4 મિત્રો, 40 ગાયો અને એક અનોખો બિઝનેસ આઇડીયા થોડાક જ વર્ષોમાં 90 કરોડનું ટર્નઓવર થવા લાગ્યું.

4 મિત્રો, 40 ગાયો અને એક અનોખો બિઝનેસ આઇડીયા , થોડાક જ વર્ષોમાં 90 કરોડનું ટર્નઓવર થવા લાગ્યું.

એક સ્થીર નોકરી તમને મહીનાનો બાંધ્યો પગાર, રહેવા માટે મકાન અને પેટ ભરવા માટે ખોરાક આપી શકે છે પણ તમારી આત્માને તે ભાગ્યે જ તૃપ્ત કરાવી શકતી હશે. જીવનમાં એકધારી ગતી તમને બધું જ દઈ શકે છે પણ કોઈના સંયમને પડકાર નથી આપીત શકતી અને ન તો નીરસ જીવનમાંથી બહાર કાઢી શકતી.એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટના દીકરા અભિનવ શાહ જ્યારે પોતાના નીરસ જીવનથી હતાશ થયા ત્યારે તેમણે આન્તરપ્રિન્યોરના વિશ્વમાં પગ મુકવાનો નિશ્ચર કર્યો. વ્યવસાયે અભિનવ પોતે પણ પોતાના પિતાની જેમ સીએ જ હતા, નવથી પાંચની નોકરીથી કંટાળી ગયા હતા અને તેનાથી દૂર જવા માગતા હતા. તેમણે 2012માં એક ડેરી ફાર્મની શરૂઆત કરી. 2014માં તેમણે ઓસમ ડેયરીઝના નામે પોતાનો વ્યવસાય રજિસ્ટર કરાવ્યો. અભિનવે પોતાના બીજા સાથી અભિષેક રાજ, હર્ષ ઠક્કર અને રાકેશ શર્માની સાથે બિઝનેસ ચલાવી રહ્યા છે.ઓસમ ડેરીઝના સહસંસ્થાપક અભિષેકે જ ડેરી શરૂ કરવા વિષે વિચાર્યું હતું. લક્સમ્બર્ગમાં કામ કરતા અભિષેક અન્ય દેશોના ડેરી વ્યવસાયોના કામોથી પ્રરિત થયા હતા. પોતાની પ્રતિષ્ઠિત નોકરી છોડી તેમણે ભારત તરફ પ્રયાણ કર્યું અને ઝારખંડમાં પોતાના ધંધાની શરૂઆત કરી.આ આઇડાયાથી પ્રેરાઈને અભિનવે પોતાની નવ વર્ષ જુની નોકરી છોડી દીધી અને ડેરી બિઝનેસની સ્થાપના કરી. આ બિઝનેસની રૂપરેખાને સમજવા માટે તેમણે કાનપુરના કોમર્શિયલ ડેરી ફાર્મિંગનો કોર્સ કર્યો. વર્કશોપના તરત જ બાદ અભિનવ પંજાબ ગયા અને ત્યાંથી 35 લાખ રૂપિયાની 40 ગાયો ખરીદી. બધા જ સંસ્થાપકોએ બિઝનેસમાં સરખું જ યોગદાન આપ્યું છે અને એક કરોડના ફંડથી આ વ્યવસાયનો પાયો નાખ્યો.
ત્યાર બાદ એક કડવો પડકાર તેમની સામે આવી ઉભો રહી ગયો તે એ કે એક જ મહિનાની અંદર 26 ગાયો સંક્રમણથી મરી ગઈ. અનુભવની ખોટના કારણે તેમના ગૃપને આ મોંઘી ખોટ સહેવી પડી.

