપરાંત, તેમાં પોટેશિયમ, કેલ્શિયમ અને આયર્ન જેવા ખનિજોનું પ્રમાણ પણ વધારે છે. મેથીના દાણામાં પણ પ્રોટીન અને નિકોટીનિક એસિડનું પ્રમાણ હોય છે, જે વાળનું ખરવું અને ડૅન્ડ્રફ સામે ફાયદાકારક છે. તંદુરસ્ત વાળના વિકાસ માટે તમે તમારા આહારમાં મેથી સહિત શ્રેષ્ઠ વસ્તુઓનો ઉમેરો કરવો જોઈએ.

આમળાં –


આપણાં દાદી – નાની અને એમનાથી પણ પહેલાંની પેઢીના વડીલો ત્વચા અને વાળની સંભાળની સંભાળ રાખવા આંબળાંનો ઉપયોગ કરાય છે. અમલા કે જે ભારતીય ગૂસબેરી કહેવાય છે. એ પ્રાચીન કાળથી ભારતમાં વાળ સંભાળની રીતભાતનો સૌથી અગત્યનો ભાગ છે. આમલાનું તેલ માથામાં માલિશ કરવાથી રક્ત પરિભ્રમણમાં વધારો થાય છે. આ તમારા વાળને ખરતા રોકીને પૂરતું પોષણ આપે છે, જે પછી વાળની વૃદ્ધિ પણ કરે છે. આમળામાં રહેલું એન્ટિ ઓક્સિડન્ટ ડેન્ડ્રફ દૂર કરે છે અને આમળાનું તેલ વધારે ચીકાસવાળું નથી હોતું પણ સ્કાલ્પને સૂકું થવા નથી દેતું.

તમે ઘરે પણ કેટલાક અમલા તેલ તૈયાર કરી શકો છો. એક વાટકી નારિયેળ તેલને એક પેનમાં ગરમ કરો અને અમલા પાવડરના બે ચમચી ઉમેરો. તે ભૂરા રંગનું થાય ત્યાં સુધી તેલને ગરમ કરો. 2-3 મિનિટ પછી તેને ગરમ કરવાનું બંધ કરો અને તેલને ઠંડુ કરવા માટે એક બાજુ રૂમ ટેમ્પ્રેચર પર રાખી મૂકો. એક વાટકીમાં તેલને એકત્રિત કરો. તેને તમારા વાળ પર લગાવો , જ્યારે તે હજી થોડું ગરમ હોય ત્યારે આંગળીઓથી સારી રીતે મસાજ કરાય છે.

ત્રિફળા –


ત્રિફળા ચૂર્ણમાં શરીરના કોષોને સુધારીને વાળને નુકસાન પહોંચાડતા અટકાવે છે અને વાળના જથ્થામાં વધારો કરે છે. હરિતાકી જેવા તેના ઘટકોના સારા પ્રમાણમાં હોવાથી એનામાં એન્ટિબેક્ટેરિયલ અને એન્ટિફંગલ પાવર છે જે માથાની ચામડી પર સારી રીતે કાર્ય કરે છે અને તમામ પ્રકારના ચેપ અને ફૂગની ખામીને દૂર રાખે છે. ત્રિફળા પાવડર ડેન્ડ્રફ ઘટાડવા માટે જાણીતું છે. તમે ક્યાં તો તમારા વાળ પર નાળિયેર તેલ સાથે મિશ્રળ કરીને ત્રિફળા પાવડર લગાવી કરી શકો છો અથવા તેને તમારા આહારનો ભાગ બનાવી શકો છો. તમારા આહારમાં ત્રિફળા ઉમેરવાથીરા વાળના સ્વાસ્થ્યની સમસ્યા નિવારવામાં મોટી ભૂમિકા ભજવે છે. તમારા વાળનો જથ્થો વધારે ન હોવાનું એક કારણ તમારા યકૃતની નબળી સ્થિતિ અને નબળી પાચનશક્તિ હોઈ શકે છે. ત્રિફલા પાચનતંત્રને સાફ કરીને તે બંનેનું ધ્યાન રાખે છે. ત્રિફળા ચૂર્ણના ત્રણ ઘટકોમાંથી એક અમળા પણ છે.

બ્રાહ્મી –


આ એક અદભૂટ આયુર્વેદિક ઔષધિ છે જે તમારા વાળ માટે અકસીર સાબિત થઈ શકે છે. બ્રહ્મી માનસિક તણાવ ઓછો કરવા અને મનને શાંત કરવા માટે મોટેભાગે લોકપ્રિય છે. ઔષધિ વાધારે વાળ અને સૌંદર્ય લક્ષી લાભોને માટે જાણીતી છે.. તે સૂકા અને નુક્સાન થયેલ બરછટ વાળને સુધારવા માથાની ત્વચાની સારવાર કરીને ખરતા વાળ અટકાવી શકે છે. બ્રહ્મી વિવિધ પ્રકારના વાળની સમસ્યાઓનો શ્રેષ્ઠ ઉપચાર કરી શકે છે જેમ કે ડૅન્ડ્રફ, ખંજવાળ અને સ્પ્લીટ હેરસ. બ્રહ્મી તેલથી માથામાં મસાજ કરવું ખૂબ જ અસરકારક રહે છે.