50 વર્ષે પણ હોટનેસની બાબતમાં અન્ય અભિનેત્રીને ટક્કર આપે છે સલમાનની આ અભિનેત્રી…

49 વર્ષે પણ હોટનેસની બાબતમાં અન્ય અભિનેત્રીને ટક્કર આપે છે સલમાનની આ અભિનેત્રી


સલમાન ખાન સાથે ફિલ્મ ‘મેંને પ્યાર કિયા’થી પોપ્યુલર થયેલી એક્ટ્રેસ ભાગ્યશ્રી તો બધાને યાદ હશે. લગ્ન અને બાળકોને કારણે ભાગ્યશ્રી ફિલ્મી દુનિયાથી ગાયબ થઈ ગઈ હતી. રંતુ તે ક્યારે પણ ગ્લેમર વર્લ્ડ દૂર નથી થઈ. તે હમણા તાજેતરમાં તેની દીકરી અવંતિકા દસાની સાથે એક લગ્ન પ્રસંગમાં જોવા મળી હતી. ટ્રેડિશલન આઉટફિટમાં માં-દીકરીની એકદમ સુંદર દેખાતા હતા.

ઉલ્લેખનીય છે કે, 1989માં સલમાન ખાન સાથે ફિલ્મ મેંને પ્યાર કિયાથી ભાગ્યશ્રીએ બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. તેણે ઘણી ઓછી ફિલ્મો કરી અને પછી હમાલય દસાની સાથે લગ્ન કર્યા હતા. ત્યાર પછી તે દીકરા અભિમન્યુ અને દીકરી અવંતિકાની દેખરેખમાં વ્યસ્ત થઈ ગઈ હતી. ભાગ્યશ્રીનો મોટો દીકરો અત્યારે 27 વર્ષનો ત્યારે દીકરી 23 વર્ષની છે.

બોલીવુડની એક્ટ્રેસ ભાગ્યશ્રીએ ભલે બોલીવુડનું ગ્લેમર છોડી દીધું હોય પરંતુ પોતાના અંગત જીવનમાં 49ની ઉંમરે પણ તે ખૂબ જ ગ્લેમરસ દેખાઈ રહી છે. સિલ્વર સ્ક્રિન પર નહીં પરંતુ સોશિયલ મીડિયા પર પોતાના ફેન્સ માટે સેન્શેસન જરૂર બની રહે છે. ઇન્ટરનેટ પર હંમેશા એક્ટીવ રહેનારી ભાગ્યશ્રી 49ની ઉંમરે પણ બોલિવૂડની અભિનેત્રીઓને ટક્કર આપે છે.

આ વાત તેની તસવીરો સાબિત કરી રહી છે. હાલમાં ભાગ્યશ્રી ગ્રીસમાં હોલિડે મનાવી રહી છે. તેણે હાલમાં જ ઈન્સ્ટાગ્રામ પર પોતાના ગ્રીક હોલીડેઝના ફોટો્ઝ શેર કર્યા છે. તેને જોઈને કોઈ નહીં કહી શકે કે તેની ઉંમર 49 વર્ષની છે. ભાગ્યશ્રી પોતાની લાઈફમાં બહુ ખુશ છે.

તે અત્યારે પોતાના મિત્રો સાથે વેકેશન એન્જોય કરવા માટે ગ્રીસ પહોંચી છે. તે પોતાના પરિવારની સાથે નહીં પણ પોતાના મિત્રો સાથે એન્જોય કરી રહી છે. માત્ર ભાગ્યશ્રી જ નહીં પરંતુ તેની જ ઉંમરની તેની બહેનપણીઓ પણ કોલેજ યંગસ્ટર્સ જેવી લાગી રહી છે.

ભાગ્યશ્રીની સુંદરતાનું રહસ્ય તેનું રોજ એક્સર સાઈઝ અને જિમિંગ કરવાનું છે. તે કલાકો સુઘી જીમમાં પરસેવો પાડે છે.આ જ કારણે આજે પણ તેના ચહેરા પર ચમક જોઈ શકાય છે. સલમાન ખાનની ફિલ્મ મેંને પ્યાર કિયામાં દેખાઈ હતી. તે આજે પણ એટલી જ ચુલબુલી દેખાય છે.ભાગ્યશ્રીના બે બાળકો અવંતિકા અને અભિમન્યૂ છે.

જાણકારી મુજબ તે પોતાના દીકરા અભિમન્યૂને ફિલ્મોમાં લોન્ચ કરવાની છે. જોકે હજુ સુધી આ વાત પર કોઈ ઓફિશિયલ પ્રતિક્રિયા આવી નથી.

બોલીવૂડ જગતની સેલિબ્રિટીઓના ન્યુજ તેમજ આવનારી નવી નવી મૂવીના રીવ્યુ વાંચો અમારા પેજ પર ..

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !


- તમારો જેંતીલાલ