સલામ ભારતીય સેનાને – POKમાં ઘુસીને તોડ્યા ૪ આતંકી ઠેકાણા, ૫ પાકિસ્તાની સૈનિકો ઠાર. આપ્યો જડબાતોડ જવાબ

ભારત માતાકી જય. ભારત માતાકી જય! – આ અવાજ આજે અનેક કાનોમાં ગુંજી ઊઠ્યો હશે જ્યારે ભારતમાતાના વીર સપૂતોએ અંજામ આપ્યો હશે આજના ઓપરેશનને – વાંચો વિગત

આજે રવિવારે વહેલી સવારે પાકીસ્તાન તરફથી સીઝફાયર કરારનું ઉલ્લંઘન થયું જેનો ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપ્યો હતો. જમ્મુ – કશ્મીર અને શ્રીનગરની આસપાસના અનેક વિસ્તાઓ વર્ષોથી અતિ સંવેદનશીલ છે. તેમાં પણ લાઈન ઓફ કંટ્રોલ પાસેના વિસ્તાઓની આસપાસ વારંવાર સીઝફાયર કરાર તોડીને આતંકીઓ આપણાં દેશમાં અશાંતિ ફેલાવવાના મનસૂબા સાથે ઘૂસી જતા હોય છે. આની સામે ભારતીય સેના હંમેશા બહાદૂરીથી તેમનો સામનો કરે છે. અને દુશ્મનોનો ખાત્મો કરે છે. દેશની સુરક્ષા અને હિત માટે આપણાં જવાનો શહિદી પણ વહોરે છે ત્યારે આપણને સૌને એમના બલિદાન અને શૌર્ય ઉપર જરૂર ગર્વ પણ થતો હોય છે. છેલ્લા કેટલાક સમયથી આવા અનેક કિસ્સાઓ આપણી સામે આવ્યા છે. જેમાં આજે વહેલી સવારે બનેલો કિસ્સો જાણીએ…

શ્રીનગર પાસે થયો આતંકી હૂમલો…
પાકિસ્તાન તરફથી અચાનકથી થયેલ અંધાધૂંધ ફાયરિંગનો આપણી સેનાએ સામો જવાબ આપતાં પી.ઓ.કેમાં આવેલ આતંકીઓના ઠેકાણાંઓની તપાસ કર્યા બાદ ત્યાં જઈને એક મોટી કાર્યવાહીને સફળ અંજામ આપ્યો. જેમાં તેમણે આર્ટિલરી ગનનો ઉપયોગ કરીને તેમના રહેઠાણ વિસ્તારોને સખત નુક્સાન
પહોંચાડ્યું છે. સૂત્રો દ્વારા આવેલ સમાચારમાંથી જાણવા મળ્યું છે કે આ આતંકી ઠેકાણાંમાં અનેક આતંકી ગતિવિધિઓ ભવિષ્યમાં થઈ શકવાની સંભાવના હતી. તે પહેલાં આ લોન્ચ પેડ્સને નાશ કરવામાં આવ્યા છે. કાશ્મીરના તંગધાર સેક્ટરના સીઝફાયર એરિયામાંથી પાકિસ્તા તરફથી પહેલાં હૂમલો થયો હતો તેના વળતા જવાબમાં સેનાએ આ ઓપરેશનને હાથમાં લીધું અને સફલતાપૂર્વક આતંકી લોન્ચ પેડ ધરાશાયી કરી મૂક્યા.

૪ આતંકી લોન્ચ પેડ થયા નાબૂદ પરંતુ બે જવાનો શહિદ થયા…
આપણે ફિલ્મોમાં જે રીતે દ્રશ્યો જોઈએ છીએ એવા સીન આપણી સેના હકીકતે સામી છાતીએ અનુભવીને લડાઈ કરે છે. જમ્મુ કાશ્મીરના કુપવાડા જિલ્લાના સેનાની ચેકપોસ્ટ અને ગામના રહેવાસીઓને ટાર્ગેટ બનાવીને આતંકીઓએ ફાયરિંગ કર્યું હતું. જે એક રીતે સીઝફાયરનું ઉલ્લંઘન છે અને શાંતિ કરારને તોડીને દુશ્મન દેશે આ પ્રહાર કર્યો હતો. તાંધર સેક્ટરમાં થયેલ ગોળીબારની સામે આપણી સેનાના બે જવાનો પણ શહિદ થયા. વધુમાં એ સમાચાર પણ છે કે ગામના એક નાગરિકનું પણ આ હુમલામાં મૌત થયું છે. અધિકારીઓએ આપેલ માહિતી મુજબ, એલ.ઓ.સી. પર આવેલ બે ઘર અને આસપાસના વિસ્તારમાં પૂરી રીતે તબાહી મચી ગઈ હતી.

અત્યાર સુદી હજારોવાર પાકે સીઝફાયર તોડ્યું છે…

ભારત અને પાકિસ્તાન વચ્ચેના એલ.ઓ.સી. કરારની સાથે સીઝફાયર કરાર પણ થયેલા છે. વધુમાં અત્યાર સુધી જેટલી પણ જંગ થઈ છે તેમાં ભારતે કદી પણ જંગની પહેલ કરી જ નથી. આંકડાકીય માહિતી મુજબ આપને જાણીને નવાઈ લાગશે કે માત્ર સપ્ટેમ્બર મહિનાથી અત્યાર સુધીમાં તેમના તરફથી ૨૦૫૦ વખત આ સીઝફાયર કરારનું ઉલ્લંઘન થયું છે. ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવિશ કુમાર દ્વારા સપ્ટેમ્બર ૧૫, ૨૦૧૯ના રોજ એક માહિતી જાહેર થઈ હતી. જેના મુજબ આ ઉલ્લંઘનનો આંકડો બહાર આવ્યો છે. આ હુમલાઓમાં અત્યાર સુધી ૨૧ નાગરિકોએ પણ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. માત્ર સીમારેખાનું ઉલ્લંઘન કરીને ફાયરિંગ કરવાનો જ હેતુ નહીં બલ્કે દેશમાં ઘુસી જઈને બીજા વિસ્તારોમાં પણ
આતંકી કાર્યવાહી કરવાના તેમના મનસૂબાઓ હોય છે જેને આ પ્રકારે દર વખતે ભારતીય સેનાના દળોએ હિમ્મતભેર સામનો કરીને દેશની બોર્ડરની સુરક્ષા કરી છે.

શ્રીનગરની આસપાસ છુપાયેલા હોવાની છે, આશંકા…
આતંકવાદીઓ અને દેશમાં અશાંતિ ફેલાવવાના બદઇરાદે ઘુસી ગયેલા અસામાજિક તત્વો હાલમાં ૧૦થી વધુની સંખ્યામાં શ્રીનગર અને તેની આસપાસના વિસ્તારોમાં છુપાયેલા છે એવી ગુપ્તચર સંસ્થાઓને આશંકા છે. આજે જે લોન્ચ પેડ્સનો નાશ કરાયો તે આજ આશંકાને આધારે લેવાયેલાં પગલાંઓમાંથી એક હોઈ શકે. જમ્મુ કશ્મીરમાં જો કડક પ્રતિબંધ હટાવવામાં આવે તો આ પથ્થર બાજો અને આતંકીઓ તરત જ સક્રીય થઈ જશે એવી ધારણા સાથે ચાંપતો બંધોબસ્ત રાખેલ છે, જેના માટે ભારતીય સેનાદળના જવાનો દિવસરાત ખડેપગે તેનાત રહે છે. સલામ છે, આવા વીરોને…

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