તે બધાએ નક્કી કર્યું કે તે ફિલ્ડના નિષ્ણાતો સાથે વાત કરવી. તેમણે ફરી સાહસ કર્યું અને 50 લાખ રૂપિયામાં 100 હોલ્સટીન ફ્રીજિયન ગાયો ખરીદી. આ રીતે તેમનું રોકાણ લગભગ 1.5 કરોડ સુધી પહોંચી ગયું. આ એક મોટું જોખમ હતું પણ પ્રોડક્ટની માંગ વધવાના કારણે તેમને માત્ર છ મહિનામાં જ ફળ મળવા લાગ્યું.
2013માં તે બધાએ તેમનો પોતાનો ડેરી પ્લાન્ટ ખોલવાનું નક્કી કર્યું. તેના માટે તેમણે 20 કરોડ રૂપિયાની જરૂર હતી. તેમની સામે આ એક મોટો પડકાર હતો પણ ઘણાબધા દિવસોના ભારે પરિશ્રમ બાદ તેમને એક રાષ્ટ્રીય બેંક પાસેથી 7 કરોડ રૂપિયાની લોન મળી ગઈ.ડેરી પ્લાન્ટનું કંસ્ટ્રક્શનનું કામ શરૂ થઈ ગયું અને લગભગ એક વર્ષ બાદ તે બનીને તૈયાર થઈ ગયો. છેવટે 2015માં ઓસમ ડેરીઝ નામના પ્લાન્ટનું કામ શરૂ થઈ ગયું.શરૂઆતના કેટલાક દિવસોમાં ધંધાએ સારું પ્રદર્શન કર્યું પણ જેમ જેમ બિઝનેસ વધતો ગયો તેમ તેમ ઓસમ ડેયરીઝને સ્થાનીક ગુંડાઓનો સામનો કરવાનો વારો આવ્યો. આ વિરોધ એટલા માટે થયો કારણ કે તે વિસ્તારમાં તેમનો શરૂઆતથી જ એકાધિકાર હતો અને તે વિકસિત પ્લાન્ટ કોઈની પણ સાથે હરિફાઈમાં ઉતરવા નહોતો માગતો. પણ અભિનવ અને તેની ટીમ પણ મેદાનમાં ઉતરી આવી જેના કારણે ગુંડાઓએ પીછે હઠ કરવી પડી.

જેમ જેમ તેમની આ એન્ટરપ્રિન્યોર સફર આગળ વધતી ગઈ તેમ તેમ તે બિઝનેસની ડીટેઈલ શીખતા ગતા. ઓસમ ડેયરીઝ હવે એક જાણીતી બ્રાન્ડ બની ગઈ હતી અને રાજ્યના દરેક ભાગમાં ગ્રાહકોને સેવા આપવા લાગ્યા. શરૂઆતની સફળતા બાદ તેમણે તેની બીજી બ્રાન્ચ અન્ય રાજ્યોમાં ફેલાવવાનો નિર્ણય કર્યો.તેમના એક ઇન્ટરવ્યુમાં અભિનવ જણાવે છે, “અમે આન્તરપ્રિન્યોર સફરની દરેક ક્ષણનો આનંદ લીધો છે અને અમે ઉત્તમ ક્વોલિટીની ડેયરી પ્રોડક્ટ્સ ઝારખંડના લગભગ એક લાખ લોકો સુધી પહોંચાડી છે.” ઓસમ ડેરીઝ 15000 ખેડૂતો પાસેથી દૂર ભેગુ કરે છે અને ડેરી ઇકોસિસ્ટમને સુધારવાનું કામ પણ કરે છે જેમાં પશુઓનું સંતુલિત ભોજન, પશુ ચિકિત્સા સંભાળ, ડીવોર્મિંગ વેક્સિનેશન અને પશુઓના વિમાનો પણ સમાવેશ થાય છે.

આજે આ કંપનીમાં 180 કર્મચારીઓ છે. તેમનું પાછલા વર્ષનું ટર્ન-ઓવર 90 કરોડ સુધી પહોંચી ગયું છે. તેમના ઝારખંડ ખાતેના બે પ્લાન્ટ અને તેની ક્ષમતા બે લાખ લીટર્સ પ્રતિ દિવસ છે અને તેઓ 350 ગામડાઓમાંથી દૂધ ભેગુ કરે છે.ઓસમ ડેરીઝ પોતાની આશા કરતા ક્યાંય વધારે વિકાસ પામી રહી છે અને પોતાના વિસ્તરણ બીજા શહેરો તેમજ રાજ્યોમાં ફેલાવી રહ્યું છે. ઓસમ ડેરીઝને 2013માં ઝારખંડ સરકાર તરદફથી બેસ્ટ યંગ ડેરી એવોર્ડ પણ આપવામાં આવ્યો છે. વાંચકોને મેસેજ આપતા તે જણાવે છે “આગળ વધતા રહો અને પોતાની સ્વાભાવિકતાની સાથે ચાલો, શરૂઆતમાં સફર ચોક્કસ મુશ્કેલ લાગશે પણ આગળ તમને નિરંતર સફળતા મળશે અને તમે આપોઆપ નામના મેળવશો.”

લેખન સંકલન : અશ્વિની ઠક્કર 

દરરોજ આવી પ્રેરણાત્મક ને રસપ્રદ વાતો વાંચો ફક્ત અમારા પેજ પર, તમારા મિત્રો સાથે પણ શેર કરો.

ટીપ્પણી