આ 32 ફોટોઝ સાબિત કરે છે કે આપણે જાપાનથી સદીઓ પાછળ છીએ

આપણામાંના મોટાભાગના એવું માને છે કે જાપાન એક પ્રભાવશાળી દેશ છે. તેના ચેરીબ્લોઝમ્સના વૃક્ષો આપણું મન મોહી લે છે. પણ જો તમે જાપાનની મુલાકાત લેશો તો તમને ખ્યાલ આવશે કે તેઓ ટેક્નોલોજીની દ્રષ્યિએ આપણા કરતા કેટલા બધા આગળ છે અને તેમનો સમાજ કેટલો શિષ્ટ છે – એટલો બધો, એટલો બધો શિષ્ટ કે તે પશ્ચિમ જગતને પણ શરમાવે છે.

આજના આ લેખમાં અમે જાપાનની કેટલીક એવી તસવીરો લઈને આવ્યા છીએ જે તમને ફીલ કરાવશે કે આપણે ખરેખર જાપાન કરતા સદીઓ નહીં પણ કેટલાકે પ્રકાશવર્ષ પાછળ છીએ. તો ચાલો જોઈએ આ ચકિત કરતી તસ્વીરો.

1.હોટેલમાં ફુડ તેમજ ડ્રીન્ક્સ સર્વ કરતા રોબોટ્સ

2.બહારનું વાતાવરણ એટલે કે હવામાન દર્શાવતી લિફ્ટ

3.જાપાનની હોસ્પિટલોમાં મળતું ફૂડ

4.જાપાનની બૂલેટ ટ્રેન જ્યારે સેંકડો માઇલની ઝડપે જતી હોય પણ અંદર બેસનારને તો જાણે તે હલતી જ ન હોય તેવું લાગે છે. આ તસ્વીરમાં ચાલતી ટ્રેનમાં બતાવવામાં આવેલો ઉભો સિક્કો તમને તેની સાબિતી આપે છે.

5.જાપાનના લોકો શહેરના ગટરના ઢાંકણા પર આકર્ષક પેઇન્ટીંગ કરીને શહેરને ઓર વધારે સુંદર બનાવે છે.

6.આ ટોઇલેટમા તમારા હાથ ધોયેલું પાણી સીધું જ ફ્લશ ટેન્કમાં જાય છે. પાણીનો યોગ્ય ઉપયોગ તમે જોઈ શકો છો.

7.જાપાનીઝ પ્રેક્ષકો ફિફા મેચ પુરી થયા બાદ સ્ટેડિયમને ચોખ્ખુ કરાવા રોકાયા હતા તે તસ્વીરો.

8.જાપાનીઝ ગમ એટલે કે ચીંગમનો ડબ્બો જેમાં તમને કાગળના ટુકડા પણ આપવામાં આવે છે જેથી કરીને તમે ચીંગમને ગમે ત્યા લગાવો નહીં અને તેને પેપરમાં લપેટીને ડિસ્પોઝ કરો.

9.ટોઇલેટમાં દીવાલ પર ફીટ કરવામાં આવતી બેબી સીટ તમે આ તસ્વીરમાં જોઈ શકો છો. તેનાથી માતાઓને ટોઇલેટ વાપરવામાં સરળતા રહે છે.

10.આ તસ્વિરમાં તમે જોઈ શકો છો કે લોકો ઉપર જવાની સીડીનો જ ઉપર જવા માટે ઉપયોગ કરે છે પછી ભલે ગમે તેટલો રશ કેમ ન હોય. નિયમ એટલે નિયમ.

11.જવાબદારી સ્વિકારવીઃ આ તસ્વીરમાં તમે જાપાનીશ અક્ષરોમાં કાગળ પર લખેલી એક નોંધ જોઈ શકો છો જેનો અર્થ થાય છેઃ હું અકસ્માતે તમારી બાઈક સાથે અથડાયો અને તેનો બેલ ટુટી ગયો. હું દીલગીર છું. (તમે જોઈ શકો છો કે નુકસાન ભરપાઈ માટે જોડે રૂપિયા પણ મુક્યા છે.)

12.આ તસ્વીરમાં ટ્રેનની નીચે ફસાઈ ગયેલા એક વ્યક્તિને હજારો પ્રવાસીઓ દ્વારા બચાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

13.પબ્લીક ટોઇલેટ સાઉન્ડ સીસ્ટમઃ જાપાનના કેટલાક ટોઇલેટ્સમાં એવી સાઉન્ડ સીસ્ટમ મુકવામાં આવે છે કે જ્યારે વ્યક્તિ હાજત પર ગયું હોય અને તેનો અવાજ બહાર કોઈને સંભળાય નહીં અને તે ક્ષોભમાં ન મુકાય તે માટે પાણી જેવો અવાજ કાઢતી સાઉન્ડ સીસ્ટમ લગાવવામાં આવેલી હોય છે.

