336 મહિનાની યુવતીએ નાના બાળક જેવા પડાવ્યા ફોટો, તમે જોયા કે નહિ?

પોતાના જન્મ દિવસને ખાસ બનાવવો એ બધાની ઈચ્છા હોય છે. ઘણા લોકો ફોરેન ટ્રીપ પર જતા હોય છે અને અનેક લોકો મોંઘી મોંઘી ગીફ્ટ મેળવતા હોય છે અનેક લોકો અનેક અવનવા ઉપાય કરતા હોય છે અને તેમના મિત્રો જેનો જન્મદિવસ છે તેને અનેક સરપ્રાઈઝ આપતા હોય છે. આજે અમે એક યુવતીના ફોટો તમને બતાવા જઈ રહ્યા છીએ જેણે પોતના એક ફોટોગ્રાફર મિત્રની મદદથી પોતાના ફોટો પડાવ્યા છે. ઈન્ટરનેટ પર આ ફોટો બહુ શેર થઇ રહ્યા છે તમે કદાચ જ જોયા હશે આ ઉમરની યુવતીના આવા ફોટો.

તમે નાના બાળકોના મહિનાના જન્મદિવસના ફોટો તો જોયા હશે આજે જુઓ આ યુવતીના નાના બાળક જેવા ફોટો.

૨૮ વર્ષની આ મહિલાએ પોતાના આવા ફોટો સોશિયલ મીડિયામાં શેર કર્યા હતા.

તેનું નામ નિકોલ હૈમ છે તે સાઉથ કૈરોલીનીની રહેવાસી છે, તેમના એક મિત્ર સાથે મળીને પોતાના આવા ફોટો પડાવ્યા છે. ઈન્ટરનેટ પર આ ફોટો બહુ જલદી શેર થઇ રહ્યા છે.

આ ફોટો સ્ટીફેનના એક ફેસબુક પેજ પર શેર કરી હતી. આ  ફોટોએ લોકોનું બહુ ધ્યાન ખેંચ્યું હતું.

ફેસબુક પર આ પોસ્ટને ૨૦,૪૦૦ વાર શેર કરવામાં આવ્યા હતા, પોસ્ટના કેપ્શનમાં લખેલ હતું કે તેમની બેસ્ટ ફ્રેન્ડ ૩૩૬ મહિનાની થઇ ગઈ.

આ ફોટોમાં એ મહિલા આપણને એક બ્લેન્કેટમાં વીટાયેલ જોવા મળે છે અને સાથે એક બોર્ડ પણ છે જેમાં લખ્યું છે કે ૩૩૬ મહિનાનું બાળક.

તમને આ વિદેશીનો આઈડિયા કેવો લાગ્યો? જો તમે પણ આવા કોઈ અતરંગી ફોટો પડાવ્યો હોય તો કોમેન્ટમાં જણાવો.