આ શું? ઐશ્વર્યાનો 32 વર્ષનો છોકરો, ક્લિક કરીને જાણો શું છે પૂરી ઘટના

ઐશ્વર્યા રાયનો 32 વર્ષનો દીકરો ! લંડનમાં થયો હતો જન્મ ! જાણો શું છે હકીકત

image source

આજકાલ જાણીતી હસ્તીઓ સાથે નામ જોડીને ખ્યાતનામ થવાની એક સસ્તી ચાલ કેટલાક લોકો રમી લે છે અને તેમા કેટલાક અંશે સફળ પણ થઈ જતાં હોય છે.

થોડા સમય પહેલાં એક મહિલાએ જાણીતી ગાયિકા અનુરાધા પૌડવાલની દીકરી હોવાનો દાવો કર્યો હતો અને પબ્લીસીટી મેળવી લીધી હતી. તાજેતરમાં ઐશ્વર્યા રાય પર પણ એક આવો જ દાવો કરવામાં આવી રહ્યો છે.

image source

એક 32 વર્ષનો યુવાન એવો દાવો કરી રહ્યો છે કે તેની માતા બોલીવૂડની જાણીતી અભિનેત્રી અને ભૂતપૂર્વ મિસવર્લ્ડ અને અમિતાભ બચ્ચનની વહુ ઐશ્વર્યા રાય બચ્ચન છે. આ યુવકનો દાવો છે કે તેનો જન્મ 1998માં થયો હતો અને તેને જન્મ આપતી વખતે ઐશ્વર્યાની ઉંમર 15 વર્ષની હતી.

આ વ્યક્તિએ પોતાના એક ઇન્ટર્વ્યૂમાં દાવો કર્યો છે કે ઐશ્વર્યા રાય તેની માતા છે અને તેનો જન્મ આઈવીએફ એટલે કે ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન દ્વારા લંડનમાં થયો છે. આ યુવાનનું નામ છે સંગીત કુમાર.

image source

તેનું એવું પણ કહેવું છે કે ઐશ્વર્યાના માતાપિતાએ તેને બે વર્ષ સુધી ઉછેર્યો પણ ખરો. ત્યાર બાદ પિતા વેદીવેલૂ રેડ્ડી તેને વિશાખાપટ્ટનમ લઈ આવ્યા હતા.

તેનું એવું પણ કહેવું છે કે આ જન્મને લગતાં તેના બધા જ દસ્તાવેજ તેમના સંબંધીઓ દ્વારા નષ્ટ કરી દેવામાં આવ્યા હતા. જો તે દસ્તાવેજ તેની પાસે હોત તો તે પોતાનો દાવો નક્કર રીતે પૂરવાર કરી શક્યો હોત.

image source

આ વ્યક્તએ એવું પણ કહ્યું છે કે તે ટુંક જ સમયમાં ઐશ્વર્યા રાય એટલે કે તેણે માની લીધેલી માતા સાથે મુંબઈમાં શિફ્ટ થવા જઈ રહ્યો છે. દેખીતી રીતે જ આ મામલામાં કોઈ જ સાતત્ય નથી જણાતું. પણ લોકો લાઈમલાઇટ લૂંટવા કે પ્રસિદ્ધ થવા કેવા કેવા ખેલ કરે છે તે જોઈને રમૂજ ઉપજે છે.

થોડા સમય પહેલાં સાઉથના સુપર સ્ટાર ધનુશ બાબતે પણ આવી જ અફવાએ જોર પકડ્યું હતું. સાઉથના એક પતિ-પત્ની કથીરેસન અને મિનાક્ષીએ પોતે ધનુષના માતાપિતા હોવાનો દાવો કર્યો હતો. જે દાવાને ધનુષે મૂળિયાથી નકારી કાઢ્યો હતો અને જણાવ્યું હતું કે તે કપલ તેને બ્લેકમેઇલ કરવા માગે છે અને તેની પાસેથી રૂપિયા પડાવા માગે છે.

image source

ધનુષના માતાપિતા હોવાનો દાવો કરતા આ કપલે તો મદુરાઈ હાઇકોર્ટમાં ધનુષ પાસેથી દર મહિનાનું 65,000 રૂપિયાનું પેન્શન માગતો દાવો પણ કર્યો હતો.

વાસ્તવમાં ધનુષની માતા હોવાનો દાવો કરતી મિનાક્ષીને ધનુષમાં પોતાના દીકરાની ઝલક દેખાય છે જે નાની ઉંમરે ફિલ્મોમાં કામ કરવા માટે ઘરેથી ભાગી ગયો હતો. તેમણે કેટલાક દસ્તાવેજ પણ રજૂ કર્યા હતા.

image source

તેમણે દાવો કર્યો હતો કે ધનુષનું સાચું નામ કલાઈસેવન છે. પણ ધનુષે દાવો કર્યો હતો કે તેના જન્મ વખતે તેના પિતા તેને ક્રીશ્નામૂર્થી કહીને બોલાવતા હતા અને ત્યાર બાદ તેનું નામ બદલીને કસ્થુરી રાજા રાખ્યું હતું.

અને છેવટે ધનુષનું નામ મેંગડેશા પ્રભુથી બદલીને કે. ધનુષ કરવામાં આવ્યું હતું. વાત છેક ડીએનએ ટેસ્ટ સુધી પહોંચી ગઈ હતી. જોકે હાલ આ કેસ હજુ પણ કોર્ટમાં જ છે.

image source

તમને જણાવી દઈએ કે થોડા દિવસ પહેલાં જાણીતી ગાયિકા અનુરાધા પોડવાલ પર પણ એક મહિલાએ આવો જ દાવો કર્યો હતો. તેણીનું નામ હતું કરમાલા મોડેક્સ. તેણી કેરલની રહેનારી હતી.

image source

તેણીએ અનુરાધા પોડવાલને પોતાની બાયોલોજિકલ દીકરી જણાવી હતી. તેણીએ એ પણ જણાવ્યું હતું કે તેના પિતા અને અનુરાધા પોડવાલ એકબીજાના ખુબ જ સારા મિત્ર છે. કરમાલાનો એવો દાવો છે કે તેની પાસે અનુરાધા પોડવાલ અને તેના પિતાની મૈત્રીના સાક્ષીઓ પણ છે.

image source

અનુરાધાની પુત્રી હોવાનો દાવો કરનારી કરમાલાની ઉંમર 45 વર્ષની છે જ્યારે અનુરાધા પોડવાલની ઉંમર 67 વર્ષની છે. અને તેણીને થોડા સમય પહેલાં જ પોતે અનુરાધાની દીકરી હોવાની જાણ થઈ હતી. તેણીએ જણાવ્યું કે તેના પિતાના છેલ્લા દિવસોમાં તેણીને આ હકીકતની જાણ થઈ હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