14.ટોઇલેટ સિસ્ટમ જે તમને જણાવે છે કે કયું ટોઇલેટ વેકેન્ટ છે અને કયુ ઓક્યુપાઇડ છે.

15.રેફ્રિજરેટેડ લોકરઃ આ લોકરમાં તમે તમારુ ફૂડ મુકીને આરામથી તમારું શોપીંગ ચાલુ રાખી શકો છો.

16.અહીં તમને ટાઇલેટમાં જવા માટે તેના સ્પેશિયલ સ્લિપર પણ આપવામાં આવે છે.

17.આ તસ્વીરમાં તમે જોઈ શકો છો કે ટોકીયોના ટ્રેન મુસાફરો શીશ્તબદ્ધ રીતે લાઈનમાં ઉભા છે.

18.સ્માર્ટફોન સ્ક્રીન-વાઇપર ડિસ્પેન્સર (આ વસ્તુનો તો તમે ક્યારેય વિચાર પણ નહીં કર્યો હોય.)

19.જાપાનનો એરપોર્ટ સ્ટાફ સૂટકેસોને તેના રંગ પ્રમાણે ક્લાસીફાઇડ કરી રહ્યો છે.

20.જાપાનની હોટેલમાં આ નાઇટ લેમ્પ તમે જોઈ શકો છો તેમ અરધી બાજુ જ પ્રકાશ ફેલાવી રહ્યો છે જ્યારે તેની અરધી બાજુ અંધારું છે. અહીં બન્ને પક્ષને સંતોષ આપવાનો પ્રયાસ કરવામા આવ્યો છે.

21.જાપાનની ટ્રેનોમાં તમને ફૂટબાથની પણ સગવડ આપવામાં આવે છે જેથી કરીને તમારી યાત્રા વધારે આરામદાયક પસાર થાય.

22.આ પાર્કીંગ પ્લોટની તસ્વીરમા તમે જોઈ શકો છો કે દરેક ગાડીઓ રીવર્સ કરીને સીધી જ મુકવામાં આવી છે.

23.જાપાનની ઘણીબધી લીફ્ટોમાં ઇમર્જન્સી ટોઇલેટની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

24.જાપાનીઝ એટીએમમાં કપ,કેન અને સ્ટીક હોલ્ડરની પણ વ્યવસ્થા કરવામાં આવે છે.

25.આ સ્ટેન્ડ તમારી સેલ્ફી લેવા માટે તમારા ફોનને પકડી રાખી શકે છે.

26.જાપાનની હોસ્પિટલમાં ફોર્મ ભરવા માટે તમારા માટે ચશ્માની પણ વ્યવસ્થા કરી આપવામાં આવે છે.

27.જાપાનીઝ ટેક્સીઓમાં આ બટન રાખવામાં આવતું હોય છે જેથી કરીને તેમાં સવારી કરી રહેલો મુસાફર જો ટેક્સી ધીમી ચલાવવાનું કહેવા માગતો હોય તો તે બટન દબાવી શકે છે.

28.જાપાનનું આ વેન્ડીંગ મશીન તાજા ફાર્મ એગ વેચે છે.

29.ચોરસ તરબુચ જે તમારા ફ્રીજમાં બરાબર ફીટ થઈ શકે.

30.જાપાનની ટ્રેનોમાં સ્મોકિંગ માટે સ્પેશિયલ રૂમ ફાળવવામાં આવે છે.

31.જાપાનમાં પગથીયાની જે રેલીંગ હોય છે તેને પગથીયાની જેમ જ વળાંકો આપવામાં આવે છે જેથી કરીને લોકોને પગથીયા ઉતરવામાં સરળતા રહે.

32.જે કેનમાં આલ્કોહોલ હોય છે તેના ટોપ પર બ્રેઇલ લીપીમાં તેની સૂચના લખવામાં આવી હોય છે જેથી કરીને અંધ લોકો તેને ઓળખી શકે.

ઉપર દર્શાવેલી તસ્વીરમાં તમને કઈ તસ્વીર ગમી અથવા તો તમને કઈ તસ્વીર જેઈ આશ્ચર્ય થયું ? અથવા તમારા માટે તમને કઈ બાબત કામની લાગી ? તે અમને કમેન્ટ્સમાં જણાવો.
(આ 32 બાબતો સાબિત કરે છે કે જાપાનીઝ આપણા કરતાં કેટલાએ પ્રકાશવર્ષ આગળ છે)

લેખન સંકલન- પ્રિયંકા પંચાલ 

ટીપ્પણી